Shatdal

ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ ગર્લ વીથ્યા રામરાજન

By GS Team
13 Oct 20264 mins read
ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ ગર્લ વીથ્યા રામરાજન
  • વામા-વિશ્વ- અનુરાધા દેરાસરી
  • વીથ્યાએ પી. ટી. ઉષાનો ૪૨ વર્ષનો રેકોર્ડ તોડયો. પી. ટી. ઉષાનો દોડનો રેકોર્ડ હતો ૫૫.૭૫ સેકંડ જ્યારે એજ અંતર વીથ્યા રામરાજે ૫૫.૪૨ સેંકડોમાં પૂરું કર્યું

આજથી દસકા પહેલા, કોઈપણ રમતગમતની સ્પર્ધામાં ઓલમ્પીક, એશીયન ગેમ્સ વગેરે વગેરેમાં ભારતીય યુવતીઓની ભાગ લેવાની સંખ્યા ઓછી રહી ચૂકી છે. હવે સીનેરો બદલાયો છે. તાજેતરમાં જ ૨૦૨૬ એશીયન ગેમ્સમાં, ભારતીય ૨૩૪ યુવતીઓએ જુદી જુદી ૩૬ રમતોમાં ભાગ લીધો. કુલ ૪૯૫ ભાગ લેનાર ભારતીયો યુવક-યુવતીઓમાં ૨૩૪ એટલે લગભગ ૪૭% જેવી યુવતીઓની હાજરી જણાઈ અને મેળવેલા ગોલ્ડમેડલમાં (ભારતી રમતવીરોએ) ૪૨.૫% ભારતીય યુવતીઓએ ગોલ્ડમેડલ મેળવ્યા છે.
આ ૨૦૨૬ એશીયન ગેમ્સમાં ભારતીય એક એથલેટીક યુવતી સૌથી વધુ મેદાન મારી ગઈ. જે ગોલ્ડ ગર્લ, સીલ્વરગર્લ અને બ્રોન્સગર્લ તરીકે ઓળખાઈ. કોઈમબતુરની વીથ્યા રામરાજને ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ ત્રણે મેડલો મળ્યા. વીથ્યા રામરાજને નીચે પ્રમાણેની રમતોમાં મેડલો મળ્યા.

  • ગોલ્ડ મેડલ-વુમન્સ ૪ટ૪૦૦ મી. રેલે, સીલ્વર મેડલ-મીક્સડ ૪ટ૪૦૦ રેલે, બ્રોન્ઝ મેડલ-૪૦૦ વુમન્સ હરડલ્સમાં
    સૌથી ગર્વની વાત ભારત અને વીથ્યા રામરાજ માટે એ રહી કે વીથ્યાએ પીટીઉષાનો ૪૨ વર્ષનો રેકોર્ડ તોડયો. પીટી ઉષાનો દોડનો રેકોર્ડ હતો ૫૫.૭૫ સેકંડ જ્યારે એજ અંતર વીથ્યા રામરાજે ૫૫.૪૨ સેંકડોમાં પૂરું કર્યું.
    વીથ્યા રામરાજની સામાન્ય ઘરની જમીનથી એશીયન ગેમ્સના પોડીયમ સુધીની એથલેટીક યાત્રા અનેક પડકારો ભરેલી રહેલી છે. જેને તેણે દ્રઢમનોબળ, સખત મહેનત અને હાર નહીં માનવાની ગુણો વડે હરાવી મેડલો સુધીની સફળતા મેળવી.
    વીથ્યા રામરાજ ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ ગર્લની યાત્રા શરૂ થાય છે. તામીલનાડુના નાના ગામથી પિતા ટ્રક ડ્રાઈવર છે અને માતા ઘરકામ કરે છે. તેની બીજી જોડીયા બહેન છે નીથ્યા. વીથ્યાના પિતા જણાવે છે કે બે બહેનો ૨ વર્ષની હતી, ત્યારથી વૃક્ષો પાછળ જે ઝડપથી દોડી જતી, અને અમે પકડવા જઇએ પણ દોડ એટલી પાક્કી કે પકડાય નહીં. અમને ક્યાં ખબર હતી કે, આજ દોડ ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેડલ લાવશે ! ખરેખર ગુજરાતી કહેવત સાચી જ છે : પુત્રીનાં લક્ષણો પારણામાંથી.
    પિતા સામાન્ય ડ્રાઈવર હતા, પરંતુ દીકરીઓના શિક્ષણ માટે કોઇમબતુર આવ્યા અને બન્ન દીકરીઓને પાસેની સરકારી શાળામાં મૂકી. પ્રાયમરી પ્રાથમિક શાળામાં તો બન્ને બહેનોની કારકિર્દી સામાન્ય રહી પરંતુ પાંચમા ધોરણમાં આવતા, પીટી શિક્ષિકાએ આ બન્ને બહેનોની એથલેટીક પ્રતિભા જાણી અને ઉજાગર કરવાની સલાહ આપી.
    પરંતુ, પિતા ટ્રક ડ્રાઈવર અને માતા ઘરકામ કરે આથી, આર્થિક સ્થિતિ દીકરીઓને એથલેટીક્સ ટ્રેનીંગ આપી શકાય તેવી ન હતી. પીટી શિક્ષિકાએ ઇરોડમાં આવેલી સ્પોર્ટસ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ તામીલનાડુ (SDAT) હોસ્ટેલમાં મૂકવાની સલાહ આપી.
    ટ્રક ડ્રાઈવર પિતાએ, આ સંસ્થાનો સંપર્ક સાધ્યો, બે બહેનોએ જરૂરી ટેસ્ટ આપી અને બન્ને કોલીફાય થઇ. અને આ સંસ્થાએ બન્ને બહેનોનો ભણવાનો અને આગળ એથલેટીક્સ માટેનો ખર્ચો આપ્યો. વીથ્યા સાથે નીથ્યા પણ એથલેટીક્સ પ્રતિભા ધરાવતી હતી.
    સાતમા ધોરણથી હાઈસ્કુલના દસ ધોરણ સુધી બન્ને બહેનો હોકી તેમજ બીજી રમતોમાં ભાગ લેવા માંડી અને ઇનામો જીતવા માંડી તેમની એથલેટીક્સ પ્રતિભા જોઈ ધોરણ ૧૧, ૧૨ હાઈસ્કુલનું શિક્ષણ તેમજ કોલેજના શિક્ષણનો ખર્ચો, આ સંસ્થાએ આપવાનું નક્કી કર્યું.
    વીથ્યા રામરાજ બીબીએની કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પ્રથમ કોલેજમાં તેણીએ ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર શોર્ટ સ્પ્રીન્ટ (ટૂંકા અંતર)ની દોડ પર ફોકસ કર્યું આ પછી આગળના વર્ષોમાં ૪૦૦ મીટર સ્પ્રીન્ટ માટે ફોકસ કર્યું અને નીપૂણતા મેળવી. જે તેની એશીયન ગેમ્સમાં રચેલા ઇતિહાસની સીગ્નેચર બની ગઈ.
    આ કોલેજ અને યુનિવર્સિટીના વર્ષો દરમ્યાન વીથ્યા રામરાજે રાજ્યકક્ષાએ અને આંતર યુનિવર્સિટીઓની એથલેટીક્સમાં તેની કોલેજને ગોલ્ડ મેડલ અપાવ્યા.
    હવે રાષ્ટ્રીય કક્ષાએ એથલેટીક્સની ટ્રેનીંગ કેમ્પમાં પટીયાલા જવાનું થયું. પરંતુ અહીં તેને માટે મોટો પડકાર આવ્યો, કોરોનાની પરિસ્થિતિ આવીને ઊભી રહી, આથી ટ્રેનીંગનો બધો ખર્ચો શુઝથી માંડીને કીટ સુધી બધો જ જાતે ભોગવવાનો, તેમજ રહેવા ખાવાપીવાનો ખર્ચો જાતે ભોગવવાનો આવ્યો.
    આ તો મોટો આર્થિક પડકાર, સામાન્ય આર્થિક સ્થિતિની વીથ્યા રામરાજ આ કેવી રીતે ભોગવી શકે ? પિતા ટ્રક ડ્રાઈવરને માતા ઘરકામ કરે. પરંતુ પિતા અને તેની જોડીયા બહેન નીથ્યા તેની મદદમાં આવ્યા.વીથ્યા રામરાજના જ શબ્દોમાં જોઇએ : 'મારા પિતાએ સાબિત કર્યું કે કોઈમબતુરના સામાન્ય ઘર અને એશીયનએથલેટીક્સના શીખર વચ્ચેનું અંતર એટલું મોટું નથી કે જે લાગે છે. તેને માટે મારા પિતાએ આખી રાતો ગાડી ચલાવી. મેનેેેજર પાસે મારા શુઝ વગેરે માટે એડવાન્સ રૂપિયા લીધા અને તેની સામે ઓવરટાઈમ કરી કામ આપ્યું. રસ્તામાં ફક્ત ચ્હાથી ચલાવ્યું અને જમવાના પૈસા બચાવી મને આ ટ્રેનીંગ માટે આપ્યા.'
    મારી બહેન નીથ્યા પણ એથલેટીક હતી. પરંતુ મારાથી સહેજ પાછળ હતી. આથી તેણે ટ્રેનીંગ છોડી દીધી અને પોતાની આઈટી કંપનીની નોકરીનો પગાર, મારી ટ્રેનીંગ પાછળ ખર્ચ્યો.
    પિતા અને બહેનની પ્રેરણા, સપોર્ટ અને ટેકાથી હું એથલેટીક્સ રાષ્ટ્રીય કેમ્પની ટ્રેનીંગ લઈ શકી અને ઇતિહાસ રચવા સમકક્ષ બની.
    વીથ્યા રામરાજ અને નીથ્યા રામરાજની કહાની ટેનિસના લીજેન્ડ મહિલા રમત ખેલાડીઓ વીલીયમ્સ સીસ્ટર્સ જેવી જ છે.
    આ પછી વીથ્યાએ બી.બી.એ.પૂરું કર્યું. અને તેને સ્પોર્ટસ ક્વોટામાં રેલવેમાં નોકરી મળી. આથી પોતાના ખર્ચે સંપૂર્ણ ટ્રેનીંગ વિશ્વકક્ષાએ એથલેટીક્સ માટે પૂરી કરી. આથી ચેન્નાઇમાં જવાહરલાલ નહેરુ સ્ટેડીયમ પર વિશ્વકક્ષાના કોચ નેહપાલ સીંગ પાસે ટ્રેનીંગ પૂરી કરી. જ્યાં કસરતના દાવો ઉપરાંત શિસ્ત, ખોરાકની સમજણ વગેરે ટોપ ટુ બોટમ એથલેટીક્સનું શીખી તૈયાર થઈ.
    તેની પ્રથમ એથલેટીક્સ તરીકેની મેચ વિશ્વકક્ષાએ ૨૦૨૪ ઓલમ્પિક્સ અને એશીયન ગેમ્સ અને ૨૦૨૬ની જાપાનમાં રમાયેલી એશીયન ગેમ્સ ૨૦૨૬માં ઇતિહાસ સર્જ્યો. જે માતા ઘરકામ કરી થાકી ગઇ તી, તેને મેં મેચ જોવા પ્લેનની ટીકીટ મોકલાવી.
    વોટ અ રનીંગ મેરેથોન રનીંગ ઓફ લાઈફ ! સેલ્યુટ.