Shatdal

'મોદીજી'એ મૂડીરોકાણની ભલામણ કરી

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
બેંગ્લુરુના નાગેશ નામના 39 વર્ષીય વ્યક્તિએ વડાપ્રધાન મોદી અને અનંત અંબાણી જેવી સેલિબ્રિટીઝના ફેસબુક વીડિયોથી પ્રેરિત થઈને ઓનલાઈન રોકાણ કર્યું. તેમને ‘વન ટુ માર્કેટ્સ’ કંપનીના પ્રતિનિધિઓએ ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરનું આકર્ષણ આપી, કુલ રૂ. 7.66 લાખનું નુકસાન પહોંચાડ્યું. છેતરાયાનો ખ્યાલ આવતા, તેમણે સપ્ટેમ્બરમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મોદીજી'એ મૂડીરોકાણની ભલામણ કરી

ભારતના ‘ટેક કેપિટલ’ ગણાતા બેંગ્લુરુના એક રહેવાસીએ હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી નિર્મલા સિતારામન તથા અનંત અંબાણી અને સુધા મૂર્તિ જેવી સેલિબ્રિટીઝ પર આંધળો વિશ્વાસ મૂક્યો અને રૂ.૭.૬૬ લાખ જેવી રકમ ગુમાવી.
આપણે એ ૩૯ વર્ષના એ રહેવાસીને ‘નાગેશ’ તરીકે ઓળખીએ. તેમણે હવે પોલીસ ફરિયાદ નોંધાવીને જણાવ્યું કે જુલાઈ મહિનામાં તેમણે ફેસબુક પર વડાપ્રધાન તથા અન્ય વ્યક્તિઓના વીડિયો જોયા. એમાં એ સૌ ચોક્કસ પ્રકારે ઓનલાઇન મૂડી રોકાણ કરવાની ભલામણ કરતા જોવા મળ્યા!
આવા મહાનુભાવોની ભલામણ સાથે સારું વળતર મળતું હોવાનું જોઇને નાગેશે એ વીડિયો પર આપેલી લિંક ક્લિક કરી અને રૂ. ૨૨ હજાર ટ્રાન્સફર કરીને પોતાના મૂડીરોકાણની શરૂઆત કરી. થોડા સમયમાં તેમને +44 ફોન કોડથી શરૂ થતા પાંચ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા. આ ફોન કોડ યુકેનો છે. કોલ કરનારી વ્યક્તિઓએ કહ્યું કે તેઓ ‘વન ટુ માર્કેટ્સ’ નામની કંપનીના પ્રતિનિધિ છે અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરીને નાગેશ વધુ વળતર મેળવી શકે છે. એ લોકોએ નાગેશને નામે એક ફોરેક્સ એકાઉન્ટ પણ ખોલાવી આપ્યું. ત્યાર પછી નાગેશે આખા મહિના દરમિયાન જુદાં જુદાં ટ્રાન્ઝેકશન કરીને રૂા. ૭.૬ લાખ ટ્રાન્સફર કર્યા. એ પછી તેમણે પોતાના એ એકાઉન્ટમાંથી રકમ ઉપાડવાની કોશિશ કરી તો સામેના છેડાના લોકોએ વધુ રોકાણ કરવાની માગણી કરી. નાગેશે પોતે છેતરાયા છે એવો ખ્યાલ આવતાં છેવટે સપ્ટેમ્બર મહિનામાં પોલીસ ફરિયાદ નોંધાવી.