Shatdal

ઝારખંડના સ્ટુડન્ટ પ્રોટેસ્ટમાં વાંદાસમ્રાટો શોધ્યા જડતાં નથી...

By GS Team
11 Aug 20264 mins read
ઝારખંડના સ્ટુડન્ટ પ્રોટેસ્ટમાં વાંદાસમ્રાટો શોધ્યા જડતાં નથી...
  • રાંચીના પ્રોટેસ્ટમાં જંતર-મંતરના આંદોલન જેવું ગ્લેમર નથી! અહીં સોનમ વાંગચુક જેવું મોટું નામ નથી. મસ્તીમજાક અને કેમ્પસ ફેસ્ટિવલ જેવો માહોલ નથી.

દિલ્હીના જંતર-મંતર ગ્રાઉન્ડ પર જેન-ઝીનો પ્રોટેસ્ટ પૂરો થયો અને તેણે જાણે 'ખો' આપ્યો હોય તેમ રાંચી શહેરમાં ઝારખંડના સ્ટુડન્ટ્સનું આંદોલન શરૂ થઈ ગયું. પેપર લીક, ભ્રષ્ટાચાર અને ખાસ તો ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (જેપીએસસી) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (જેએસએસસી) દ્વારા કંડક્ટ કરવામાં આવતી સ્પર્ધાત્મક રિક્રુટમેન્ટ એક્ઝામ્સમાં જે ભયંકર ગોબાચારી થાય છે તેના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા. ભલે બન્ને વિદ્યાર્થીઓનાં આંદોલન રહ્યા, પણ દિલ્હીના પ્રોટેસ્ટની તુલનામાં રાંચીના પ્રોટેસ્ટની તાસીર ખાસ્સી જુદી છે. રાંચીના પ્રોટેસ્ટમાં જંતર-મંતરના આંદોલન જેવું ગ્લેમર નથી! અહીં સોનમ વાંગચુક જેવું મોટું નામ નથી. મસ્તીમજાક અને કેમ્પસ ફેસ્ટિવલ જેવો માહોલ નથી. ગાળાગાળી નથી. ભાજપની સરકાર નથી… અને હા, પેલી ક્રોકોચ જનતા પાર્ટીની મુખ્ય ત્રિપુટી - અભિજીત દિપ્કે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા પણ નથી! એમની ગેરહાજરી એમના રાજકીય ચારિત્ર્ય વિશે ઘણું બધું કહી જાય છે. તેઓ ખુદને ભલે બિનરાજકીય ગણાવતા હોય, પણ તેથી શું. એમની કરની અને કથનીમાં રહેલો ફર્ક બહુ જલદી સપાટી પર આવી રહ્યો છે. નેહા બોરા રાંચી જરૂર ગયાં, પણ ત્યાં એમના ચહેરા પર કાળી શાહી રેડાઈ. સોશિયલ મિડીયા પર લોકોએ આ કોક્રોચોને બરાબરને લબડધક્કે લીધા. ખાસ કરીને અભિજીત દિપ્કેને. નેટિઝન્સની કમેન્ટ્સ વાંચો…

જંતર-મંતરનો પ્રોટેસ્ટ પૂરો થયો એના આટલા બધા દિવસ થઈ ગયા… હજુ સુધી તારો ટાઇફોઇડ મટયો નથી, અભિજીત દિપ્કે? ટાઇફોઇડ એક અઠવાડિયામાં મટી જાય. હા, તમારે ઝારખંડ જવું જ ન હોય તો અલગ વાત છે. અહીં જેએમએમની સરકાર છે, જેણે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. જો તમે રાજકીય પક્ષોને ધ્યાનમાં રાખીને આંદોલન કરતા હો તો તમે ભારતના યુવાનોનો અવાજ નથી, તમે માત્ર વિરોધ પક્ષોની પિપૂડી છો.

ભાઈ અભિજીત, તૂ જા ક્યું નહીં રહા ઝારખંડ? મૈંને સુના તુમ્હેં ટાઇફોઇડ હો ગયા હૈ, લેકિન તૂ તો કલ કોકાકોલા પી રહા થા ઘર કે બાહર…

અરે, તને ટાઇફોઇડ થયો છે કે એઇડ્સ થઈ ગયો છે? સાજા થવાનું નામ કેમ નથી લેતો? ક્યારનો 'બીમાર છું-બીમાર છું'ના જ મંજિરાં વગાડયાં કરે છે આ માણસ.

વીડિયો કૉલ કરીને મોરલ સપોર્ટ આપવાથી શું વળવાનું છે? સદેહે હાજર રહીને ઝારખંડના સ્ટુડન્ટ્સની પડખે ઊભા રહેવું પડે, ભાઈ.

અલેલેલે… બાબુને ટાઇફોઇડ થઈ ગયો? એક કામ કર. બે બર્ગર ખાઈ લે. સાજો થઈ જઈશ. જુનેદભાઈને કહું તને બર્ગર મોકલી આપે?

ખાલી સોશિયલ મિડીયા પર પોસ્ટ કરવાથી નહીં ચાલે, ઝારખંડ જઈને ખુદ પ્રોટેસ્ટમાં શામેલ થાઓ. જે ભાષા જંતર-મંતરમાં બોલતા હતા એ જ ભાષા રાંચીના પ્રોટેસ્ટમાં બોલશો તો લોકો માનશે કે તમે ખરેખર સ્ટુડન્ટ્સની સાથે છો.

ભાઈ અભિજીત, સાંભળ, ઝારખંડ ન જવાનો નિર્ણય લઈને તે બરાબર જ કર્યું છે. તારે હજુ તો ભારતની વિદેશ નીતિ પર ધ્યાન આપવાનુું છે. તારે તો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારા સંબંધ હશે, રાઇટ? એટલે તારે ટ્રમ્પની મદદ લઈને મોદીજી, પુતિનજી અને ચીની ચાચા ત્રણેયને ઘૂંટણિયે લાવી દેવાના છે. પછી ઇરાનના પ્રવાસે જઈને શાંતિદૂત તરીકેની ભૂમિકા અદા કરવાની છે. પૃથ્વી શું કામ, સમગ્ર બ્રહ્માંડમાં શાંતિ સ્થાપવાનું કામ તારે જ કરવાનું છે, મિત્ર.

નેગેટિવ કમેન્ટ કરનારાઓને કહેવાનું કે અભિજીત તમામ સાચા મુદ્દાને સમર્થન આપી શકે છે, પણ બધી જગ્યાએ પર્સનલી હાજર રહી શકે તે જરૂરી નથી. સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન પણ ઘરે બેઠાં બેઠાં ટ્વિટ કરીને સમર્થન આપી રહ્યા છેને!

નહીં, બ્રો, નહીં…. આ ઝારખંડ છે, અમારે અહીં જંતર-મંતર જેવાં નાટક નથી જોઈતા. અમને અમારી રીતે શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરવા દો.

ઝારખંડમાં ન એક પણ સ્ટુડન્ટે પ્રાઇમ મિનિસ્ટરને ગાળ આપી કે ન કોઈએ ખરાબ ભાષા વાપરી. બધું શાંતિપૂર્વક અને અહિંસક રીતે આગળ વધી રહ્યું છે. આને કહેવાય સ્ટુડન્ટ પ્રોટેસ્ટ. સમજ્યો, અભિજીત દિપ્કે?

એક નંબરનો ખોટાડો.

અરે, આ રાંચી છે, કરાંચી નહીં. અહીં આવતાં ડરે છે શું કામ?

ઝારખંડ જવાના પૈસા નથી? ફન્ડ ખતમ થઈ ગયું?

જ્યાં છે ત્યાં જ પડયો રહેજે. ઝારખંડ જવાનું વિચારતો પણ નહીં. અહીં તારી કશી જરૂર નથી.

ઝારખંડ છે એટલે ઘરે બેઠાં બેઠાં સપોર્ટ કરું છું. દિલ્હી હોત તો ક્યારનો કૂદકા મારતો મારતો સ્ટેજ પર ચડી ગયો હોત.

  • લિખિતંગ, અભિજીત ખુજલીવાલ

ધર્મેન્દ્ર પ્રધાને તો રાજીનામું આપી દીધું, હવે તું રાજીનામું ક્યારે આપવાનો છો?

ઓ લિબ્રાન્ડુ, પંજાબ ક્યારે જઈશ?

આખી કોક્રોચ જનતા પાર્ટી સાગમટે બીમાર પડી ગઈ, બોલો! એક દિલ્હીના આંદોલનમાં આવા હાલ થઈ ગયા છે તો વિચાર કરો કે હજુ તો આખો દેશ બાકી છે.

ઝારખંડમાં ભાજપની સરકાર હોત તો ફટાક્ કરતો પહોંચી ગયો હોત.

ઝારખંડ દૂર પડે છે? તો પંજાબ તો જા!

અરે, ઝારખંડના સ્ટુડન્ટ્સ જ આ કોક્રોચોને કહી રહ્યા છે કે મહેરબાની કરીને અમારાથી તો આઘા જ રહેજો, અમને ક્લીન પ્રોટેસ્ટ જોઈએ છે, પ્રોટેસ્ટના નામે પોલિટિક્સ નહીં. અહીં આવીને ગંદકી ન કરતા.

અભિજીત-બભિજીત તો ઠીક છે મારા ભાઈ, આપણા મોદીસાહેબ શું કરે છે? એ કેમ પોતાના 'ફ્રાન્ડ્ઝ'ને મળવા ઝારખંડ નથી જતા?