World

બાળક સાથે હેલિકોપ્ટરમાંથી ઉતરતી વખતે ઉષા વેન્સ પડતાં પડતાં રહી ગયા, નક્કામા નીકળ્યા સિક્યોરિટી ઓફિસર, VIDEO જોઈ ભડક્યા યુઝર્સ

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના મેરીલેન્ડમાં હેલિકોપ્ટરમાંથી ઉતરતી વખતે યુએસ સેકન્ડ લેડી ઉષા વેન્સ 9 સપ્તાહના પુત્ર સાથે લપસી પડ્યા હતા. સિક્યોરિટી ઓફિસરો તમાશો જોતા રહ્યા, પણ ઉષા વેન્સે સમયસૂચકતા વાપરી રેલિંગ પકડી લેતા મોટી દુર્ઘટના ટળી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સુરક્ષાકર્મીઓની સંવેદનહીનતા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

બાળક સાથે હેલિકોપ્ટરમાંથી ઉતરતી વખતે ઉષા વેન્સ પડતાં પડતાં રહી ગયા, નક્કામા નીકળ્યા સિક્યોરિટી ઓફિસર, VIDEO જોઈ ભડક્યા યુઝર્સ

Usha Vance Viral Video : અમેરિકાના મેરીલેન્ડમાં હેલિકોપ્ટર પરથી ઉતરતી વખતે યુએસના સેકન્ડ લેડી ઉષા વેન્સનો પગ લથડતાં તેઓ નવ સપ્તાહના પુત્ર સાથે પડતાં-પડતાં માંડ બચ્યા હતા. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી અને શરમજનક બાબત એ રહી કે, માત્ર બે-ત્રણ ફૂટના અંતરે તહેનાત સિક્યોરિટી ઓફિસરોએ તેમને સંભાળવા હાથ લંબાવવાની પણ તસ્દી ન લીધી અને માત્ર તમાશો જોતા ઊભા રહ્યા. ઉષા વેન્સે સમયસૂચકતા વાપરી તુરંત રેલિંગ પકડી લેતાં પુત્ર એલેક સાથે મોટી દુર્ઘટના ટળી હતી.

સુરક્ષાકર્મીઓની સંવેદનહીનતા સામે લોકોમાં ભારે આક્રોશ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સુરક્ષાકર્મીઓની આવી લાપરવાહી અને સંવેદનહીનતા સામે ઉગ્ર સવાલો ઊભા થયા છે. યૂઝર્સ આકરા પ્રહારો કરી રહ્યા છે કે, જો સેકન્ડ લેડી પોતાના નવજાત શિશુ સાથે પડી રહી હોય ત્યારે પણ મદદ માટે આગળ ન વધવું એ કેવો સુરક્ષા પ્રોટોકોલ? તેમની પાછળ 4 વર્ષની પુત્રી મિરાબેલ સાથે હેલિકોપ્ટર પરથી નીચે ઉતરી રહેલા ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સનું ધ્યાન કદાચ આ તરફ ગયું નહોતું અને તેઓ નીચે આવી સીધા પરિવાર સાથે જોડાયા હતા.

અલાસ્કા ચૂંટણી પ્રચાર યાત્રા દરમિયાન બની ઘટના

આ સમગ્ર બનાવ ત્યારે બન્યો જ્યારે વેન્સ પરિવાર મિડ-ટર્મ ચૂંટણીના પ્રચાર અર્થે અલાસ્કા જવા રવાના થઈ રહ્યો હતો, જ્યાં જેડી વેન્સ રિપબ્લિકન સેનેટર ડેન સુલિવાનના સમર્થનમાં રેલી સંબોધવાના છે. આ પ્રવાસ સાથે ઉષા વેન્સ અમેરિકાના તમામ 50 રાજ્યોની યાત્રા પૂર્ણ કરશે. નોંધનીય છે કે વેન્સ પરિવારમાં ગત 19 જુલાઈએ જન્મેલો એલેક તેમનું 4થું બાળક છે, જેની સાથે 9 વર્ષનો ઇવાન, 6 વર્ષનો વિવેક અને 4 વર્ષની મિરાબેલ પણ પરિવારમાં સામેલ છે.