વધતા જતા વૃદ્ધાશ્રમ - શરમથી માથું ઝુકી જશે...

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- દ ર વર્ષે કેટલાય વૃદ્ધ માતા-પિતાને એમના સંતાનો તેમને બાંકેબિહારીનાં દર્શન કરાવવાના બહાને વૃન્દાવન લાવ્યા પછી તેમને રસ્તા પર લાવારીસ હાલતમાં છોડીને ચાલ્યા જાય છે.
હિં દુ ધર્મની કોઈપણ પૂજા ભગવાન ગણેશની સ્થાપના વિના શરુ થતી નથી. એક વખત ભગવાન શંકરે ગણેશજી અને તેમના ભાઈ કાર્તિકેયજીને સમગ્ર ભ્રમાંડની પરિક્રમા કરવાનું કહ્યું. કાર્તિકેયજી માતા-પિતાની આજ્ઞાનું પાલન કરી ભ્રમાંડની પરિક્રમા કરવા નીકળી પડયા જ્યારે ગણેશજીએ પોતાના પિતા ભગવાન શંકર અને માતા પાર્વતી દેવીની પરિક્રમા કરી અને સમજાવ્યું કે માતા-પિતા જ તેમના માટે સમગ્ર ભ્રમાંડ છે.
આ એજ ભગવાન ગણેશની ભૂમિ એવા ભારત દેશમાં આજે ૭૦૦થી વધુ વૃદ્ધાશ્રમો છે. જ્યાં મોટાભાગના વૃદ્ધો એવા છે જેમને પોતાની જ આંખના તારલાઓએ વૃદ્ધાવસ્થામાં એટલું દુ:ખ આપ્યું કે તેઓ સ્વાભિમાન સાથે પોતાનું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં પાછલી જિંદગી જીવવા આવી ગયા છે. વૃદ્ધાશ્રમમાં રહેતા એક વૃદ્ધને પૂછાયું કે ''તમે અહિયા કેવી રીતે આવ્યા?'' ત્યારે એમણે જવાબ આપ્યો કે ''મારા બંને દિકરાઓએ મને કહ્યું કે ચાલો તમારી દવા કરાવવા ડોક્ટર પાસે જઈએ. બસ એજ દિવસથી એ લોકો મને અહિયા મૂકી ગયા. મને અહિયા આવ્યાને ૪ મહિના થયા છે.''
એક કડવું સત્ય એ છે કે એક માતા-પિતા ૪ બાળકોને એકલે હાથે ઉછેરીને મોટા કરી શકે છે. પરંતુ ૪ બાળકો ભેગા મળીને પણ પોતાના માતા-પિતાને સાચવી શકતા નથી.
એક નાની વાર્તા છે. એક માતા-પિતાને બે દીકરાઓ હતાં. બંને ખૂબ સમજદાર હતાં. તેમણે એવો નિયમ બનાવ્યો કે માતા-પિતા બંને પુત્રોના ઘેર ૧૫-૧૫ દિવસ રહેશે. ગોઠવણ પ્રમાણે બધું બરાબર ચાલી રહ્ં બ હતું. એમાં એક મહિનો ૩૧ દિવસનો આવ્યો. એટલે ઘરમાં ઝઘડો શરુ થઇ ગયો કે આ એક વધારાનો દિવસ માતા-પિતાને કોણ રાખશે? સહેજ વિચાર કરો જ્યારે સંતાનોએ માતા-પિતા સાથે જીવનનો દરેક દિવસ વિતાવવો જોઈએ ત્યાં આ બંને ભાઈઓ એક દિવસને પણ વધારાનો દિવસ ગણવા લાગ્યા. આજે આપણા દેશનાં વૃદ્ધ માતા-પિતાની સ્થિતિ વિશે વાત કરીશું અને કેટલીક એવી ઘટનાઓ વિશે જાણીશું જે સાંભળીને કદાચ સૌ વાંચનારનું માથું શરમથી જુકી જઈ શકે છે.
શરૂઆત કરીએ રેમન્ડનાં માલિક વિજયપત સિંઘાનિયાની દર્દભરી કહાનીથી. તમે બધા એક વાત સાથે સંમત થશો કે એક સમય હતો જ્યારે રેમન્ડના કપડા વિના કોઈપણ લગ્ન પ્રસંગ અધુરો ગણાતો હતો. જે વ્યક્તિએ રેમન્ડને ઘર ઘર સુધી પહોંચાડયું એજ વ્યક્તિને એક દિવસ પોતાનાજ ઘરમાંથી બહાર નીકળી જવાની ફરજ પડી અને તેમના પોતાના જ ઘરમાંથી બહાર કાઢી મુકનાર કોણ હતું જાણવું છે? તેમનો પોતાનો જ પુત્ર. લાચાર વિજયપત સિંઘાનિયા ભાડાના મકાનમાં રહેવા ગયા. દીકરાએ તેમની કાર અને ડ્રાઈવર પણ છીનવી લીધા અને કાનુની લડાઈ લડતા લડતા ૨૮ માર્ચ, ૨૦૨૬ના રોજ પદ્મભૂષણથી સન્માનિત રેમન્ડના સ્થાપક વિજયપત સિંઘાનિયાનું અવસાન થયું.
વિજયપત સિંઘાનિયા એવા વ્યક્તિ હતા જેઓ એક સમયે મુકેશ અંબાણીનાં એન્ટિલિયા કરતા પણ ઊંચા મકાનમાં રહેતા હતાં. મુંબઈના મલાબાર હિલ એરિયામાં ૩૭ માળનું જે.કે. હાઉસ તેમનું સરનામું હતું. તેઓ વિમાન અને હેલીકોપ્ટરના ભારે શોખીન હતાં. તેમની પાસે ૫૦૦૦ કલાકનો હવાઈ ઉડાનનો અનુભવ હતો. ૬૭ વર્ષની ઉંમરે તેમણે હોટ એયર બલુનમાં વિશ્વની સૌથી ઊંચી ઉડાન ભરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
પરંતુ જે વ્યક્તિ ક્યારેક આકાશમાં વિમાન ઉડાવતા હતાં તેમને પોતાના જ દીકરાના કારણે જીવનનાં અંતિમ દિવસોમાં દર દરની ઠોકરો ખાવી પડી અને અંતે એક નાના ભાડાના મકાનમાં જીવનનો અંતિમ સમય પસાર કરવો પડયો.
તેમના જીવનમાં સમસ્યા ક્યારથી શરુ થઇ તે સમજવું ખૂબ જરૂરી છે. વર્ષ ૨૦૧૫ સુધી બધું સારું ચાલી રહ્યું હતું પરંતુ વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને એમણે પોતાના આખા જીવનની કમાણી અને પોતાની વારસાગત સંપત્તિ, જેનો રેમન્ડ ગુ્રપમાં ૩૭% હિસ્સો હતો તે પોતાના દીકરા ગૌતમ સિંઘાનીયાને સોંપી દીધો. આની કિંમત એ વખતે ૧,૦૦૦ કરોડની હતી. કદાચ તેમણે એવું વિચાર્યું હશે કે હવે તેમનું વૃદ્ધાવસ્થાનું જીવન સારી રીતે પસાર થશે. તેઓ હરશે, ફરશે, તીર્થયાત્રાઓ કરશે. આરામદાયક નિવૃત જીવન ગાળશે. ભગવાનનું નામ લેશે અને દિકરો તેમની સેવા કરશે.
પરંતુ અફસોસની વાત એ હતી કે સૌપ્રથમ તેમને કંપનીમાંથી બહાર કરવામાં આવ્યા. ત્યારબાદ તેમને પોતાના ઘરમાંથી પણ બહાર કરવામાં આવ્યા અને પોતાના જ દીકરાએ તેમને જીવનનાં અંત સુધી કોર્ટના ચક્કર ખવડાવ્યા. તેમણે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે ''મેં જીવનમાં દીકરાને બધુંજ આપીને સૌથી મોટી ભૂલ કરી. મેં તેને બધુંજ આપ્યું, પણ એણે મારી પાસેથી બધું છીનવી લીધું. મારી પાસે ભૂલથી થોડા પૈસા બચી ગયા હતા જેના કારણે હું મારું પાછલું જીવન ભાડાના ઘરમાં વિતાવી રહ્યો છું. નહિતો હું રસ્તા પર આવી ગયો હોત.'' તેમણે વધુમાં કહ્યું કે ''દિકરો બધી સંપત્તિ મળી ગયા પછી તેમની કોઈ વાત સાંભળતો નહતો. તેમના પર બુમ-બરાડા પાડતો હતો અને તેમનું વારંવાર અપમાન કરતો હતો.'' વિજયપત સિંઘાનીયાનાં અંતિમ શબ્દો હતાં ''તમારા બાળકો માટે જે કરવું હોય તે કરો પરંતુ તમારી આખી સંપત્તિ તેમને સોંપી ન દો. કારણ એની ભારે કિંમત તમારે ચૂકવવી પડી શકે છે.''
આ દેશમાં ઘણા વૃદ્ધો ગંભીર બીમારીઓથી પીડાય છે પરંતુ તેમની પાસે સારવાર કરાવવાના પૈસા કે કોઈ સહારો રહ્યો હોતો નથી. કારણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે સાથ આપનાર કોઈ રહેતું નથી.
એટલે જ વૃદ્ધાવસ્થામાં સારવાર માટે પૈસાની અછતને કારણે ભટકવું ન પડે અને આવનાર ભવિષ્યનો સહારો પોતેજ બની શકે એ માટે સમયસર આયોજન કરવું દરેક વૃદ્ધો માટે જરૂરી છે.
મિત્રો, આ દેશમાં વિજયપત સિંઘાનીયા જેવી એક નહીં પરંતુ એવી અનેક હૃદયદ્રાવક કહાનીઓ છે. જે રામે માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે ૧૪ વર્ષનો વનવાસ વિતાવ્યો હતો એજ રામની અયોધ્યામાં ૨૪ જુલાઈ, ૨૦૨૫ના રોજ એક વૃદ્ધ માતા મળી આવી હતી. તે ખૂબ બીમાર હતી અને ઠંડીથી ધુ્રજી રહી હતી. ભભ્ફ પર તપાસ કરતા જાણવા મળ્યું કે આગલી રાત્રે તેના પોતાનાંજ સંતાનો તેને રસ્તા પર એકલી મુકીને જતા રહ્યા હતા. અંધકાર અને ઠંડી કરતા પણ કદાચ તે માતાને પોતાના બાળકોની નિુરતાએ વધારે તોડી નાખી હતી. એ પછીના દિવસે લખનૌની હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.
જે વૃન્દાવનમાં ભગવાન શ્રીકૃષ્ણ માતા યશોદાનો પાલવ પકડીને ફરતા હતાં એજ વૃન્દાવનની ગલીઓમાં આજે અનેક વૃદ્ધાશ્રમો છે. દર વર્ષે કેટલાય વૃદ્ધ માતા-પિતાને એમના સંતાનો અહીં છોડીને જતા રહે છે. કેટલાક સંતાનો તો માતા-પિતાને એમ કહે છે કે ''તમને બાંકેબિહારીનાં દર્શન કરાવવા લઇ જઈએ છીએ.'' આવું કહીને વૃન્દાવન લાવ્યા પછી માતા-પિતાને રસ્તા પર લાવારીસ હાલતમાં છોડીને ચાલ્યા જાય છે. પુણ્યની નગરીમાં આવીને લોકો આવું પાપ કરી રહ્યા છે એ હકીકત હચમચાવી નાંખે તેવી છે.
કેટલાક વિચારકો એવું કહી ગયા છે કે સંતાન પોતાના શરીરની ચામડીમાંથી જૂતા બનાવીને માતા-પિતાને પહેરાવે તો પણ તે માતા-પિતાનું ણ ચૂકવી શકતો નથી.
મને સમજાતું નથી કે શું આ એજ શ્રવણકુમારનું ભારત છે, જ્યાં અંધ માતા-પિતાને પોતાના ખભા પર બેસાડીને શ્રવણે તેમને તીર્થયાત્રા કરાવી હતી?
શું આ એજ ભારત છે, જ્યાં સાવકી માતાનાં વચન માટે ભગવાન રામે ચૌદ વર્ષ માટેનો વનવાસ સ્વીકાર્યો હતો?
દેશની જનરેશન રૂ, ઢ અને આલ્ફાને એક વાત કહેવા માંગુ છું કે જે લોકોને સંતાન નથી હોતું તેઓ કેટલાય વ્રત અને તપ કરે છે, અનેક મંદિરોમાં માથું ટેકવે છે, બાધા-માનતા માને છે અને દર દરની ઠોકરો ખાય છે. અને જે ક્ષણે તેમની ગોદમાં એક નાનું બાળક આવે છે એજ ક્ષણથી માતા-પિતા તેના આખા જીવનની ચિંતાઓ પોતાના માથે લઇ લે છે. પરંતુ આજે આ દેશની સ્થિતિ એવી છે કે થોડા સમય પહેલા દિલ્હીના સબ્જી મંડી વિસ્તારમાં ૨૯ વર્ષના એક કુળ દિપકે પોતાની માતા ઇન્દુને લાકડી-લાકડીએ મારીને મોતને ઘાટ ઉતારી હતી. કારણ પુત્ર એમ ઈચ્છતો હતો કે તેની માતા ઘર વેચીને બધાજ પૈસા તેને આપી દે. માતાએ તેની ઘસીને ના પાડી એટલે પુત્રએ માતાની હત્યા કરી નાંખી.
વર્ષ ૨૦૨૨માં લખનૌમાં ૧૬ વર્ષના એક છોકરાએ ઓનલાઈન ગેમ ઁેંમ્-ય્ રમવાની મનાઈ કરવા બદલ પોતાની માતાની ગોળીઓ મારી હત્યા કરી હતી ત્યારબાદ તેણે માતાનાં મૃતદેહને ૨ દિવસ સુધી ઘરમાં છુપાવી રાખ્યો હતો. મને સમજાતું નથી કે આવા નિુર લોકોનું ભવિષ્યમાં શું થશે જેઓ પોતાના માતા-પિતા પર હાથ ઉપાડે છે. કારણ હકીકત એ છે કે માતા-પિતાનું ણ તેમના મૃત્યુ પછી પણ ચૂકવી શકાતું નથી.
બાળકના મળમૂત્ર માતા સિવાય બીજું કોણ સાફ કરી શકે અને માતા એ પણ આનંદથી કરે છે. બાળક બીમાર પડે તો માતાને રાત્રે ઊંઘ નથી આવતી. બાળક બોલીને પોતાની વાત સમજાવી ન શકે તો પણ તેના રડવાનો અવાજ સાંભળીને માતા સમજી જાય છે કે બાળક ભૂખ્યું છે કે તેના પેટમાં દુ:ખે છે. માતાએ જીરવેલી પ્રસવપીડા દુનિયાની સૌથી મોટી પીડાઓમાની એક છે પરંતુ એક માતા આ પીડા આનંદથી સહન કરે છે જેથી આ ધરતી પર એક નવો જીવ અવતરી શકે.
થોડા સમય પહેલા જબલપુરની દુર્ઘટનાની તસવીર મીડિયામાં જોવા મળી. કદાચ સમગ્ર દેશની આંખોમાં આ તસવીરે આંસુ લાવી દીધા હશે. એક બોટ પાણીમાં ડૂબી ગઈ હતી. જ્યારે એક માતાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે પોતાના ૪ વર્ષના દીકરાને પોતાની બાહોમાં મજબુતાઈથી કસીને પકડીને બેઠી હતી. માતાએ લાઈફ જેકેટ પહેરેલું હતું પરંતુ દીકરા પાસે નહતું. કદાચ તેણે એવું વિચાર્યું હશે કે પોતાના લાઈફજેકેટમાં દીકરાને ઢાંકી દઈશ તો તેનું જીવન બચાવી શકીશ. પરંતુ અફસોસ બંને બચી ન શક્યા. આમાં એક વાત સમજવા જેવી છે કે મૃત્યુ પણ એ માતાને પોતાના બાળકથી અલગ કરી શક્યું નહીં. એક માતા દુનિયાની સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાના બાળકને ક્યારેય છોડતી નથી અને અહીં કેટલાક બાળકો મોંઘીદાટ કારમાં બેસીને પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં છોડીને આવે છે.
ન્યુરોગ્રાફ
આવા સંતાનોને કોઈ શરમ નથી. ધિક્કાર છે તેમના પર. આના કરતાં સંતાન ન હોવું કદાચ વધારે સારું હોઈ શકે.
(ક્રમશ:)




