For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લાયનેસ ઓફ ઇન્ડિયા .

Updated: Nov 22nd, 2022

લાયનેસ ઓફ ઇન્ડિયા                                     .

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- મહિલારક્ષક પાસે ભલે ભણતરની ડિગ્રી ઓછી છે પરંતુ તેના કરતાં નિર્ભયતા, હિમ્મત, દ્રઢ મનોબળ અને તત્વરીત નિર્ણયશક્તિ જેવા વિષયોની હાઈક્લાસ ડિગ્રી છે આ હિમ્મતની કદરે મોદી સાહેબે તેમને 'લાયનેસ ઓફ ઈન્ડીયા'નો ખિતાબ આપ્યો છે

આપણે સામાન્ય વ્યક્તિઓ સિંહની ફક્ત ગર્જનાથી જ ડરી જઈએ, જ્યારે આ જાંબાઝ મહિલાઓ તો દરરોજ સવારથી સાંજ સુધી સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓ સાથે કામ કરે છે

જૂ નાગઢની આસપાસ સુંદર, પ્રકાશમય સવાર ઊગી છે. સૂર્યનારાયણનો પ્રકાશપુંજ ચારે બાજુ પથરાઈ ચૂક્યો છે. પરંતુ નેશનલ પાર્ક, ગીરના જંગલોમાં ઘટાટોપ, આચ્છાદિત વૃક્ષોને કારણે જંગલમાં પ્રકાશ પ્રવેશી શક્યો નથી, એટલે એમજ લાગે કે જાણે રાત્રી જ છે.

આવામાં એક મોટરબાઈકનો અવાજ સંભળાય છે, ઘર...ઘર...

કલ્પના કરી શકશે કોઈ વાચક કે કોણ હોઈ શકે બાઈક પર ? કોઈ કલ્પે, ગીરના પુરુષ રક્ષક ગાર્ડ. પરંતુ આ કલ્પનાની બહારની વાત છે...

એ છે ગીરના જંગલ અને સિંહની મહિલા ગાર્ડ પાથીજા...

ગીરમાં હાલની તારીખમાં ૫૨૩ સિંહો, સિંહણને તેના બચ્ચાઓ ઉપરાંત દીપડા, હરણો, ચિનકારા, નીલગાય, રાણીબીલાડા, જંગલી બીલાડા, વાંદરા, મગર વગેરે પ્રાણીઓ રહે છે. તેમાં આજે લગભગ ૨૦ થી ૩૦ મહિલાઓ વન્યરક્ષક તરીકે કામ કરે છે.

આપણે સામાન્ય માનવીઓ તો સિંહની ગર્જના સાંભળીને ધુ્રજી જઈએ અને બીક લાગે. જ્યારે આ મહિલાઓ સિંહો, સિંહલાને તેના બચ્ચા તેમજ દીપડા વગેરે જેવા પ્રાણીઓ સાથે દિવસ-રાત કામ કરે છે.

૨૦૦૭ માં મોદી સાહેબે એક નવતર પ્રયોગ કર્યો. મોદી સાહેબ મહિલા સશક્તિકરણમાં, કામ કરવાનો દ્રષ્ટિકોણ ધરાવે છે. આ દ્રષ્ટિકોણ હેઠળ, એક નવતર પ્રયોગ કર્યો. ગીરના વનરક્ષક (ફોરેસ્ટ ગાર્ડ)ની જગ્યાઓ પર મહિલાને લેવી તેવી જાહેરાત કરો.

આ જાહેરાત હેઠળ પ્રથમ વન્યરક્ષક રસિલા.

મહિલાની વરણી કરવામાં આવી ત્યારે ચારે બાજુ હોહા થઈ ગઈ. એક મહિલાને વન્યરક્ષક ? પરંતુરસીલા હિમ્મત ના હારી. પોતાની કાર્યદક્ષતાથી તેણે વન્યરક્ષક ગાર્ડ તરીકે જે કામગીરી નીભાવી તે જોઈ અન્ય વન કર્મચારીઓ, ઓફિસરો અને અન્ય લોકો મોંમા આંગળા નાખી ગયા. ચારે બાજુ તેના કાર્યની પ્રસંશા ફેલાઈ અને ફોરેસ્ટ ગાર્ડ તરીકે મહિલાઓ માટે દરવાજા ખૂલી ગયા. ફરી એક પૌરુષ આધિપત્યવાળા વ્યવસાયિક ક્ષેત્રમાં સ્ત્રીએ પગરણ માંડયા. આજે ગીરના જંગલમાં લગભગ ૨૫ થી વધારે મહિલાઓ ફોરેસ્ટ ગાર્ડ તરીકે કામ કરે છે.

આ મહિલા વનરક્ષક ગાર્ડ પાસે ભણતરની ડિગ્રી છે. તેના કરતા નિર્ભયતા, હિમ્મત, દ્રઢમનોબળ, તત્વરીત નિર્ણયશક્તિ અને મક્કમ મનોબળ જેવા વિષયની હાઈક્લાસ ડિગ્રી છે. આ ગુણોને કારણે તેમની કામગીરીની કિર્તી, એકલા ગુજરાતમાં નહિ, દેશ-વિદેશમાં ફેલાઈ છે.

આ મહિલા ગાડસ આખા જંગલમાં દિવસ-રાત ફરે છે. દરેકને જુદી જુદી કામગીરી સોંપવામાં આવી હોય છે.

કેટલીક મહિલાઓને સિંહ, સિંહણ, તેમના બચ્ચાની ગણતરીની કામગીરી સોંપવામાં આવી હોય છે. સવારથી તે બાઈક પર નીકળે છે. સિંહ વગેરેના પગલાઓ જુએ છે, તે પરથી તે સિંહ વગેરે ક્યાં ગયા તેનું પગેરૂ જોઈ તે રહેતા હોય તે જગ્યાએ જાય છે અને સિંહોની ગણતરી કરે છે, તેમને કોઈ ઈજા નથી તેની નોંધણી કરે છે. આ કાર્ય ખૂબ સાહસભર્યુ તેમજ અઘરું છે છતાં તેઓ પૂરી કાર્યદક્ષતાથી આ કામ કરે છે. કોઈ સિંહ કે બાળસિંહો મૃત્યુ પામ્યા છે તેની નોંધણી કરે છે.

કેટલીક મહિલાઓ ફક્ત કેટલી સિંહણો ગર્ભવતી બની છે, તે નોંધે છે સાથે જ સિંહણો ગર્ભવતી હોય, તેને કોઈ મુશ્કેલી તો નથી પડતીને તેની નોંધણી કરે છે. અને જો કોઈ બચ્ચાઓ તાજા જન્મયા હોય તો તેની સારસંભાળ લે છે. એવું જ કાર્ય દીપડા, મગર વગેરે પ્રાણીઓ માટે કરે છે.

આગવી મહિલા રક્ષક ગાર્ડ, પોતાનો અનુભવ કહેતાં જણાવે છે કે, હું ગર્ભવતી હતી ત્યારે છેલ્લા મહિનાઓમાં પણ બાઈક લઈ જંગલમાં મારા કામ પર જતી.

મેં ૧૯ બાળસિંહોની જિંદગી બચાવી છે. મારી માન્યતા હતી કે, છું એક બાળકની માતા છું તેમ, પેલા ૧૯ સિંહ બાળબચ્ચા ૧૯ માતાઓના સંતાન છે. અન્ય માતાઓના બાળકોને બચાવવા તે માતૃત્વનું કાર્ય છે માટે આ કાર્ય કરવાથી ઈશ્વર મને બચાવશે ને તેણે જ મને પ્રેરણા આપી છે.

આ મહિલા વન્યરક્ષકની ટીમ આ ઉપરાંત રોજ સિંહોના પગરખા શોધી તેમની ગુફા સુધી જાય છે અને ત્યાં સિંહોની હાલત જોઈ કંઈ ઈજા પામ્યા નથી તે ખાતરી કરે છે અને જો ઈજા પામ્યા હોય તો તે સિંહોને રેસ્ક્યુ (બચાવ) કરી અને વેટરનરી ડોકટર પાસે સારવાર કરાવે છે.

વન્યરક્ષકોની આ કામગીરી સાથે અન્ય પ્રાણીઓ દીપડા, ચીનકારા, નીલગાય, હરણાંઓ, મગરો વગેરેને પણ તેમની રીતે બચાવે છે. ઘણીવાર દીપડાઓ કૂવામાં ફસાઈ જાય કે મગરો કાદવમાં ફસાઈ જાય તો તેમને પણ તેમાંથી બચાવે છે.

આ ઉપરાંત જંગલમાં માલધારીઓ લાકડા લેવા માટે જંગલમાં આવે છે અને ઝાડ કાપે છે અથવા સળગાવે છે તે વખતે મહિલા વન્યરક્ષકો આ માલધારીઓને વૃક્ષો કાપવાથી કે આગ લગાડવાની કામગીરીમાં અવરોધ ઊભો કરી વૃક્ષોને બચાવે છે.

ઘણીવાર શિકારીઓની ટોળી હરણા, ચિંકારા વગેરે પ્રાણીઓના શિકાર માટે આવે છે તેમને પણ શિકાર કરતા અટકાવે છે.

આસપાસના ગામના ગ્રામવાસીઓ પુરુષ વન્યરક્ષકો ને પ્રાણીઓના બચાવ માટે કે જંગલની અન્ય બાબત માટે સહકાર આપતા ન હતા પરંતુ બહેનોની સમજાવટથી હવે ગ્રામવાસીઓ પણ પ્રાણીઓના રેસ્ક્યુમાં બહેનોને સહકાર આપે છે.

કોઈ ઋતુની મહત્તતા એટલે કે ૪૫ભ જેવી સખત ગરમી કે શિયાળાની ઠંડી કે ઘોર વરસાદ પણ આ મહિલાઓની કામગીરીમાં બાધારૂપ બનતા નથી.

મહિલા ગાર્ડની ગીરના જંગલમાં પ્રવૃત્તિઓ જોઈ ડીસ્કવરી ચેનલે જ એપિસોડ બનાવ્યા છે. જે ૪ સપ્ટેમ્બર ૨૨ ના રોજ પ્રકટ થઈ ચૂક્યા છે.

આ વન્યરક્ષક મહિલાઓ પર જાનવરો ત્રાટકવાનો ભય પણ રહે છે પરંતુ આ મહિલાઓ જાંબાઝ છે જરાય ડરતી નથી. કહે છે ને,

જેણે છોડયો જીવનમાં ડર,

તેને જીવનમાં સુખનું વર.

બસ આ છે ગીરના જંગલના મહિલા રક્ષકો જેને સો સો સલામ.

(ક્રમશઃ)

Gujarat