Sports

146 ખેલાડીઓ, જગ્યા માત્ર 27ની ! 28 ઓક્ટોબરે મેગા ઓક્શન, BCCIએ જાહેર કર્યું લિસ્ટ

By GS Team
19 Oct 20266 mins read
TukuTouch Logo
BCCI દ્વારા WPL 2027 માટે ખેલાડીઓની યાદી જાહેર કરાઈ છે. કોચીમાં 28 ઓક્ટોબરે સાંજે 5:30 વાગ્યે મેગા ઓક્શન યોજાશે. 5 ટીમો પાસે 27 સ્લોટ ભરવા 146 ખેલાડીઓ (119 ભારતીય, 27 વિદેશી) વચ્ચે જંગ થશે. સોફિયા ડંકલી અને સોફી મોલિનક્સની બેઝ પ્રાઇઝ 50 લાખ છે. ગયા વર્ષે RCB ચેમ્પિયન બન્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

146 ખેલાડીઓ, જગ્યા માત્ર 27ની ! 28 ઓક્ટોબરે મેગા ઓક્શન, BCCIએ જાહેર કર્યું લિસ્ટ

WPL 2027 Auction : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સોમવારે મહિલા પ્રીમિયર લીગની આગામી સીઝન એટલે કે WPL 2027 માટે યોજાનારા પ્લેયર્સ ઓક્શન માટે ખેલાડીઓની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. કેરળના કોચી ખાતે 28 ઓક્ટોબરે આ મેગા ઓક્શન યોજાશે, જેમાં કુલ 146 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. જોકે સૌથી રસપ્રદ બાબત એ છે કે, ટૂર્નામેન્ટની તમામ 5 ટીમો પાસે મળીને માત્ર 27 સ્લોટ્સ જ ખાલી છે. આ સંજોગોમાં 27 જગ્યાઓ ભરવા માટે 146 ખેલાડીઓ વચ્ચે જબરદસ્ત હરીફાઈ જોવા મળશે.

119 ભારતીય અને 27 વિદેશી ખેલાડીઓ વચ્ચે ખરાખરીનો જંગ

ઓક્શન પૂલમાં સામેલ કુલ 146 ખેલાડીઓમાંથી 119 ભારતીય ખેલાડીઓ છે, જેમાં 22 કેપ્ડ અને 97 અનકેપ્ડ પ્લેયર્સનો સમાવેશ થાય છે. વિદેશી ખેલાડીઓની યાદીમાં કુલ 27 ખેલાડીઓ છે, જેમાં એસોસિએટ દેશોના 6 પ્લેયર્સ પણ સામેલ છે. વિદેશી જૂથમાં 14 કેપ્ડ અને 13 અનકેપ્ડ ખેલાડીઓ નોંધાયેલા છે. તમામ 5 ફ્રેન્ચાઈઝી પાસે ઉપલબ્ધ કુલ 27 સ્લોટ્સમાંથી 20 જગ્યાઓ ભારતીય ખેલાડીઓ માટે છે, જ્યારે માત્ર 7 સ્લોટ્સ વિદેશી ખેલાડીઓ માટે ખાલી છે.

10 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીની બેઝ પ્રાઈઝ

આ હરાજીમાં ખેલાડીઓને 10 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીના બેઝ પ્રાઈઝ સ્લેબમાં વહેંચવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડની સોફિયા ડંકલી અને ઓસ્ટ્રેલિયાની સોફી મોલિનક્સ 50 લાખ રૂપિયાની સર્વોચ્ચ બેઝ પ્રાઈઝ સાથે મેદાનમાં છે. જ્યારે જી કમલિની, કિરણ નવગીરે, હીથર ગ્રેહામ અને જેસ જોનાસને પોતાની બેઝ પ્રાઈઝ 40 લાખ રૂપિયા રાખી છે. આ ઉપરાંત 30 ખેલાડીઓએ 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે બાકીના ખેલાડીઓ 20 લાખ અને 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ કેટેગરીમાં સામેલ છે.

કોચીમાં સાંજે 5:30 વાગ્યાથી શરૂ થશે ખેલાડીઓની હરાજી

WPL 2027નું આ પ્લેયર્સ ઓક્શન 28 ઓક્ટોબરે કોચી ખાતે યોજાશે, જે ભારતીય સમય અનુસાર સાંજે 5:30 વાગ્યે શરૂ થશે. પાંચેય ટીમો પોતાના બાકી બચેલા પર્સ અને જરૂરિયાત મુજબ યોગ્ય ખેલાડીઓ પર દાવ લગાવશે, જેથી ટીમનું સંતુલન શ્રેષ્ઠ બનાવી શકાય.

WPL 2027 ઓક્શનમાં સામેલ તમામ 146 ખેલાડીઓની યાદી

1… રાઘવી બિષ્ટ - રૂ.30 લાખ
2… સોફિયા ડંકલી - રૂ.50 લાખ
3… તેજલ હસબનીસ - રૂ.30 લાખ
4… જી કમલિની - રૂ.40 લાખ
5… કિરણ નવગીરે - રૂ.40 લાખ
6… આયુષી સોની - રૂ.30 લાખ
7… ચમારી અટાપટ્ટુ - રૂ.30 લાખ
8… ગ્રેસ હેરિસ - રૂ.30 લાખ
9… સોફી મોલિનક્સ - રૂ.50 લાખ
10… ઓર્લા પ્રેન્ડરગાસ્ટ - રૂ.30 લાખ
11… સ્નેહ રાણા - રૂ.30 લાખ
12… તાનિયા ભાટિયા - રૂ.30 લાખ
13… ઉમા છેત્રી - રૂ.30 લાખ
14… નુઝહત પરવીન - રૂ.30 લાખ
15… સુષમા વર્મા - રૂ.30 લાખ
16… મિથાલી અયોધ્યા - રૂ.30 લાખ
17… રોઝમેરી મેયર - રૂ.30 લાખ
18… તિતાસ સાધુ - રૂ.30 લાખ
19… સાયમા ઠાકોર - રૂ.30 લાખ
20… તાયલા વ્લાએમિન્ક - રૂ.30 લાખ
21… સાયકા ઇશાક - રૂ.30 લાખ
22… પ્રિયા મિશ્રા - રૂ.30 લાખ
23… નોનકુલુલેકો મ્લાબા - રૂ.30 લાખ
24… આશા શોભના - રૂ.30 લાખ
25… વૃંદા દિનેશ - રૂ.10 લાખ
26… હુમૈરા કાઝી - રૂ.10 લાખ
27… દિશા કાસત - રૂ.10 લાખ
28… ગૌતમી નાઈક - રૂ.10 લાખ
29… શ્વેતા શેરાવત - રૂ.10 લાખ
30… પૂર્વજા વર્લેકર - રૂ.10 લાખ
31… સુજાતા દેવ - રૂ.10 લાખ
32… ટેસ ફ્લિન્ટોફ - રૂ.10 લાખ
33… પૂનમ ખેમનાર - રૂ.10 લાખ
34… આનંદિતા કિશોર - રૂ.10 લાખ
35… ચાર્લી નોટ - રૂ.10 લાખ
36… પ્રગતિ સિંહ - રૂ.10 લાખ
37… ભાવિકા અહિરે - રૂ.10 લાખ
38… સારા બ્રાઈસ - રૂ.10 લાખ
39… લતિકા ઈનામદાર - રૂ.10 લાખ
40… શિવાની સિંહ - રૂ.10 લાખ
41… રીમા એક્કા - રૂ.10 લાખ
42… શ્રદ્ધા પોખરકર - રૂ.10 લાખ
43… યશસ્વી એસ - રૂ.20 લાખ
44… શબનમ શકીલ - રૂ.10 લાખ
45… એડલા સૃજના - રૂ.10 લાખ
46… સામંથા બેટ્સ - રૂ.10 લાખ
47… ભારતી રાવલ - રૂ.10 લાખ
48… શાનૂ સેન - રૂ.10 લાખ
49… પારુનિકા સિસોદિયા - રૂ.10 લાખ
50… સોનમ યાદવ - રૂ.10 લાખ
51… એનેરી ડર્કસેન - રૂ.30 લાખ
52… હીથર ગ્રેહામ - રૂ.40 લાખ
53… જેસ જોનાસન - રૂ.40 લાખ
54… કાયલા રેનેકે - રૂ.30 લાખ
55… ક્લો ટ્રાયોન - રૂ.30 લાખ
56… પ્રીતિ બોસ - રૂ.30 લાખ
57… શુચિ ઉપાધ્યાય - રૂ.30 લાખ
58… દેવિકા વૈદ્ય - રૂ.30 લાખ
59… સાનિકા ચાલકે - રૂ.10 લાખ
60… પ્રણવી ચંદ્રા - રૂ.10 લાખ
61… ઈરા જાધવ - રૂ.10 લાખ
62… શ્રદ્ધા નબીરા - રૂ.10 લાખ
63… તનીષા ઓહલાન - રૂ.20 લાખ
64… વર્ણિકા સિંહ - રૂ.10 લાખ
65… મેટલાન બ્રાઉન - રૂ.10 લાખ
66… કેથરીન બ્રાઈસ - રૂ.10 લાખ
67… ડાર્સી કાર્ટર - રૂ.10 લાખ
68… ઉમા કાશવી - રૂ.10 લાખ
69… અમનદીપ કૌર - રૂ.10 લાખ
70… જોશિતા વીજે - રૂ.10 લાખ
71… ખુશી ભાટિયા - રૂ.10 લાખ
72… રિયા ચૌધરી - રૂ.10 લાખ
73… બેબેટ ડી લીડે - રૂ.10 લાખ
74… પ્રજ્ઞા રાવત - રૂ.10 લાખ
75… અંશૂ અપૂર્વા - રૂ.10 લાખ
76… યશસ્વી કટ્ટા - રૂ.20 લાખ
77… નંદના શ્રીધરન - રૂ.10 લાખ
78… જ્યોતિ ઠાકુર - રૂ.10 લાખ
79… ગાર્ગી વાણકર - રૂ.10 લાખ
80… અપેક્ષા આનંદ - રૂ.10 લાખ
81… નિકિતા ચૌહાણ - રૂ.10 લાખ
82… કર્સ્ટી ગોર્ડન - રૂ.10 લાખ
83… શ્રેયા શ્રીવાસ - રૂ.10 લાખ
84… પૂનમ સોની - રૂ.10 લાખ
85… સિમરન બહાદુર - રૂ.30 લાખ
86… મોના મેશ્રામ - રૂ.30 લાખ
87… અંજલિ સરવાની - રૂ.30 લાખ
88… મેઘના સિંહ - રૂ.30 લાખ
89… મોનિકા દેવી - રૂ.10 લાખ
90… દિવ્યા ગણેશ - રૂ.10 લાખ
91… ભાવના ગોપલાની - રૂ.10 લાખ
92… હરસિમરન કૌર - રૂ.10 લાખ
93… આયશા શેખ - રૂ.10 લાખ
94… ઈંચરા ઉમેશ - રૂ.10 લાખ
95… નઝમા ખાન - રૂ.10 લાખ
96… વિધિ પરમાર - રૂ.10 લાખ
97… દીક્ષા શર્મા - રૂ.10 લાખ
98… શિવિ શર્મા - રૂ.10 લાખ
99… કનિષ્કા ઠાકુર - રૂ.10 લાખ
100… ગોંગડી તૃષા - રૂ.10 લાખ
101… સંધ્યા છેત્રી - રૂ.10 લાખ
102… રામ્યશ્રી કેએન - રૂ.10 લાખ
103… ચાંદની શર્મા - રૂ.10 લાખ
104… સુમિતિ સોની - રૂ.10 લાખ
105… અક્ષિતા ભગત - રૂ.10 લાખ
106… ઈશા ઓઝા - રૂ.10 લાખ
107… મેડી પેન્ના - રૂ.10 લાખ
108… આયુષી શુક્લા - રૂ.10 લાખ
109… અનાદિ તાગડે - રૂ.10 લાખ
110… ત્રિવેણી વશિષ્ઠ - રૂ.20 લાખ
111… મનાલી દક્ષિણી - રૂ.10 લાખ
112… રોશની કિરણ - રૂ.10 લાખ
113… પલનાતી ઋષિકા કૃષ્ણન - રૂ.10 લાખ
114… હેનરીટા પરેરા - રૂ.10 લાખ
115… તનીષા સિંહ - રૂ.10 લાખ
116… સોનલ ઠાકુર - રૂ.10 લાખ
117… કીર્તના બાલકૃષ્ણન - રૂ.10 લાખ
118… કિરા ચાથલી - રૂ.10 લાખ
119… સલોની ડાંગોરે - રૂ.10 લાખ
120… આર્યા ગોહાને - રૂ.10 લાખ
121… મિલી ઈલિંગવર્થ - રૂ.10 લાખ
122… નલ્લા રેડ્ડી - રૂ.10 લાખ
123… સુમન મીણા - રૂ.10 લાખ
124… સોનિયા મેંધિયા - રૂ.10 લાખ
125… અંશૂ નાગર - રૂ.10 લાખ
126… જ્ઞાનેશ્વરી પાટિલ - રૂ.10 લાખ
127… સહાના પવાર - રૂ.10 લાખ
128… કરી પૂજિથા - રૂ.10 લાખ
129… કાકુ બર્મન - રૂ.10 લાખ
130… વિદિશા દે - રૂ.10 લાખ
131… શિશિરા ગૌડા - રૂ.10 લાખ
132… ડિમ્પલ કુંવર - રૂ.10 લાખ
133… સોનાલી સિંહ - રૂ.10 લાખ
134… મિથિલા વિનોદ - રૂ.10 લાખ
135… ફાતિમા જાફર - રૂ.10 લાખ
136… કર્ણિકા કાર્તિક - રૂ.10 લાખ
137… ઈશિતા ખાલે - રૂ.10 લાખ
138… પ્રજ્ઞા રાવત - રૂ.10 લાખ
139… નીતુ સિંહ - રૂ.10 લાખ
140… સૌમ્યા સિંહ - રૂ.10 લાખ
141… જેઝમીન ગિલ - રૂ.10 લાખ
142… ભારતી સિંહ - રૂ.10 લાખ
143… કલ્પના સિંહ - રૂ.10 લાખ
144… પલક સિંહ - રૂ.10 લાખ
145… રેખા સિંહ - રૂ.10 લાખ
146… નિશા વર્મા - રૂ.10 લાખ

ગયા સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બની હતી ચેમ્પિયન

ઉલ્લેખનીય છે કે ગત સીઝન 2026માં સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ખિતાબ પોતાના નામે કર્યો હતો. એક રોમાંચક હાઈ-સ્કોરિંગ ફાઈનલ મેચમાં બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 203 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન જેમીમા રોડ્રિગ્સે સૌથી વધુ 57 રન ફટકાર્યા હતા. જવાબમાં RCBએ 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ વિશાળ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. તે મેચમાં કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 87 રનની શાનદાર ઈનિંગ રમીને ટીમને વિજય અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી.