Sports

પૃથ્વી શૉની સગાઈ તૂટતાં-તૂટતાં બચી ગઈ! મંગેતરે કહ્યું- હું અજાણ્યા લોકોની વાતમાં આવી ગઈ હતી

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
ક્રિકેટર પૃથ્વી શૉ અને મંગેતર આકૃતિ અગ્રવાલ ફરી એક થયા છે. થોડા અઠવાડિયા પહેલા તેમના સંબંધો તૂટ્યાની ચર્ચા હતી, પરંતુ હવે બધી ગેરસમજ દૂર થઈ છે. આકૃતિએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે બહારના લોકોની વાતોમાં આવીને તેણે ઉતાવળમાં સંબંધ તોડવાનો ખોટો નિર્ણય લીધો હતો. હવે બંનેએ સાથે બેસીને વાતચીત કરી અને ફરીથી એકબીજાને તક આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૃથ્વી શૉની સગાઈ તૂટતાં-તૂટતાં બચી ગઈ! મંગેતરે કહ્યું- હું અજાણ્યા લોકોની વાતમાં આવી ગઈ હતી
IMAGE - Instagram/prithvishaw

Prithvi Shaw Akriti Agarwal Reconciliation: ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ખેલાડી પૃથ્વી શૉ અને તેની મંગેતર, એક્ટ્રેસ તથા ઇન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. થોડા અઠવાડિયા પહેલા જ બંનેના અલગ થવાની અને સગાઈ તૂટવાની ખબરોએ ફેન્સને ચોંકાવી દીધા હતા, પરંતુ હવે બંને વચ્ચેની દૂરી ખતમ થઈ ગઈ છે અને આ સંબંધમાં એક નવો વળાંક આવ્યો છે. આકૃતિ અગ્રવાલે સોશિયલ મીડિયા પર પર્સનલ ક્લેરિફિકેશન નામથી એક લાંબી નોટ શેર કરીને ખુલાસો કર્યો છે કે તેઓ ફરીથી એકસાથે આવી ગયા છે અને તેમની બધી જ ગેરસમજ દૂર થઈ ગઈ છે.

ઉતાવળમાં લીધેલો નિર્ણય અને મિત્રોની વાતોનો પ્રભાવ

આકૃતિએ પોતાના આ નોટમાં સ્વીકાર્યું કે, 'જ્યારે મેં આ સંબંધ તોડ્યો હતો, ત્યારે હું બહારના લોકો અને કેટલાક નજીકના મિત્રોની વાતોમાં આવી ગઈ હતી. મેં ત્યારે પૃથ્વી સાથે ખુલીને વાત કર્યા વગર જ ઉતાવળમાં એક ખોટો નિર્ણય લઈ લીધો હતો, જેના કારણે અમારા સંબંધોમાં ગેરસમજ થઈ ગઈ હતી. જોકે, હવે મેં મારી ભૂલ સ્વીકારીને તેને સુધારી લીધી છે.'

'હું ગેરમાર્ગે દોરાઈ ગઈ હતી'

આકૃતિ અગ્રવાલે પોતાની ભૂલ ખુલ્લેઆમ સ્વીકારતા લખ્યું કે, 'તે સમયગાળા દરમિયાન હું ગેરમાર્ગે દોરાઈ ગઈ હતી. મારી નજીકના લોકો અમારા સંબંધોને એટલી ઊંડાણથી નહોતા જાણતા, જેટલું અમે બંને એક-બીજાને સમજતા હતા.' આકૃતિએ એ વાતની સંપૂર્ણ જવાબદારી લીધી કે તેના તે એક નિર્ણયથી બંનેને અને તેમના ચાહકોને કેટલું દુઃખ થયું હતું અને તેણે વગર વિચારે બીજાના અભિપ્રાય પર ભરોસો કરી લીધો હતો.

આપસી વાતચીતથી ઉકેલાયા તમામ મામલા

એક-બીજાથી અલગ રહેવાના થોડા અઠવાડિયા દરમિયાન બંનેએ સ્થિતિને પરિપક્વતાથી સંભાળી. આકૃતિએ જણાવ્યું કે, 'અલગ થયા પછી મેં અને પૃથ્વીએ સાથે બેસીને દરેક મુદ્દા પર લાંબી અને ખુલ્લી વાતચીત કરી. એક-બીજાની લાગણીઓને ઊંડાણથી સમજ્યા પછી, બંનેને અનુભવ થયો કે અમે એક-બીજા વિના રહી શકે તેમ નથી અને પોતાના સંબંધોને વધુ એક સુંદર તક આપવાનો નિર્ણય કર્યો. આ સમાધાનથી અમારા ફેન્સમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.'

હવે બહારની હસ્તક્ષેપ વગર થશે નવી શરૂઆત

આકૃતિએ પોતાની આ નવી સફરની શરૂઆત કરતા પહેલા એ સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે પોતાના સંબંધો વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ કે બાહ્ય બાબતોને નહીં આવવા દે. તેણે લખ્યું કે, 'અમે બંને એક-બીજા માટે પૂરતા છે અને ભવિષ્યના તમામ નિર્ણયો પરસ્પર સમજ, વિશ્વાસ અને પ્રેમ પર જ આધારિત હશે.' અંતે, તેણે પોતાના તમામ ચાહકો અને શુભેચ્છકોને નમ્ર અપીલ કરી છે કે તેઓ તેમના આ નિર્ણયનું સન્માન કરે અને તેમને એક નવી શરૂઆત કરવા દે.