Shatdal

જંગલમાં ઝોમ્બી

By GS Team
29 Sep 20262 mins read
જંગલમાં ઝોમ્બી
  • તમે જોઈ?

ગ યા અઠવાડિયે થિયેટરમાં પાંચ-પાંચ હિન્દી ફિલ્મો રિલીઝ થઈ - 'વન', 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા', 'ડોન્ટ બી શાય', 'ઓયે ચિલ માર', 'લવ લોટરી' વત્તા છઠ્ઠી હોલિવુડની 'એવેન્જર્સ એન્ડગેમ: એન્કોર'. આ ઉપરાંત આગલા અઠવાડિયે રિલીઝ થયેલી 'વાઇબ', અને 'દાયરા' ઉપરાંત ગુજરાતી ફિલ્મ 'ચટણી' અને હોલિવુડની 'રેસિડન્ટ એવિલ' પણ થિયેટરોમાં ચાલે જ છે. આમાંથી કેટલીક ફિલ્મોના ઓનલાઇવ રિવ્યુઝની ઝલક મેળવીએ.
વન
અરે યાર, ડિજિટલ પ્લેટફોર્મ્સ પર એકએકથી ચઢિયાતા શોઝ આપનાર ટીવીએફની આ પહેલી ફિલ્મ હતી. બહુ અપેક્ષાઓ હતી, પણ મજા ન આવી.
એકલું ટીવીએફ શું કરે? 'વન'ની મેઇન પ્રોડયુસર તો એકતા કપૂર જ છેને?
મને તો સ્ટાર્ટથી એન્ડ સુધી બહુ મજા આવી.
વન-ટાઇમ વોચ છે. એન્ટરટેનિંગ છે.
'વન' જોતી વખતે મને સતત 'કંતારા' યાદ આવતી હતી… પણ ક્યાં 'વન' ને ક્યાં 'કંતારા'!
'વન'માં જમાવટ કરે એવાં બધાં તત્ત્વો છે - જંગલ, લોકવાયકા, રહસ્ય… પણ કોણ જાણે કેમ તેનો વ્યવસ્થિત ઉપયોગ ન થયો.
'વન' જોઈને સમજાયું ગયું - જંગલમાં જવાનું સેફ છે, થિયેટરમાં નહીં.
મસ્ત ફિલ્મ છે, યાર. ખોટેખોટી નેગેટિવ કમેન્ટ્સ ન કરો.
ઘટિયા… ઘટિયા… ઘટિયા…
મહાકાવ્ય
શ્રી રામાયણ કથા
આ ધાર્મિક ફિલ્મ છે કે કોમેડી ફિલ્મ?
હું તો ઇન્ટરવલમાં જ પાછો આવી ગયો. મહાબોગસ ફિલ્મ.
સીતામાતાના રોલમાં પેલી 'કચ્ચા બદામ'વાળી ઇન્ફ્લુએન્સર અંજલિ અરોરા' રિઅલી' આ લોકોની હિંમત કેવી રીતે ચાલતી હશે આવું કાસ્ટિંગ કરતા?
હું તો નમિત મલ્હોત્રાના પ્રોડક્શનમાં બની રહેલી રણબીર કપૂરવાળી રામાયણની અધ્ધર જીવે રાહ જોઈને
બેઠો છું.
આ આદિપુરુષ ૨.૦ છે.
આ ફિલ્મના એક સીનમાં વાંદરો બનેલો એક્ટર ચશ્માં ઉતારવાનું ભૂલી ગયો છે, બોલો. આને કહેવાય પીક ડિટેલિંગ! હી-હી-હી…
રેસિડન્ટ એવિલ
'રેસિડન્ટ એવિલ' જામે છે. હા, ઇમોશનલ કનેક્શનની અપેક્ષા ન રાખવી.
ગંધારા ઝોમ્બીઓ સાથે આમેય કોણ ઇમોશનલ કનેક્શન કરવા ઇચ્છશે'
એન્ડમાં મજા ન આવી. હીરો બચી ગયો હોત તો સારું થાત.
હાં, હીરો બેચારા અચ્છા લડકા થા.
જે લોકોએ આ વિડીયો ગેમ્સ રમી હશે એમને આ ફિલ્મમાં બહુ મજા આવશે. જે લોકો વિડીયો ગેમ્સ કે આ ફ્રેન્ચાઇઝી વિશે કશું જાણતા નથી, એમને પણ મજા આવશે. આ જ તો આ ફિલ્મની ખૂબી છે.
કમ્પ્યુટર-જનરેટેડ ઈમેજીસ જામતી નથી.
ફાડુ મૂવી હૈ યાર… મઝા આ ગયા.
નબળું રાઇટિંગ. બધો ખર્ચો સીજીઆઈમાં કરી નાખ્યો. એક્ટિંગ અને ડાયલોગમાં જરાય દમ નથી.
રેસિડન્ટ એવિલ સિરીઝની સૌથી નબળી ફિલ્મ.