Shatdal

સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાં હમારા

By GS Team
18 Aug 20264 mins read
સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાં હમારા
  • વામા-વિશ્વ- અનુરાધા દેરાસરી
  • આધુનિક હિન્દુસ્તાનમાં લગભગ દરેક વ્યવસાયિક ક્ષેત્રમાં મહિલાઓએ પગરણ માંડયા છે

સારે જહાઁસે અચ્છા, હિન્દુસતાં હમારાં,
હમ બુલબુલે હૈં ઇસકી, યે ગુલસિતા હમારાં…
આધુનીક હિન્દુસ્તાન ખરેખર, દરેક ભારતીય માટે ગુલસિંતા બની રહ્યું છે. આજે મહિલાઓને પણ ન્યાય મળવા લાગ્યો છે. મોટાભાગના વ્યવસાયિક ક્ષેત્રોમાં, મહિલાઓએ પગરણ માંડયા છે. જ્યાં પુરુષવર્ચસ્વની સીલીંગ તૂટી છે અને ભારતીય સમાજે તે સ્વીકાર્યું છે. આ વ્યવસાયિક આધુનીક દોડમાં, ભારતીય લશ્કર (આર્મી) પણ બાકાત નથી.
૧૯૯૨માં ભારતીય લશ્કરમાં, મહિલાઓને નોન કોમ્બેટ રીતે પ્રવેશ આપવો તે નક્કી થયું. જે ભારતીય મહિલાઓ, ઘરની ચાર દીવાલોમાં ગૃહકાર્ય કરતી હતી તે હવે લશ્કરમાં જોડાઈ. આજના એક સર્વેક્ષણ પ્રમાણે ભારતીય લશ્કરની ત્રણે પાંખોમાં મળીને લગભગ ૧૧,૦૦૦ ભારતીય મહિલાઓ સૈનિક સિવાયની ભૂમિકાઓમાં કામ કરે છે. જેમાં લશ્કરમાં લગભગ ૭૦૦૦થી ૮૦૦૦ મહિલાઓ કામ કરે છે. નવી વીંગમાં ૭૦૦થી ૮૦૦ મહિલાઓ કાર્યરત છે. ભારતીય એરફોર્સ (IAF) માં આશરે ૧૬૦૦ મહિલાઓ ફરજ બજાવે છે.
૨૦૧૬માં ભારતીય, એરફોર્સમાં એક આગવી પરંતુ અદ્ભુત કહી શકાય તેવી ઘટના બની. આ લશ્કરની વીંગમાં ત્રણ ભારતીય મહિલાઓની ફાઇટર પ્લેન ઉડાવી શકે તે માટે (એરફાઇટર વિમાન) માટે નીમણૂંક થઇ. તે ત્રણ મહિલાઓ અવની ચર્તુવેદી, મોહનાસીંગ અને ભાવના કંઠ.
આ ત્રણ મહિલાઓમાં ભાવનાકંઠ એ આગવી પ્રગતિ કરી અને તે ભારતીય ટોપગન (TOP GUN) પ્રથમ લશ્કરી મહિલા બની.
ટોપગન (TOP GUN) એટલે કોઈપણ વ્યક્તિ પોતાના વ્યવસાયમાં ઉત્તમ હોય, સ્કીલ્ડ પરસન હોય, તેનામિાં સર્વોત્તમ શક્તિઓ હોય અને કાર્ય કરવામાં સૌની ઉપર હોય.
સ્કવોડન લીડર ભાવના કંઠે પણ આ ઉપલબ્ધિ મેળવી અને તે પ્રથમ ભારતીય એરફોર્સની ટોપગન મહિલા બની.
વિસ્તારથી ટોપગન આર્મી મહિલાની વાત પર ફોકસ કરીએ.
ભાવનાનો જન્મ બિહારમાં આવેલા દરભંગામાં થયો હતો. ભણવામાં તેજસ્વી ભાવના એનજીનયરીંગનો અભ્યાસ કરતી પરંતુ તેની મીટ હંમેશા આકાશ તરફ મંડાયેલી રહેતી. તેને વિચાર આવતો, આ પંખીઓ કેટલા પણે મુક્ત રીતે આકાશમાં ઉડે છે, તેમ મને પણ મુક્ત રીતે આકાશમાં ઉડવા મળે તો ? હું વિમાન પ્લેન ચલાવી શકું તો.
આ ઉપરાંત ૨૬મી જાન્યુઆરીને અન્ય ગણતંત્ર દિવસોમાં પરેડ જોવી તે તેની પેશન હતી. તે કલાકો સુધી પરેડ, પહેલેથી છેલ્લે સુધી જોતી અને તેને થતું હું પણ આ લશ્કરી પરેડનો હિસ્સો બનું તો કેવું સારું ? આ તેની પેશન બની ગઈ હતી.
પરંતુ ભારતીય સમાજમાં શરૂઆતમાં તો મોટાભાગના વિદ્યાર્થીઓ ચીલાચાલુ ડૉક્ટર, એન્જીનીયર વગેરે વગેરે ભણીને બનવાનું પસંદ કરે છે. સમાજના વહેણ સામે ઘણા ઓછા વિદ્યાર્થીઓ અલગ કારકીર્દી પસંદ કરે છે. ભાવના કંઠ પણ શરૂઆતમાં એ જ રસ્તે ચાલી અને બાયોમેડીકલ એન્જીનીયર બની. આ પછી થોડો સમય તેણીએ ટાટા કન્સ્લટન્સી સર્વીસમાં નોકરી કરી.
પરંતુ તેના મનમાં તો આકાશમાં ભારતીય એરફોર્સનું વિમાન ઊડાડવાનું સ્વપ્ન બીજરોપાણુ હતું. તે તેની પેશન હતી. અને જાણે તેના આ સ્વપ્નને કુદરતે પાંખો આપી.
૨૦૧૪માં ભારત સરકારે એરફોર્સમાં બહેનો માટે ફાઇટર સ્ટ્રીમ ૨૦૧૪-૨૦૧૬ સુધી પ્રાયોગીક ધોરણે ચાલુ કરી જેની જાહેરાત આવી.
અને ભાવના કંઠે, આ તક ઝડપી લીધી, તેનું ભારતમાતાની એરફોર્સમાં રહીને સેવા કરવાનું અને ફાઈટર પ્લેન ઉડાડવાનું સ્વપ્ન સિદ્ધ થયું. તેણે આ સોનેરી તકનો લાભ લઇ, એરફોર્સની બધી ટ્રેનીંગો લઇ સ્કોડન લીડર ભાવના કંઠ બની.
આ પછી ભાવના કંઠ સ્કોડન લીડર ઓફ એરફોર્સ તરીકે એક પછી એક સફળતાના પગથિયા ચડતી ગઈ.
સૌ પ્રથમ ભાવના કંઠે એરફોર્સ પાયલોટની ટ્રેનીંગ પૂરી કરી. પછી ૨૦૧૬માં IAFની પ્રથમ ફાઇટર મહિલા બેચની, મહિલા બની. આ પછી ૨૦૧૯માં ભાવનાએ ફાઈટર કોમબેટ મીશનનું ડેટાઇમ મીશન ક્લીયર કર્યું. આ કોમ્બેટ મીશન કરનાર તે પ્રથમ ભારતીય મહિલા હતી.
આ પછી ભાવના કંઠ, MIG-21 ફાઇટર વિમાન ઉડાડવા સક્ષમ બની અને તે તેણે હવામાં ઉડાડયું. તેનું આકાશમાં ભારતીય એરફોર્સ માટે વિમાન ઉડાડવાનું સ્વપ્ન પૂર્ણ થયું. આ પછી સ્કોડનલીડર ભાવના કંઠે SU- 30 ફાઇટર વિમાન ઉડાડયું.
સ્કોડન લીડર ભાવના કંઠનું સ્વપ્ન હતું ટોપગન TOP GUN ભારતીય એરફોર્સ મહિલા બનવાનું
તાજેતરમાં જ ભાવના કંઠે એરફોર્સનો અતિપ્રતિષ્ઠિત કોર્સ ફાઇટર કોમ્બેટ લીડર (FCL) કોર્સ, ગ્વાલીયરની (TACDE) માંથી પૂરો કર્યો. અને ભારતની પ્રથમ ટોપગન એરફોર્સ મહિલા બની.
FCLના એરફોર્સના કોર્સ માટે પાયલોટની ખાસ વિશિષ્ટ બેચ હોય છે. જેમાં ૧% પાયલોટ ભાગ લઇ શકે છે. તેમાં ભાવના કંઠે ભાગ લીધો. આની ગ્વાલીયર ખાતે ૨૦ અઠવાડીયાની સખત ટ્રેનીંગ હતી જે તેણે પૂરી કરી.
ભાવના કંઠની હવે પછીની ડયુટીમાં અગ્રીમ લડાઇની હરોળનું આયોજન કરવું, ઉચ્ચ જોખમવાળા હવાઈ ઓપરેશનનું સંચાલન કરવું, અને અન્ય પાયલોટને હવાઈ યુક્તિઓ અને શસ્ત્રોના ઉપયોગ અંગે તાલીમ આપવી વગેરે વગેરે. ભાવના કંઠ ગણતંત્ર પરેડમાં પણ પસંદગી પામી છે. સ્કોડન લીડર ભાવના કંઠે યુવતીઓ અને મહિલાઓ માટે ભારતીય લશ્કરના દ્વાર સંપૂર્ણ ખોલી આપ્યા છે.