Shatdal
ઈશ્વરનો સાક્ષાત્કાર
By GS Team
13 Oct 20264 mins read

હું પ્રવાહીમાં રસ છું, સૂર્ય અને ચાંદમાં પ્રકાશ, વેદોમાં ઁ, આકાશમાં અવાજ છું, લોકોમાં હિંમત છું, જમીનમાં સુગંધ, આગમાં તેની ચમક, તપસ્વીઓનું તપ અને જીવધારીઓનું જીવન છું.
- ભગવાન શ્રીકૃષ્ણ
પ્રભુના સિંહાસન પાસે દયા બે રીતે મેળવી શકાય છે: પાપના ખુલ્લા એકરારથી અને કરેલાં ખોટાં કર્મેાને સુધારી લેવાથી. - ગુરુ ગ્રંથસાહેબ
હું ઈશ્વરથી ડરું છું અને ઈશ્વર પછી મુખ્યત્વે તેનાથી ડરું છું કે જે ઈશ્વરથી ડરતા નથી. - શેખ સાદી
ઈશ્વરનું સરનામું હૃદય છે, મન નહીં. - પાસ્કલ
એક સત્ય સ્વરૂપ પરમેશ્વરને વિજ્ઞાન અનેક નામે બોલાવે છે. - ઋગ્વેદ
યોગી શિવને પોતાના આત્મામાં જુએ છે, પથ્થર માટીની મૂર્તિમાં નહીં. જેઓ તેને પોતાનામાં નથી જોતા તેઓ તેને તીર્થેામાં શોધે છે. - શિવપુરાણ
પ્રથમ તું ઈશ્વરનો રાહ અને તેનું સત્ય શોધી કાઢ, પછી તને બધું મળી આવશે. - બાઈબલ
આપણી જરૂરીયાતો જેટલી ઓછી એટલા માટે ઈશ્વરની નજીક હોઈએ છીએ. - સોક્રેટીસ
ઈશ્વરનાં દર્શન આંખથી નથી થતાં, ઈશ્વરને શરીર નથી, તેથી તેનાં દર્શન શ્રદ્વાથી થાય છે. - ગાંધીજી
જ્યાં સત્ય અને પ્રેમ છે ત્યાં ઈશ્વર છે. - રેટી નોસ
તમારે પ્રભુને જોવા હોય તો તમારે પ્રભુમય બનવું જોઈએ. - બર્નાડ શૅા
આપણે ઈશ્વર પાસે માંગણી નહીં, પણ ભેટ લઈને જઈએ, ત્યારે આપણને તેનો સાક્ષાત્કાર થાય છે. - રવીન્દ્રનાથ ટાગોર
પરમાત્મા હંમેશાં કૃપાળુ છે. જે શુદ્વ અંતકરણથી તેની મદદ યાચે છે તેને તે અવશ્ય આપે છે. - સ્વામી વિવેકાનંદ
જેવી રીતે પક્ષી દિવસ દરમિયાન ચારે તરફ ફરે છે, પરંતુ સાંજના સમયે તે પોતાના માળામાં આવીને સ્થિર થઈ જાય છે, તેવી રીતે જ જીવાત્મા જ્યારે સંસારના બધા પ્રકારનાં કામોમાં થાકીને ભટકી જાય છે ત્યારે વિશ્રામને માટે પરમેશ્વર પાસે પહોંચી જાય છે. - વિનોબા ભાવે
હું કૈલાસમાં કે વૈકુંઠમાં નથી રહેતો, મારો વાસ ભક્તોના હૃદયમાં છે. - અજ્ઞાત
જીભની ભાષા માણસો સારી રીતે સમજી શકે છે, હદયની ભાષાને ઈશ્વર ઉત્તમ રીતે સમજી શકે છે.
-વૉરરિક
માત્ર શાસ્ત્ર વાંચીને ઈશ્વરને જાણવો તે એવું છે કે જેમ નકશામાં બનારસ શહેરને જોઈને કોઈનેય એનું વિવરણ સંભળાવવું. - રામકૃષ્ણ પરમહંસ
ઈશ્વર એક શાશ્વત બાળક છે, જે શાશ્વત બાગમાં શાશ્વત રમી રહ્યો છે. - શ્રી અરવિંદ
ઈશ્વરના બે નિવાસસ્થાન છે: એક વૈકુંઠમાં અને બીજું નમ્ર અને કૃતજ્ઞા હૃદયમાં. - આઈ ઝેક વૉટ્સન
હે ઈશ્વર! મારી દરેક જરૂરિયાત વખતે હું તારા તરફ આશાની મીટ માંડું છું અને મારી આશા કદી નકામી જતી નથી. હું તારો સ્પર્શ અને શાશ્વત પ્રેમ અનુભવું છું અને બધું ફરી રૂડું થઈ જાય છે.
-ર્લાંગફેર્લેા
ઈશ્વર મનુષ્યને કહે છે કે હું તારે માટે મનુષ્ય બનું છું. માટે તુ મારે માટે ભગવાન નહીં બને તો મને અન્યાય કરીશ. - મિસ્ટર એકહાર્ડ
જ્ઞાન, ઉપાસના અને કર્મ- આ ઈશ્વરપ્રાપ્તિના ત્રણ જુદા જુદા માર્ગ નથી,આ ત્રણેય મળીને એક જ માર્ગ છે. - લોકમાન્ય તિલક
કોઈએ એક સંતને ખંજર માર્યું. સંતે કહ્યું :'તું પણ ભગવાન છે.' - રેનૉલ્ડ નીવર
ઈશ્વરની કોઈ બૌદ્વિક પરિભાષા આપી શકાય નહી. એની તો આત્માથી જ અનુભૂતિ થઈ શકે. - ડૉ. રાધાકૃષ્ણન્
ઈશ્વર પોતાના બાળકોની આંખો કદી આંસુથી ધુએ છે, જેથી તેઓ તેની પ્રકૃતિ અને આદેશ બરાબર વાંચી શકે. - કાઈલર
આ વિશ્વને જોઈને મને આશ્ચર્ય થાય છે. હું એ વિચારી પણ શક્તો નથી કે માણસ દેખાય છે, પણ એનો રચયિતા દેખાતો નથી. - વૉલ્ટેર
ઈશ્વર સદા ભક્તના હૃદયમંદિરમાં રહે છે અને પોતાના પ્રિય ભક્ત સાથે હંમેશ વાર્તાલાપ કરે છે. - સ્વામી રામદાસ
તમે પરમેશ્વરને ભલે જાણતા ન હો,પણ ઓછામાં ઓછું એનાં લક્ષણોને તો જાણો. - અલ-હલાજ
પ્રેમનું મંદિર બનાવવામાં આવે એવી આશા ઈશ્વર રાખે છે,જ્યારે માણસો પથ્થરનું મંદિર બનાવે છે. - રવીન્દ્રનાથ ટાગોર
ઈશ્વર જેના પર પ્રસન્ન થાય છે તેને ત્રણ પ્રકારનો સ્વભાવ દે છે: નદી જેવી દાનશીલતા, સૂરજ જેવી ઉદારતા અને પૃથ્વી જેવી સહનશીલતા. - વાયજિદ બસ્તામી
ઈશ્વરનો ટેલિફોન નંબર છે નિરહંકારતા. - કોકિલ સાઈ
મનુષ્યથી ડરવું એ ઈશ્વર પ્રત્યેના વિશ્વાસના અભાવનું દ્યોતક છે. - ગાંધીજી
ઈશ્વરને કોઈ માણસ વહાલો નથી કે કોઈ અળખામણો નથી. - પીટર
ઈશ્વરનો દરવાજો ઊંચા દિલથી ખખડાવનારને માટે તે બંધ નથી. ભલે એના ભૂતકાળમાં ભૂલો અને પતન પડેલાં હોય. - શ્રી અરવિંદ
જે વિધવાના આંસુ લૂછી ન શકે કે અનાથ બાળકોનાં મુખમાં રોટીનો ટુકડો ન મૂકી શકે, તેવા ધર્મ કે ઈશ્વરમાં મને શ્રદ્વા નથી. - સ્વામી વિવેકાનંદ
મોજશોખને નહિ, પ્રભુને ચાહો. - કાર્લાઈલ
જ્યાં સુધી ઈશ્વર પર આધાર રાખીને આપણે કામ કરીએ છીએ ત્યાં સુધી એ આપણને સહાય કરે છે. જ્યારે આપણે આપણી યુક્તિઓ પર આધાર રાખીને કામ કરીએ છીએ ત્યારે એ અસફળતા આપીને આપણને જગાડે છે. - કાયલર
તમે જો ઈશ્વરને શોધો છો તો તેને શોધવાની જરૂર નથી. તમે પોતે જ ઈશ્વર છો. જે વસ્તુ કદી ખોવાઈ નથી તેને ક્યાં શોધો છો ? તમારા વિના બીજી છે જ નહીં, ક્યાં આજો છો ? - શમ્સ તબરેજી




