તો દિલ્હી પ્રોટેસ્ટને સફળ ગણવો કે નિષ્ફળ?

- સત્તા પર બેઠેલાઓ પાસેથી જવાબ માગવાની હિંમત બધામાં હોતી નથી. પહેલા સરકારને સવાલ કરતાં શીખો, પછી યુવા પેઢીને જવાબદારીની સલાહો આપવા આવજો.
૧૦ ઓક્ટોબરે દિલ્હીમાં જબરું થયું. ખરેખર તો, ૯ ઓક્ટોબરથી જ આ અસાધારણ કહી શકાય તેવો ઘટનાક્રમ બનવાનો શરૂ થઈ ચૂક્યો હતો. કોકરોચ જનતા પાર્ટી અને કેટલીક ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ ૧૦ આક્ટોબરે જંતરમંતર ખાતે વિરોધ પ્રદર્શનનું એલાન આપ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી આ પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો. પણ હજારોની સંખ્યામાં પોલીસકર્મીઓ, અર્ધલશ્કરી દળોના જવાનોને રસ્તા પર ખડકી દેવામાં આવ્યા. કેટલાંય મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યાં, કેટલીક લાંબા અંતરની ટ્રેનો રદ કરવામાં આવી હતી. હજારો લોકોની પ્રદર્શન પહેલાં અને તે દરમિયાન અટકાયત કરવામાં આવી. સીજેપીના ત્રણેય યુવા નેતાઓ અભિજીત દિપ્કે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને તો દિલ્હીમાં લેન્ડ થયેલા પ્લેનમાંથી જ ડિટેઇન કરવામાં આવ્યા. આખરે લગભગ ૨૩ કલાકના ડ્રામા પછી એમને મુક્ત કરવામાં આવ્યો. તે માટે એક વર્ષ સુધી શાંતિ જાળવવાની શરત મૂકવામાં આવી. પ્રત્યેકે પચાસ-પચાસ હજાર રૂપિયાના જામીન બોન્ડ ભર્યા. બહાર આવતાંની સાથે જ સીજીપીના નેતાઓએ નવેસરથી રાગ આલાપ્યો: ના, આંદોલન તો ચાલુ જ રહેશે. તો પછી આ ૧૦ ઓક્ટોબરનો પ્રોટેસ્ટને સફળ ગણવો કે નિષ્ફળ૦ આ મામલે સોશિયલ મિડીયામાં રીતસર ઊભી તિરાડ પડી ગઈ છે.
પ્રોટેસ્ટ સફળ છે…
૧૦ ઓક્ટોબરના સુપરડુપર પ્રોટેસ્ટે એક વાત પૂરવાર કરી આપી: ભારતની દિશા અને દશા બન્ને હવે બદલાઈ ચૂક્યા છે. દેશમાં તાનાશાહી ખતમ થવાની શરૂઆત થઈ ગઈ છે. કોકરોચીસ… વી લવ યુ!
આપણે શહિદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને તો જોયા નથી, પણ આજે અભિજિત દિપ્કે, આશુતોષ રાંકા અને સૌરવ દાસની તેજતર્રાર ત્રિપુટીને જોઉં છું ત્યારે હૃદયમાં ભારે ટાઢક થાય છે અને લાગે છે કે ભગતસિંહ-રાજગુરૂ-સુખદેવ આવા જ દેખાતા હશે….
દેશની મજબૂત અને બહેતર પેઢી એ છે, જે ફક્ત દેશભક્તિના નારા લગાડતી નથી, બલ્કે સરકારને મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ અને સ્વાસ્થ્ય પર સવાલો પણ પૂછે છે. સરકારને સવાલ કરવો તે દેશવિરોધી કૃત્ય નથી, પણ આ એક જવાબદાર નાગરિક હોવાની નિશાની છે. સત્તા પર બેઠેલાઓ પાસેથી જવાબ માગવાની હિંમત બધામાં હોતી નથી. પહેલા સરકારને સવાલ કરતાં શીખો, પછી યુવા પેઢીને જવાબદારીની સલાહો આપવા આવજો.
પ્રોટેસ્ટને નિષ્ફળ કહેનારાઓમાં શું અંધ છે કે મંદબુદ્ધિ છે૦ તમે રસ્તા પર હજારોની સંખ્યામાં પોલીસ અને સૈન્યના જવાનોને ખડકી દો છો, પ્રોટેસ્ટ કરનારાઓ બહાર નીકળે તે પહેલાં જ એમને પકડી પકડીને અંદર કરી દો છો ને પછી ડંફાશ મારો છો કે પ્રોટેસ્ટ નિષ્ફળ રહ્યો? તમારામાં ચોથા ધોરણમાં ભણતા બચ્ચા જેટલી પણ અક્કલ છે કે નહીં?
સરકાર જો આટલી બધી કોન્ફિડન્ટ હતી તો પોલીસકર્મીઓ અને લશ્કરી જવાનોને રસ્તા પરથી હટાવી લેવા હતાને! તો સમજાઈ જાત કે કે પ્રોટેસ્ટ સફળ નહીં, સુપર સફળ થયો છે.
આ આવી ગયા સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓ, જે બીજેપીનાં જૂતાં ચાટવાને દેશપ્રેમ ગણે છે. દેશમાં લોકશાહી કચડાઈ ગઈ છે, પણ આ કૃત્ય કરનાર પાર્ટીના એકધારા ગુણગાન ગાયા કરવા તે અતિ ગંભીર અપરાધ છે. એ લોકો 'વોટચોરીના પૂરાવા આપો… વોટચોરીના પૂરાવા આપો…' કહ્યા કરે છે, પણ તેઓ આંખો ખોલીને પોતાની આસપાસ જોવા તૈયાર નથી.
પ્રોટેસ્ટ નિષ્ફળ છે…
અભિજિત દીપ્કે ને બીજા બેવકૂફ વાંદાઓએ અટકાયતમાંથી છૂટવા માટે બોન્ડ પર સહી કેમ કરી આપી?
જો ખરેખર એમનામાં દમ હોત તો આ કંડિશનલ મુક્તિને લાત મારી દેવી હતીને! એમને એક-બે દિવસમાં કસ્ટડીમાં રહેવું પડત, ને સોમવારે એમની લીગલ ટીમ આસાનીથી મેટરને હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી શકી હોત, જેના પરિણામાં એમને અનકંડીશનલ બેઇલ મળી ગયા હોત, યા તો પ્રિવેન્ટિવ પ્રોસિડિંગ્સને તેઓ ખાળી શક્યા હોત. બહાર નીકળીને તેઓ જે ફિશિયારી મારે છે એનો કશો મતલબ જ નથી.
અણ્ણા હઝારેએ ૨૦૧૧માં બોન્ડ પર સહી નહોતી કરી. તેથી એમને સાત દિવસ તિહાર જેલની જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા, જેના કારણે દેશમાં જોરદાર તરંગો સર્જાયા હતા, જોરદાર અન્ના-તરફી માહોલ સર્જાયો હતો. અણ્ણા તો જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થયા પછી પણ જ્યાં સુધી એમના ડિમાન્ડ પૂરી કરવામાં ન આવી ત્ચાં સુધી જેલમાંથી બહાર નહોતા આવ્યા. કોકરોચોએ એક મસ્ત મોકો ગુમાવ્યો છે.
રહિમન લાઠી રાખિએ, સરસોં તેલ પિલાઇ, ના જાને કિસ મોડ પર કોકરોચ મિલ જાઈ.
અરે આ બધા તો ભગતસિંહના અવતારો છે.. તો પછી ડિટેઇન કરવામાં આવે તો રાડારાડી શાના કરે છે?
અરે આ બધા તો ભગતસિંહના અવતારો છે.. તો પછી ડિટેઇન કરવામાં આવે તો રાડારાડી શાના કરે છે?
દિલ્હી પોલીસે આ વખતે સરસ કામ કર્યું.
એક પુરૂષ પોલીસ લેડીઝને હાથ ન લગાડી શકે, તો શું લેડી પોલીસ પુરૂષોને હાથ લગાડી શકે?
દેશના બુદ્ધિજીવીઓએ આવા નાજુક સમયમાં સરકારની પડખે ઊભા રહેવું જોઈએ અને જે કોઈ અરાજક ને તોફાની તત્ત્વો છે એમના વિરોધમાં અવાજ ઉઠાવવો જોઈએ.
રાહુલ કર્મ કરવા જાય છે ને કાંડ થઈ જાય છે…
દિલ્હી પોલીસના માણસો એક કોંગ્રેસી સપોર્ટરને રસ્તા પર ઊભા કરવા તાણખેંચ કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ આ જોઈને પહેલાં તો પાંચ-દસ સેકન્ડ વિચાર કર્યો કે મારે શું કરવું, ને પછી એ કોંગ્રેસી સપોર્ટરના પેટ પર બેસી ગયા, ને જમણા હાથ જોરથી એના ગળા પાસે ભીંસી દીધો. આ વીડિયો ખૂબ વાઇરલ થયો. મસ્તીખોર નેટિઝન્સ આવી 'અદ્ભુત પળ' પર કમેન્ટ કર્યા વિના રહે? વાંચો…
અરે, પણ આમ સપોર્ટરની ઉપર બેસી જવાય? આટલું ઓછું હોય તેમ એના ગળા પાસે જોરથી હાથ દબાવ્યો. પેલાનો શ્વાસ અટકી ગયો હોત ને ગુજરી ગયો હોત તો રાહુલ દિલ્હી પોલીસને દોષી ગણત. લેડીઝ એન્ડ જેન્ટલમેન… આ છે ભારતના લીડર ઓફ ઓપોઝિશન!
આ અસલી વીડિયો છે કે એઆઈ છે?
રાહુલ ગાંધીનો એક ઔર માસ્ટર સ્ટ્રોક!
જુઓ, રાહુલ ગાંધી બાયોલોજિકલ માણસ જ છે, એટલે એમનાથી તો ભૂલ થઈ શકે.
ચાલો, મોદી પોતાના સપોર્ટર માટે કંઈક તો કરે છે. અહીં તો મોદી પોતાના સમર્થકોને જ ધીબેડી નાખે છે.
રાહુલ ગાંધીના રિએક્શન ક્યારેક બહુ વિચિત્ર હોય છે, પણ સાચું પૂછો તો આ વાત ભાજપ સહિત તમામ નેતાઓને લાગુ પડે છે.
મને થાય કે આવી ચેષ્ટાઓ માણસમાં પોતાને ભારતના પ્રાઇમ મિનિસ્ટર તરીકે કલ્પના કરવાની હિંમત ક્યાંથી આવતી હશે?
હું તો દાંત કાઢી કાઢીને બઠ્ઠો થઈ ગયા.




