એઆઈ ટેકનોલોજીના કારણે હ્યુમનોઈડ રોબોટ્સનું માર્કેટ બૂસ્ટ થયું

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- સર્જિકલ રોબોટ્સથી લઈને સુરક્ષાતંત્રને મદદરૂપ બને એવા એઆઈ હ્યુમનોઈડ રોબોટ્સની ડિમાન્ડ આ વર્ષે પાંચ ગણી વધી ગઈ છે
૧૯ મી સદીના માનવીને રોબોટ્સની કલ્પના રોમાંચક લાગતી હતી. ૨૦મી સદીના માનવીને રોબોટ્સથી કૂતુહલ થતું હતું. ૨૧મી સદીના માનવી માટે રોબોટ્સ કલ્પના પણ નથી અને કૂતુહલ પણ નથી - આજે ડગલ ને પગલે રોબોટ્સની હાજરી છે.
ઓદ્યૌગિક ક્રાંતિ પછી જ્યારે માણસે મશીનોથી દુનિયા ચાલતી હશે એવી કલ્પના કરી હતી તે અરસામાં જ રોબોટ્સની કલ્પના શરૂ થઈ હતી. ૧૯૨૦માં ચેક રિપબ્લિક કેરેલ કેપેકે સૌપ્રથમ રોબોટ શબ્દનો ઉપયોગ એક નાટકમાં કર્યો હતો. આઈઝેક આસિમોવે ૧૯૪૧માં રોબોટિક્સ શબ્દ આપ્યો. ને એ જ અરસામાં ઘણાં સંશોધકોએ રોબોટ્સ પર સંશોધનો આદર્યા હતા. એ રીતે ૧૯મી સદીની કલ્પનાએ ૨૦મી સદીમાં કૂતુહલનું સ્વરૂપ લીધું હતું.
આજે રોબોટ્સ આપણાં રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો છે. થોડા વર્ષો પહેલાં સમાચારોમાં રોબોટ્સની વાતો વાંચતા-સાંભળતા હતા, હવે આપણે આપણી આસપાસ ટેકનોલોજીની ઈવેન્ટ્સમાં હરતાં-ફરતાં રોબોટ્સ જોઈ શકીએ છીએ. તેની સાથે વાતો કરી શકીએ છીએ.
રોબોટિક્સની વ્યાખ્યા ખૂબ વિશાળ છે. રોબોટ્સ એટલે ઓટોમેટેડ પ્રોગ્રામ્ડ મશીન. આપણાં કામ-કાજમાં સરળતા લાવે અને આપણી હાડમારી ઓછી કરે એ તમામ મશીનો રોબોટ્સ છે એ તેની સરળ વ્યાખ્યા છે. આપણે જેને ખરેખર રોબોટ કહીએ છીએ એનો તો એમાં બહુ પછીથી સમાવેશ થયો. પહેલાં તો રોબોટ્સ એટલે ઓટોમેટેડ યંત્રો એવી વ્યાખ્યા હતી. રોબોટિક્સ જેને કહેવાય છે એમાં તો એક નાનકડાં મશીનનો પણ સમાવેશ થાય છે. ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં ખરેખર તો આજના રોબોટિક્સની ક્રાંતિ થઈ.
જગવિખ્યાત કાર ઉત્પાદક કંપની જનરલ મોટર્સમાં ૧૯૬૧માં યુનિમેટ નામના પ્રથમ રોબોટિક્સ મશીનને તૈનાત કરાયું એને પ્રથમ ઈન્ડસ્ટ્રિયલ રોબોટનો શ્રેય આપવામાં આવે છે. ઈન્ડસ્ટ્રિયલ રોબોટ્સની દુનિયા આજે બહુ મોટી છે. એક અંદાજ પ્રમાણે આજે દુનિયામાં ૪૫ લાખ ઈન્ડસ્ટ્રિયલ રોબોટ કાર્યરત છે. આ રોબોટના કારણે ઘણાં કામ સરળ બન્યાં છે. જોખમી કહેવાય એવા કામ પહેલાં માણસને કરવા પડતા હતા ને એમાં જીવનું જોખમ સર્જાતું હતું, પરંતુ હવે આ રોબોટિક્સ ક્રાંતિના કારણે એ કામ મશીન પાસેથી લઈ
શકાય છે.
આ રોબોટિક્સ દુનિયા ૨૧મી સદીના બીજા દશકા પછી એકધારી વિકસી રહી છે. સફાઈ કરતાં, સજકલ આસિસ્ટન્ટ્સ કે ડ્રોન કે વેરહાઉસમાં લોડિંગ કરતાં કે ઘરના કામમાં આવે એવા રોબોટ્સ તો ત્રણ કરોડથી વધુ હોવાની શક્યતા ઈન્ટરનેશનલ રોબોટિક્સ ફેડરેશન વ્યક્ત કરે છે. જેને ડોમેસ્ટિક રોબોટ્સ કહેવાય છે તેની ડિમાન્ડ ખૂબ વધી છે. ઘરેલું કામમાં મદદ કરતાં રોબોટ્સનું વેચાણ હવે આખી દુનિયામાં વધ્યું છે. દરેકે દરેક ક્ષેત્રમાં રોબોટ્સ ઉપયોગી થઈ રહ્યાં છે. બાંધકામથી માંડીને સફાઈ, હેલ્થકેરથી માંડીને ઘરકામ સુધીના ક્ષેત્રોમાં રોબોટ્સની માંગ વધી છે ને એમાં ઉમેરો થયો એઆઈ ટેકનોલોજીનો.
ટૂંકમાં, રોબોર્ટેએટલે ખાસ સોફ્ટવેરથી ચાલતા મશીનો. જેમાં રોબોટિક્સ આર્મ્સ કે ઓટોમેટેડ વાહન વગેરેનો સમાવેશ થાય છે, પરંતુ માનવશરીર જેવા દેખાતા રોબોટ્સને હ્મુમનોઈડ રોબોટ્સ કહેવાય છે. માણસની એક પ્રકારે નકલ કરતાં, માણસની જેમ ચાલતા, માણસ જેવું મસ્તક, હાથ, પગ, શરીર ધરાવતા રોબોટ્સ હ્મુમનોઈડ રોબોટ કહેવાય છે. દુનિયાનો પહેલો હ્મુમનોઈડ રોબોટ બનાવવાનો જશ જાપાનને મળે છે. ૧૯૭૩માં જાપાનની વાસેડા યુનિવર્સિટીએ બેવોટ-૧ નામનો રોબોટ બનાવ્યો હતો, એ સંપૂર્ણપણે માનવ જેવો દેખાતો હતો, પણ હા આજના આધુનિક હ્મુમનોઈડ રોબોટ્સની એની સાથે સરખામણીએ કરીએ તો એની ડિઝાઈન નબળી લાગે. હ્મુમનોઈડ રોબોટ્સનો જમાનો આવ્યો ૨૦૦૦ના દશકામાં. જાપાનની ઓટોમોબાઈલ ક્ષેત્રની જાણીતી કંપની હોન્ડાએ ઈ ને પી સીરિઝના જે હ્મુમનોઈડ રોબોટ્સ બનાવ્યા હતા તેણે નવો ચીલો પાડયો. તેને પ્રથમ ચાલતા રોબોટનું બહુમાન મળ્યું.
હ્યમનોઈડ રોબોટ્સની દુનિયામાં હોંગકોંગની હાનસન રોબોટિક્સ કંપનીએ સોશિયલ રોબોટ બનાવીને નવા યુગની શરૂઆત કરી. એનું નામ હતું સોફિયા. આ ફીમેલ રોબોટનો માત્ર આકાર નહીં, બાહ્મ દેખાવ પણ અદ્લ માણસ જેવો હોવાથી રોબોટિક્સની દુનિયામાં નવું પ્રકરણ આલેખાયું હતું. સોફિયાના કારણે હ્મુમનોઈડ રોબોટિક્સમાં એક છોગું વધુ ઉમેરાયું હતું, જે ફરીથી રોબોટિક્સના વિશ્વને નવી દિશા આપનારું હતું. રોબોટિક્સમાં ઉમેરાયેલા એ છોગાનું નામ હતું - એઆઈ.
એઆઈ ટેકનોલોજી સાથે હ્મુમનોઈડ રોબોટ્સનો સંગમ થતાં એ એઆઈ હ્મુમનોઈડ રોબોટ બને છે. હ્મુમનોઈડ રોબોટ્સ જે તે પ્રોગ્રામિંગ પ્રમાણે કામ કરે છે. જેને આપણે સાદી ભાષામાં ચિંધ્યું કામ કરતો રોબોટ કહી શકીએ. એઆઈ રોબોટ્સ ચિંધ્યાં સિવાયના કામો જાતે પણ કરે છે એટલે આ પ્રકારના રોબોટ્સનો યુગ આવી ગયો છે. હ્મુમનોઈડ રોબોટ્સનું સંચાલન માણસના માધ્યમથી થતું હતું, પરંતુ આટફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે રોબોટ્સ પ્રોગ્રામિંગ પ્રમાણે કામ કરી આપે છે. એ સોફ્ટવેર આધારિત હોવાથી એના સંચાલન માટે માણસની જરૂર માત્ર એને કમાન્ડ આપવા પૂરતી જ સીમિત છે. એકવાર કમાન્ડ આપ્યા પછી રોબોટ એમાં ડિઝાઈન થયેલા પ્રોગ્રામ મુજબ સોંપેલું કામ તો કરી જ બતાવે છે, પરંતુ વળતી ક્રિયા સામે પ્રતિક્રિયા પણ આપી શકે છે.
એના જ કારણે વિવિધ ક્ષેત્રમાં કામ કરતા રોબોટ્સ વધતા જાય છે. અલગ અલગ પ્રકારે ડિઝાઈન કરેલા રોબોટ્સ જુદાં જુદાં ક્ષેત્રમાં કામ કરે છે. જેમ કે, ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆએ રોબોટ ડિઝાઈન કરીને તેની પાસેથી ન્યૂઝ રીડિંગનું કામ કરાવ્યું. સજકલ રોબોટ્સ પણ હવે ઓપરેશનમાં મદદરૂપ બનતા થયા છે. તે એટલે સુધી કે ઓપરેશનના પરીક્ષણો પણ એની કામગીરી આશ્ચર્યજનક રીતે સફળ છે. દુનિયા આખીમાં નસગ સ્ટાફની અછત છે ત્યારે આવા ખાસ એઆઈથી ડિઝાઈન કરેલા રોબોટ્સ
ઉપયોગી થશે.
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના પોલીસ વિભાગ પાસે ૧૭ રોબોટ છે, જે ખાસ પોલીસની કામગીરીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન થયા છે. બોમ્બ સ્કવોડ જેવી જોખમી કામગીરી આ રોબોટ કરી શકે તેમ છે. દિલ્હીમાં ફાયર ફાઈટર્સ વિભાગમાં બે રોબોટ તૈનાત થયા છે. આગની ઘટનાઓ વખતે રોબોટ્સ જોખમી કામ કરે તો ફાયર ફાઈટર્સ પર તોળાતું જોખમ ઓછું કરી શકાય. દુનિયાભરમાં આવા જોખમી કામો હવે એઆઈ હ્મુમનોઈડ રોબોટ્સને સોંપવામાં આવે છે. ભારત, અમેરિકા જેવા ઘણાં દેશોમાં શિક્ષણમાં એઆઈ રોબોટ્સના પ્રયોગો થયા છે અને તે ભવિષ્યમાં શિક્ષકોની કમીને પહોંચી વળવામાં બેહદ મદદરૂપ બનશે. એઆઈ હ્મુમનોઈડ રોબોટ્સના પ્રયોગો તો એટલા સફળ થઈ રહ્યા છે કે ઘણી કંપનીઓને એના રોકાણમાં ફાયદો દેખાઈ રહ્યો છે.
કેલિફોનયાની રોબોટિક્સ કંપની ફિગર એઆઈએ હેલિક્સ-૦૨ નામનું મોડલ બનાવ્યું છે એણે તો આઠ કલાકની શિફ્ટમાં એકેય બ્રેક વગર એટલું કામ કરી બતાવ્યું કે તેનાથી ભવિષ્યમાં સેંકડો કામદારો બેકાર બનશે એવી ભીતિ વ્યક્ત થવા માંડી છે. ચીનમાં તો હવે રોબોટ્સની હરાજી માટેના શોપિંગ ફેસ્ટિવલ્સ યોજાવા લાગ્યા છે. તે એટલે સુધી કે ચીનના લશ્કરમાં એઆઈ હ્યુમનોઈડ રોબોટ્સની આખી બટાલિયન બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. ઘણી દુર્ગમ સરહદે માણસોને તૈનાત કરવાનું કપરું બન્યું છે ત્યારે ચીન આ હ્યુમનોઈડ રોબોટ્સને તૈનાત કરીને જોખમ ઘટાડશે.
દુનિયામાં દરરોજ ૫૦થી વધુ હ્યુમનોઈડ રોબોટ્સનું પ્રોડક્શન
અત્યારે અંદાજ એવો છે કે દુનિયામાં વર્ષે ૨૦ હજારથી વધુ એઆઈ હ્મુમનોઈડ રોબોટ વેચાઈ રહ્યા છે. ૨૦૨૨માં એઆઈ ચેટબોટ ચેટજીપીટી લોંચ થયા પછી એઆઈનો યુગ શરૂ થયો. એ પહેલાં જ એઆઈના પ્રયોગો તો સફળ થયા જ હતા ને સોફિયાને દુનિયાની પ્રથમ એઆઈ હ્મુમનોઈડ રોબોટ કહેવાય છે, પરંતુ ૨૦૨૪ પછી ડિઝાઈનર એઆઈ હ્મુમનોઈડ રોબોટ્સનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેના પરિણામે એક અંદાજ એવો છે કે ૨૦૨૮ સુધીમાં વર્ષે એક લાખ એઆઈ હ્મુમનોઈડ રોબોટ વેચાતા થઈ જશે ને ૨૦૩૦ સુધીમાં આ આંકડો વધીને ૧૦ લાખે પહોંચે તો પણ નવાઈ નહીં રહે. પ્રતિષ્ઠિત બિઝનેસ સામયિક ફોર્બ્સ તો એવો અંદાજ વ્યક્ત કરે છે કે ૨૦૩૫ સુધીમાં દર વર્ષે ૨૫ લાખ એઆઈ હ્મુમનોઈડ રોબોટ્સ વેચાતા હશે.
અત્યારે એઆઈ હ્મુમનોઈડ રોબોટ્સનું માર્કેટ ત્રણ અબજ ડોલરથી વધારે નથી. એક જ વર્ષમાં, ૨૦૨૭ના અંતે આ બિઝનેસ છ અબજ ડોલરને પાર પહોંચી જશે. એઆઈ હ્મુમનોઈડ રોબોટ્સની વૈશ્વિક માંગ કેટલી વધવાની હશે તેનો અંદાજ એ વાતે આવે કે ૨૦૩૦-૩૨ના ગાળામાં એનો વાષક વેપાર ૩૮ અબજ ડોલર થઈ જશે.
ટૂંકમાં આપણે જે એઆઈ રોબોટ્સના આશ્ચર્યજનક પરાક્રમો સાંભળીએ છે એ આગામી પાંચ વર્ષમાં અનેક ગણા થઈ જશે. તેની માનવજીવન પર કેટલી અસર થશે એ અત્યારે કલ્પનાનો વિષય છે.




