Sports

'આ મેચ ફિક્સિંગ છે...', રિયાલિટી શૉ અંગે શુભમન ગિલની બહેનના ખુલાસાએ સનસનાટી મચાવી

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
'ધ ટ્રેટર્સ' શૉની બીજી સીઝન શરૂ થતાં જ મોટા વિવાદમાં સપડાઈ છે. ભારતીય ક્રિકેટર શુભમન ગિલની બહેન શહનીલ ગિલે સ્પર્ધક પારુલ ગુલાટી પર 'મેચ ફિક્સિંગ'નો ગંભીર આરોપ લગાવ્યો છે. શહનીલના દાવા મુજબ, પારુલને પ્રોડક્શન સિસ્ટમના 'શેડો' દ્વારા અંદરની ગુપ્ત માહિતી લીક કરવામાં આવી હતી, જેના કારણે તેની 'ગટ ફીલિંગ' હંમેશા સાચી પડતી હતી. આનાથી અન્ય નિર્દોષ સ્પર્ધકો સાથે અન્યાય થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આ મેચ ફિક્સિંગ છે...', રિયાલિટી શૉ અંગે શુભમન ગિલની બહેનના ખુલાસાએ સનસનાટી મચાવી
IMAGE - Instagram/shahneelgill

The Traitors 2 Controversy: રિયાલિટી શૉ 'ધ ટ્રેટર્સ' (The Traitors)ની બીજી સીઝન શરૂ થતાંની સાથે જ મોટા વિવાદમાં સપડાઈ છે. ભારતીય ક્રિકેટર શુભમન ગિલની બહેન અને શૉની સ્પર્ધક શહનીલ ગિલે ગેમ દરમિયાન અંદરની ગુપ્ત માહિતી લીક કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. શહનીલે આ સમગ્ર મામલાને 'મેચ ફિક્સિંગ' જેવો ગણાવતા અન્ય સ્પર્ધક પારુલ ગુલાટીની વારંવાર સાચી પડતી 'ગટ ફીલિંગ' પર સવાલો ઊભા કર્યા છે.

'ગટ ફીલિંગ' નહીં પણ લીક માહિતીનો સ્ત્રોત

શહનીલ ગિલે એક ઈન્સ્ટાગ્રામ વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે, 'શૉમાં પારુલ ગુલાટીને દરરોજ સવારે અચાનક 'ગટ ફીલિંગ' આવતી હતી કે કયો ખેલાડી 'ટ્રેટર' (ધોકેબાજ) છે અને દર વખતે તેનો અંદાજ સાચો પડતો હતો. શરૂઆતમાં બધા સ્પર્ધકોને લાગ્યું કે પારુલ પાસે કોઈ કમાલની સિક્સ્થ સેન્સ છે, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે આ ગટ ફીલિંગ પાછળ બહારથી મળતી ગુપ્ત માહિતીનો એક સ્ત્રોત કામ કરી રહ્યો હતો.'

પ્રોડક્શન સિસ્ટમ અને 'શેડો' પર પૈસા આપવાનો આરોપ

શહનીલે શૉના પ્રોડક્શન સિસ્ટમ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, 'શૂટિંગ દરમિયાન દરેક સ્પર્ધકનું ધ્યાન રાખવા માટે પ્રોડક્શન તરફથી એક વ્યક્તિ એટલે કે 'શેડો' આપવામાં આવે છે. આ શેડો સવારથી રાત સુધી સ્પર્ધકની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. એક ઈનોસન્ટ સ્પર્ધકના શેડોને કથિત રીતે પૈસા આપવામાં આવ્યા હતા અને તેના દ્વારા જ શૉના અંદરના ગુપ્ત સમાચાર તે સ્પર્ધક સુધી પહોંચાડવામાં આવી રહ્યા હતા.'

અન્ય નિર્દોષ સ્પર્ધકો સાથે અન્યાય

શહનીલે કટાક્ષ કરતા કહ્યું હતું કે, 'વિચારો, તમે 'ધ ટ્રેટર્સ' શૉમાં જાઓ અને ત્યાં માત્ર 'ટ્રેટર્સ' જ એકમાત્ર ઈમાનદારીથી ગેમ રમી રહ્યા હોય. જો કોઈ ખેલાડીને બહારથી અંદરની માહિતી મળી રહી હોય, તો તે એવા નિર્દોષ ખેલાડીઓ સાથે મોટો અન્યાય છે જેઓ પોતાના અંદાજ, વિચાર અને રણનીતિના આધારે નિયમો મુજબ રમી રહ્યા હતા.'

શું છે 'ધ ટ્રેટર્સ' શૉનું ફોર્મેટ?

મનોરંજન જગતના જાણીતા હોસ્ટ કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શૉમાં સ્પર્ધકોને બે જૂથો- નિર્દોષ અને ટ્રેટર્સ (ધોકેબાજ)માં વહેંચવામાં આવે છે. નિર્દોષનું કામ પોતાના સમૂહમાં છુપાયેલા ટ્રેટર્સને ઓળખીને બહાર કરવાનું હોય છે, જ્યારે ટ્રેટર્સ પોતાની ઓળખ છુપાવીને ઈનોસન્ટ્સને ગેમમાંથી બહાર કરે છે. આ ફોર્મેટમાં ખેલાડીઓની રણનીતિ અને વર્તન વાંચવાની ક્ષમતા મહત્ત્વની હોય છે, તેથી જો માહિતી લીક કરવાનો આ આરોપ સાચો સાબિત થાય તો શૉની નિષ્પક્ષતા પર મોટા સવાલો ઊભા થઈ શકે છે.