આ રાઇઝિંગ સાઇન શું છે?

- સૂર્ય રાશિ (સન સાઇન) અને ચંદ્ર રાશિ (મૂન સાઇન) તો જાણે બરાબર છે, પણ…
- આપણે હરહંમેશ, ચોવીસે કલાક દિલ-દિમાગમાં જે લાગણીઓ, વિચારો કે ઇચ્છાઓ કૂદકા મારતી હોય તે પ્રમાણે વર્તી ન શકીએ. રોજ-બ-રોજના જીવનમાં આપણે જાતજાતનાં 'ફિલ્ટર'નો ઉપયોગ કરવો જ પડતો હોય છે. બસ, આ ફિલ્ટર થયેલું વ્યક્તિત્ત્વ એ જ તમારી રાઇઝિંગ સાઇન.
આપણે હરહંમેશ, ચોવીસે કલાક દિલ-દિમાગમાં જે લાગણીઓ, વિચારો કે ઇચ્છાઓ કૂદકા મારતી હોય તે પ્રમાણે વર્તી ન શકીએ. રોજ-બ-રોજના જીવનમાં આપણે જાતજાતનાં 'ફિલ્ટર'નો ઉપયોગ કરવો જ પડતો હોય છે. બસ, આ ફિલ્ટર થયેલું વ્યક્તિત્ત્વ એ જ તમારી રાઇઝિંગ સાઇન.
વોટ્'સ યોર રાશિ?
કોઈ આપણને આ સવાલ પૂછે એટલે જવાબમાં આપણે જન્માક્ષર પ્રમાણે જે રાશિમાં આપણો જન્મ થયો હોય તેનું નામ બોલીએ. કોઈને ત્યાં સંતાનનો જન્મ થાય ત્યારે એને સૌથી વધારે પૂછાતા સવાલોમાંનો એક સવાલ આ છે: કઈ રાશિ આવી બેબીની? આ વખતે પણ જન્માક્ષરનો જ આધાર લેતા હોઈએ છીએ. જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિના આધારે આપણી કુંડળી બને છે. આ પરંપરાગત વૈદિક જ્યોતિષ છે.
બીજા શબ્દોમાં કહીએ તો, આ આપણી 'મૂન સાઇન' છે. મૂન
એટલે ચંદ્ર.
યુવાનોને કે જેન-ઝી (જનરેશન ઝી, એકવીસમી સદીમાં જન્મેલાં ટીનેજર્સ ને યંગસ્ટર્સ)ને ગ્રહો-નક્ષત્રો કે એવા બધામાં સમજ પ્રમાણમાં ઓછી પડે છે એટલે એમના આ રીતે પૂછવું પડે: વોટ્સ યોર ઝોડિયેક સાઇન? જવાબમાં એ એરીઝ કે લિઓ કે લિબ્રા કે એવી કોઈક રાશિનું નામ લેશે.
આ સન સાઇન છે. સન એટલે સૂર્ય. સન સાઇન માટે 'સ્ટાર સાઇન' શબ્દપ્રયોગ પણ કરવામાં આવે છે.
માણસની સન સાઇન અને મૂન સાઇન અલગ અલગ હોય તેમ બને. અરે, મોટે ભાગે તો આ બન્ને જુદી જુદી જ હોય છે. ઉદાહરણ તરીકે, જન્માક્ષરમાં રાશિ મકર (ખ, જ) આવી એટલે ઓળીઝોળી કરીને તમારાં ફોઈબાએ તમારું નામ પાડયું, જયેશ. હવે, માની લો કે, તમારો જન્મદિવસ ૧૦ જૂન ૧૯૯૮ છે. તો તે પ્રમાણે તમારી સન સાઇન થઈ, જેમિની.
આમ, ૧૦ જૂન ૧૯૯૮ના રોજ જન્મેલા જયેશભાઈની પરંપરાગત વૈદિક જ્યોતિષશા અનુસાર મૂન સાઇન મકર (કેપ્રિકોર્ન) છે, પણ સન સાઇન મિથુન (જેમિની) છે.
સન સાઇન અને મૂન સાઇનમાં શો ફર્ક છે?
આપણું જ્યોતિષશા ઘણું વધારે સૂક્ષ્મ, ગહન અને વિસ્તૃત છે. તે માણસની આંતરિકતા વિશે ઘણું બધું કહે છે. સન સાઇન્સ માણસના બાહ્ય વ્યક્તિત્ત્વ અને તેના વર્તન-વ્યવહાર પર વધારે ભાર મૂકે છે. સન સાઇન પરથી ખબર પડે છે કે આપણો જન્મ થયો તે દિવસે સૂર્યની સ્થિતિ શી હતી.
મૂન સાઇન પરથી આપણા જન્મસમયે ચંદ્રની શી સ્થિતિ હતી તેની જાણકારી મળે છે. સૂર્ય કરતાં ચંદ્ર ઘણી વધારે ઝડપથી ગતિ કરે છે. સૂર્યને કુંડળીનાં બારેય રાશિઓમાં આંટો મારતા બાર મહિના લાગે છે, જ્યારે ચંદ્ર અઢી દિવસમાં ઘર બદલી નાખે છે. મૂન સાઇન આપણા વિચારો, ડર, ઇચ્છા, વાસના, સલામતી, અસુરક્ષા, ટૂંકમાં, સમગ્ર લાગણીતંત્ર સંબંધિત જાણકારી આપે છે. જન્મકુંડળીમાં ચંદ્રના હોવાથી એક પ્રકારનું સંતુલન પેદા થાય છે. જો ચંદ્ર સારો ન હોય તો જીવનના કોઈકને કોઈ તબક્કે પરિવારજીવન, કરીઅર અને સ્વાસ્થ્ય પર કુઅસરો પેદા થયા વગર રહેતી નથી. સૂર્ય માણસને ઉત્તેજિત કરી મૂકે છે, જ્યારે ચંદ્ર શાંત પાડે છે.
સન સાઇન અને મૂન સાઇન વચ્ચે ખૂબ ફર્ક જોવા મળે છે તેનું કારણ એ છે કે વૈદિક જ્યોતિષશા કર્મફળ અને આત્માની ગતિમાં માને છે, જ્યારે પશ્ચિમના રાશિ શામાં આવી કોઈ વિભાવનાઓ નથી.
આપણા વ્યક્તિત્ત્વ પર સૂર્ય અને ચંદ્ર બન્નેનો પ્રભાવ હોવાનો તે ખરું, પણ જો તમે જ્યોતિષમાં શ્રદ્ધા ધરાવતા હો તો આપણા પરંપરાગત શાોને અનુસરવું સારું. અંગ્રેજી છાપાંઓમાં જે સાપ્તાહિક ભવિષ્ય છપાય છે તે સન સાઇન્સ પર આધારિત હોય છે. જાણકારોનું કહેવું છે કે જો તમને તમારી સન સાઇન અને મૂન સાઇન બન્નેની જાણકારી હોય તો રોજ-બ-રોજના જીવનમાં લોકો અને પરિસ્થિતિઓ સાથે શી રીતે વ્યવહાર કરવો તે વિશેની આપણી સમજણ વધે છે.
સૂર્ય અને ચંદ્રના કોમ્બિનેશનના આધારે ઘણી બાબતો નક્કી થાય છે. જેમ કે, જો તમારી સન સાઇન ટોરસ (વૃષભ) હોય અને મૂન સાઇન કેન્સર (કર્ક) હોય તો આ એક ઉત્તમ સંયોજન છે. આનાથી વિરુદ્ધ અમુક કોમ્બિનેશન તકલીફ પેદા કરી નાખે છે. દાખલા તરીકે, જેમિની (મિથુન) સન સાઇન અને સ્કોપયો (વૃશ્ચિક) મૂન સાઇન જો ભેગા થાય તો ઘર્ષણ પેદા કર્યા વગર રહે નહીં. જો સન સાઇન અને મૂન સાઇન બન્ને એક જ હોય તો? તો તો ક્યા કહને. આનાથી ઉત્તમ બીજું કશું ન હોઈ શકે. આ સ્થિતિમાં તમને તમારા ગ્રહોનો બેવડો લાભ મળે છે. જેમ કે તમારી સન સાઇન અને મૂન સાઇન બન્ને એરીઝ (મેષ) હોય, તો તમારી ઉર્જાનો ગુણાકાર થઈ જાય. તમારું વ્યક્તિત્ત્વ વધારે બોલ્ડ અને એનર્જેટિક બને.
તમને તમારી સન સાઇન અને મૂન સાઇન એમ બન્ને પ્રકારની રાશિઓનાં લક્ષણો ક્યાં છે એની જાણકારી હોય તો પોતાની જાત વિશેની સમજણ વધે છે. બન્ને રાશિઓનાં યોગ્ય લક્ષણોનું મિશ્રણ કરીને તમે તમારી તાકાત અને પ્રભાવ વધારી શકો છો.
…અને હવે રાઇઝિંગ સાઇન!
ચાલો, સન સાઇન અને મૂન સાઇન એટલે શું એ તો આપણે સમજી લીધું, પણ હવે એક ત્રીજા પ્રકારની રાશિ વિશે જાણકારી મેળવવા તૈયાર થઈ જાઓ. આ ત્રીજી રાશિનું નામ છે, રાઇઝિંગ સાઇન અથવા એસેન્ડિંગ સાઇન (અંગ્રજીમાં અસેન્ડ એટલે ઉપર ચડવું, આરોહણ કરવું). પારંપરિક અર્થમાં એને 'લગ્ન' પણ કહે છે. એક બાજું પરંપરાગત જન્મકુંડળીમાંથી ઊપસતું આપણું વ્યક્તિત્ત્વ છે, બીજી બાજુ આપણું આંતરિક વ્યક્તિત્ત્વ છે અને ત્રીજી બાજુ એ વ્યક્તિત્ત્વ છે જે તમે દુનિયાને દેખાડો છો. માનો કે અંદરખાને તમે અસુરક્ષાના ભાવથી પીડાતા માણસ છો, પણ તમે ઇચ્છતા નથી કે તમારી ઇન્સિક્યોરિટી દુનિયા સામે આવે ને લોકો તમને નિર્બળ ગણી લે. આથી તમે દુનિયા સામે એકદમ કાન્ફિડન્ટ માણસ તરીકે પેશ થાઓ છો. ધારો કે તમે અંદરથી ખૂબ દુખી છો, પણ તમારે લોકો સામે બિચારા દેખાવું નથી. આથી તમે તમારા વર્તન-વ્યવહાર એવાં રાખો છો કે જેથી સામેના માણસને એમ જ થાય કે આ તો બહુ આનંદી અને ખુશમિજાજ માણસ છે. આપણે સામાજિક પ્રાણી છીએ. આપણે કંઈ હરહંમેશ, ચોવીસે કલાક દિલ-દિમાગમાં છે લાગણીઓ, વિચારો કે ઇચ્છાઓ કૂદકા મારતી હોય તે જ રીતે વર્તી ન શકીએ. રોજ-બ-રોજના જીવનમાં આપણે જાતજાતનાં 'ફિલ્ટર'નો ઉપયોગ કરવો જ પડતો હોય છે. બસ, આ ફિલ્ટર થયેલું વ્યક્તિત્ત્વ એ જ તમારી રાઇઝિંગ સાઇન.
તમે અમુક નિશ્ચિત છબઢબ અપનાવો છે, તમારી વાત કરવાની એક શૈલી છે, તમારા મિત્રો-સગાવહાલાના મનમાં તમારી એક ઇમેજ છે. જરૂરી નથી કે આ ઇમેજ તમારી સન સાઇન કે મૂન સાઇન જેટલી જ મહત્ત્વની હોય. અલબત્ત, તમે તમારી જાતને કેટલી ઢાંકી રાખો છો ને કેટલી ખુલ્લી કરો છો તે કંઈ ક્ષુલ્લક બાબત નથી. આના આધારે ઘણું બધું નક્કી થતું હોય છે.
રાઇઝિંગ સાઇન જાણવા માટે જન્મસમય જાણવો જરૂરી છે. રાઇઝિંગ સાઇન એટલે એ રાશિ જે તમારા જન્મ વખતે પૂર્વ દિશામાંથી ઉદય પામી રહી હતી, આરોહણ (અસેન્ડ) કરી રહી હતી. તેને લગ્ન પણ કહે છે. દરેકની કુંડળીમાં પહેલા ઘર પર લગ્નનો પ્રભાવ હોય છે. કુંડળીનું પહેલું ઘર 'સેલ્ફ'નું છે. એ તમારી 'પર્સનલ બ્રાન્ડ', બાળપણ અને તમે જીવન પ્રત્યે કેવો અભિગમ ધારણ કરશો તે દેખાડે છેદરેક રાશિનાં ચોક્કસ મૂળભૂત લક્ષણો છે, પણ વાસ્તવિક જીવનમાં તમારા વ્યક્તિત્ત્વમાં તમારી ખુદની રાશિ કરતાં બીજી કોઈ રાશિનાં લક્ષણો વધારે દેખાતાં હોય તેવું બને. બસ, બીજી કોઈ રાશિ એ જ તમારી 'રાઇઝિંગ સાઇન'. રાઇઝિંગ સાઇન તમારું બાહ્ય વ્યક્તિત્ત્વ છે, તમારું 'મહોરું' છે. તમે જીવનમાં આગળ વધશો તેમ તેમ શું શું શીખશો, કેવી પ્રતિભા ધરાવશો અને તમારી અંતરતમ ઝંખનાઓની પૂત કરવા માટે કેવો જીવનપથ અપનાવશો તે આ રાઇઝિંગ સાઇન કહી આપે છે.




