Shatdal

શરીરસુખની ભૂખ ભયંકર મોંઘી પડી....

By GS Team
13 Oct 20264 mins read
શરીરસુખની ભૂખ ભયંકર મોંઘી પડી....
  • ટોપ્સીટર્વી-અજિત પોપટ
  • શ્રીમંત મહિલાઓને જોઇતી સેવા પૂરી પાડીને એ યુવાનો મોં માગી કિંમત વસૂલ કરતા

એ બધી રીતે સંપન્ન હતી. કરોડો રૂપિયાની માલકણ હતી. એના ગેરેજમાં વિશ્વની શ્રેષ્ઠ મોટરો પડી હતી. નોકરચાકર હતા. હવા ઉજાસથી ભરપુર બંગલો હતો. બંગલાની ચોતરફ હરિયાળું ગાર્ડન હતું. મેરિયન ફ્લીપો એ મહિલાનું નામ. આપણે એને મેરી કહીશું. એને કશાયની કમી નહોતી. પણ રોજ સાંજ પડે ત્યારે એનું શરીર ભૂખ્યું ડાંસ થઇ જતું. એના રોમે રોમમાં જાતીય સુખની ભૂખ ભડકા લેવા માંડતી. એ રાત્રે ઊંઘી શકતી નહોતી. રેશમી ગાદલા- તકિયા એને નિદ્રા આપી શકતાં નહોતાં. જો કે એ ઉંમરમાં સાવ નાની પણ નહોતી. લગભગ પચાસની આસપાસ પહોંચવા આવેલી. પણ શરીર સતત કશુંક માગતું રહેતું. વાત અમેરિકાના મેનહટ્ટન
રાજ્યની છે.
દુનિયાભરનાં બાળકો અને ટીનેજર્સને જે વિડિયો ગેમ્સનું જાણે વ્યસન થઇ પડયું છે. માતાપિતા ગમે તેટલું સમજાવે ંપણ આજનાં ટીનેજર્સ વિડિયો ગેમ્સ વિના રહી શકતા નથી. એવી ડઝનબંધ વિડિયો ગેમ્સમાં રોબ્લોક્સ નામની પણ એક વિડિયો ગેમ છે. મેરિયનના પતિ શાડ ફ્લીપોએ આ ગેમ શોધેલી. એના દ્વારા એ મબલખ કમાયો. પણ એ સંપત્તિ ભોગવવાનું એના ભાગ્યમાં નહોતું. એ પહેલા જ હાર્ટ અટેકમાં મરણ પામ્યો. આ દંપતીને કોઇ સંતાન નહોતું. કદાચ એટલે જ મેરિયન એકાંત સહી શકતી નહોતી.
આખરે એક દિવસ એણે હિંમત કરીને પોતાની એક ફ્રેન્ડને વાત કરી. એ ફ્રેન્ડ વીમેન્સ ક્લબમાં એની પાર્ટનર હતી. એ ફ્રેન્ડે એને એક ટેલિફોન નંબર આપ્યો. કાઉબૉય ફોર એન્જલ્સ નામની સંસ્થાનો આ નંબર હતો. આ સંસ્થા એકલવાયી શ્રીમંત મહિલાઓને હેન્ડસમ યુવાનો પૂરા પાડતી. આ યુવાનો ખરેખર તો ગીગોલો અર્થાત્ પુરુષ વેશ્યા હતા. શ્રીમંત મહિલાઓને જોઇતી સેવા પૂરી પાડીને એ યુવાનો મોં માગી કિંમત વસૂલ કરતા. આ ફોન નંબર મળતાં મેરી ઉત્તેજિત થઇ ગઇ. ક્લબમાંથી બંગલે પાછાં ફરી. ડિનર લીધું પછી નોકરોને એમના ક્વાર્ટરમાં મોકલી દીધા. ત્યારબાદ કાઉબાય ફોર એન્જલ્સમાં ફોન કર્યો.
બીજે દિવસે સવારે એને એક ફોન આવ્યો. બોલનાર યુવાનનો કંઠ ખરજનો ઘુંટાયેલો ઘેઘુર કંઠ હતો. એ કંઠમાં એક પ્રકારનું વશીકરણ હતું. મેરીએ એને એક પબ્લિક ગાર્ડનમાં મળવા બોલાવ્યો. એને જોતાંવેંત એ મોહી પડી. છ ફૂટ બે ઇંચની ઊંચાઇ, દરિયાનાં ઊછળતાં મોજાં જેવી આસમાની આંખો, આકર્ષક વ્યક્તિત્વ અને કસરતથી કસાયેલી કાયા. સંસ્થાએ એને આપેલું નામ ગ્રેગરી સ્ટાર. એનું સાચું નામ તો એ જ જાણે. મેરી એને પાગલની જેમ ચોંટી પડી. ગ્રેગરી સ્ટારે એેને હળવેથી પોતાના શરીરથી અળગી કરી અને વિવેકસભર શબ્દોમાં કહ્યું કે આપણે જાહેર સ્થળે છીએ. કોઇ સારી હાટલમાં જઇએ તો કેમ ?
પતિના અવસાન પછી મેરીએ હાટલના સ્યૂટમાં પહેલીવાર સેક્સનું સુખ માણ્યું. ગ્રેગરીની નગ્ન કાયા જોઇને એ વધુ ઉશ્કેરાઇ ગઇ. ગ્રેગરી સિક્સ પેક શરીર ધરાવતો હતો. મેરીને ખૂબ સંતોષ થયો. એણે ગ્રેગરીને એક ઑર આપી. કાઉબૉય ફોર એન્જલ્સ સાથે ગ્રેગરીના સહવાસ માટે એણે બે વર્ષનો કોન્ટ્રેક્ટ કર્યો. પછી તો જાણે મેરી બેફામ બની ગઇ. બંને લગભગ ચોવીસે કલાક સાથે રહેતાં થયાં. પિકનિક પર જતાં થયાં. નાટક-સિનેમા, પાર્ટી, વિદેશી ટુર્સ, એકમેકને ભેટસોગાદ આપવાની પ્રવૃત્તિ. મેરી ભૂલી ગઇ કે એ પુરુષ એક ગીગોલો છે. (ગીગોલો એટલે પુરુષ વેશ્યા).
ગ્રેગરી એની કમજોરી પારખી ગયો. એ ગમે ત્યારે મેરી પાસે નાનીમોટી રકમ માગતો. મેરી ગ્રેગરીના પ્રેમમાં પાગલ હોય એમ એને છૂટથી પૈસા આપતી.
ગ્રેગરીએ મેરીના પૈસે એક ખાસ પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી. મેરી એમ માનતી થઇ ગઇ કે હવે ગ્રેગરી મારા વિના નહીં રહી શકે. વાસ્તવમાં એ ભૂલી ગઇ કે એણે ગ્રેગરીની સંસ્થા સાથે કોન્ટ્રેક્ટ કર્યો છે. મોજશોખમાં એ કોન્ટ્રેક્ટ પૂરો થવા આવેલો. એક દિવસ સવારે એણે ગ્રેગરીને ફોન કર્યો. મોબાઇલ ફોનમાં એવો સંદેશો આવ્યો કે આ નંબર હવે મોજુદ નથી. મેરી ડઘાઇ ગઇ. એણે મોબાઇલ ફોન કંપનીમાં ફોન કર્યો. કંપનીએ પણ એવો જવાબ આપ્યો કે હવે આ નંબર ગ્રેગરીનો નથી.
મેરીએ કાઉબૉય ફોર એન્જલ્સમાં ફોન કર્યો. ત્યાંથી એવી માહિતી મળી કે ગ્રેગરી અમેરિકા છોડી ગયો છે. એ દૂબઇમાં સ્થાયી થયો છે. ત્યાં એણે એક કુશાંદે ફ્લેટ લીધો છે અને હવે ત્યાં જ રહેવાનો છે. મેરી ઉશ્કેરાઇને ચીસો પાડવા લાગી. નોકરો ચોંક્યા. તેમણે મેરીના વકીલને ફોન કર્યો. વકીલ તરત દોડી આવ્યો. એણે મેરીને શાંત પાડી અને હાલહવાલ પૂછયા. મેરી હવે ભાનમાં આવી. એણે પોતાની બેંકને પૂછયું કે મારા ખાતાંમાં કેટલા પૈસા છે એની માહિતી તત્કાળ આપો. બેંકે આપેલી માહિતી મુજબ ગ્રેગરી પોતાના બે વર્ષના મહેનતાણા પેટે ૬૦ લાખ ડૉલર્સ લઇ ગયો હતો. મેરીએ તરત પોલીસને ફોન કર્યો. પોતાના વકીલને આદેશ આપ્યો કે કોર્ટમાં કેસ કરો કે આ માણસ મને છેતરીને માતબર રકમ લઇને નાસી ગયો છે. નીચલી કોર્ટથી શરૂ કરીને છેક મેનહટ્ટન સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલ્યો. સુપ્રીમ કોર્ટ કાઉબાય ફોર એન્જલ્સ સંસ્થાને નોટિસ મોકલીને ગ્રેગરીનું દૂબઇનું એડ્રેસ મેળવ્યું. ગ્રેગરીને નોટિસ મોકલી. ગ્રેગરીના વકીલોએ ગ્રેગરી વતી સુપ્રીમ કોર્ટમાં પુરવાર કરી આપ્યું કે ગ્રેગરી સાથે મેરીએ કરેલા બે વર્ષના કોન્ટ્રેક્ટની મુદત પૂરી થઇ હતી અને બંને વચ્ચે થયેલા કરાર મુજબ અમારા અસીલે પોતાનું મહેનતાણું વસૂલ કર્યું છે. આમાં છેતરપીંડી કે લૂંટફાટનો સવાલ નથી.
સુપ્રીમ કોર્ટે મેરીને કહ્યું કે તમારી સાથે છેતરપીંડી થઇ હોવાના પુરાવા રજૂ કરો. મેરી પાસે એવા કોઇ પુરાવા તો હતા નહીં. એ પેલા કસરતબાજ યુવાન પાછળે ગાંડી થઇ હતી. એણે બહુ ધમપછાડા કર્યા પરંતુ કોર્ટ તો પુરાવા વિના કશું ચલાવી લે નહીં. સુપ્રીમ કોર્ટે મેરીનો કેસ કાઢી નાખ્યો. શરીરસુખની ભૂખ મેરીને બહુ મોંઘી પડી ગઇ.