For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાક ક્રિકેટરો હોટલમાં ફર્યા કરે છે અને માસ્ક પણ નથી પહેરતા, ન્યૂઝીલેન્ડે પાક ટીમને આપી આખરી વોર્નિંગ

Updated: Nov 28th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 28 નવેમ્બર 2020, શનિવાર

ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમના સાતમા ખેલાડીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.આ પહેલા 6 ક્રિકેટરો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે.

કોરોનાના નિયમોનુ પાલન કરવાની જગ્યાએ પાકિસ્તાની ખેલાડીઓ તમામ ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા હોવાથી ન્યૂઝીલેન્ડ સરકાર રોષે ભરાયેલી છે.હવે ન્યૂઝીલેન્ડ દ્વારા પાકિસ્તાની ક્રિકેટ ટીમને બાયો બબલ સિક્યુરિટીમાં રહેવા અંતિમ ચેતવણી આપવામાં આવી છે.ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયનુ કહેવુ છે કે, 53 સભ્યોની ટીમમાંથી પહેલા 6 અને હવે એક એમ સાત ખેલાડીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.બાકીનાના ટેસ્ટ નેગેટિવ છે.સીસીટીવી ફૂટેજથી ખબર પડી છે કે, હોટલમાં પાક ખેલાડીઓ સાથે ભોજન કરવા બેસે છે અને લોબીમાં પણ ફરતા હોય છે.હકીકતમાં ટીમે પહેલા ત્રણ દિવસ હોટલમાં પોતાના રુમમાં જ રહેવાનુ હતુ.તેની જગ્યાએ ખેલાડીઓ હોટલમાં ફરતા જોવા મળ્યા હતા.આમાંથી એક પણ ખેલાડીએ ચહેરા પર માસ્ક પણ પહેર્યો નહોતો.

પાકિસ્તાની ટીમને છેલ્લી ચેતવણી આપી દેવાઈ છે.એ પછી પણ જો પાક ટીમ ગાઈડલાઈનનો ભંગ કરશે તો ક્રિકેટ ટુર રદ કરીને પાકિસ્તાની ટીમને ઘરે પણ મોકલી દેવાની ન્યૂઝીલેન્ડની તૈયારી છે.પાકિસ્તાને ન્યૂઝીલેન્ડમાં 3 ટી 20 મેચ અને બે ટેસ્ટ મેચ રમવાની છે.


Gujarat