Shatdal

આફ્રિકન Woodoo

By GS Team
25 Aug 20265 mins read
આફ્રિકન Woodoo
  • આશ્ચર્યની વાત તો એ હતી કે પેલા હબસીભાઈ, જેને ફ્રેકચર થયું હતુ તે એક જ અઠવાડિયામાં કામે પાછા ફર્યા !

જી વનમાં વિદ્યાનું ઘણું મહત્વ હોય છે ! વિદ્યાના સદ્ઉપયોગ સદાય સાત્વિક્તા જ પ્રાપ્ત થાય છે અને અવિદ્યાના પ્રયોગથી કેવળ તામસિક્તા જ ઉત્પન્ન થાય છે ! પણ આજના સમયમાં બહુ ઓછા લોકો વિદ્યા-અવિદ્યાના ભેદને ઓળખી શકે છે. વિદ્યા શીખીને અને તેને ગ્રહણ કરી તેનો ઉપયોગ સમાજના હિત માટે થાય તો વાંધો નહીં, પણ ભય ઉપજાવનારો ન હોવો જોઈએ !
એક વખત મારી આફ્રિકાની મુલાકાત દરમિયાન તે વખતે મારા મિત્રની ઓફિસમાં બનેલા એક બનાવે તે વખતની મારી એ મુલાકાતને યાદગાર બનાવી હતી ! ત્યાં એક વાર અમે એક કંપનીની ઓફિસમાં બેઠા હતા. ત્યાં જોયું તો ઘણા લોકો કામ કરતા હતા. એમાં પણ ત્યાંના લોકલ, જે હબસી કહેવાય છે તે લોકોની ખાસિયત એ હોય છે કે તેઓ શરીરે ખૂબ મજબૂત અને ખડતલ હોય છે. તેને કારણે સામાન્ય રીતે તેઓ શારીરિક શ્રમવાળાં કાર્યો ખૂબ કરતા હોય છે. તેઓ ગમે તેટલી ભારે વજનવાળી વસ્તુઓ આસાનીથી ઊંચકી લેતા હોય છે. એ લોકો માટે આ એક સહજ વાત હોય છે ! ભારે વજનની આશરે ૧૦૦ કિ.ગ્રા. વજનની વસ્તુઓ શરીર પર ઊંચકીને એક ગોડાઉનથી બીજા ગોડાઉનમાં માલ પહોંચાડવો એ એમના માટે રમત વાત હોય છે, પણ માલ ઊંચકવામાં તેમની આગવી કુશળતા અને આવડત હોય છે.
એ વખતે એક એવો બનાવ બન્યો કે રોજ આટલું વજન ઊંચકતા એક હબસીના પગ ઉપર અચાનક વજન આવી ગયું. વજનથી એનો એ પગ વળી ગયો. ત્યાર બાદ જોયું તો ખબર પડી કે તેનો પગ ફ્રેકચર થઈ ગયો છે. એટલે અમારા મિત્રએ તેને લઈને ડોકટરને ત્યાં જવાનું નક્કી કર્યું, પણ તે હબસીભાઈએ આ બધું કરવાની ના પાડી. એણે (Witch Doctor) જોડે જવાની વાત કરી અને તેણે ખર્ચ પેટે પણ બહુ નજીવી રકમની માગણી કરી ! ભારતના ચલણ મુજબ માત્ર રૂા. ૧૫૦૦ જ હશે. પછી મારા મિત્રે તાત્કાલિક તે રકમ આપી તેને જ્યાં જવું હતું તેની વ્યવસ્થા કરી આપી. એની એ બધી વાતોથી હું તો વિચારમાં જ પડી ગયો, કારણ કે જે રીતે તેના પગે ફ્રેકચર થયું હતું અને તેણે જે રકમની માગણી કરી હતી તેમાં તેનો ઈલાજ અશક્ય હતો ! મને ખબર છે આફ્રિકામાં મેડિકલ ટ્રીટમેન્ટ ઘણી મોંઘી છે અને એ Witch Doctor જોડે જવાની વાતે પણ મને આશ્ચર્યમાં મુકી દીધો હતો. પછી મને જાણવા મળ્યું કે આપણા અહીંના અમુક તાંત્રિકો જે કામ કરતા હોય છે તેવો તેમનો કોઈ લોકલ માણસ આ પ્રકારનું કામ કરતો હોય તેને તેઓ Witch Doctor કહે છે !
આશ્ચર્યની વાત તો એ હતી કે પેલા હબસીભાઈ, જેને ફ્રેકચર થયું હતુ તે એક જ અઠવાડિયામાં કામે પાછા ફર્યા ! સાથે સાથે ખૂબીની વાત તો એ હતી કે તેઓ જે વજન ઊંચકવાનું કામ કરતા હતા એ પહેલાંની માફક જ કરવા લાગ્યા ! આ જોઈને મારા મગજમાં એક કુતૂહલ સર્જાયું અને વિચારવા માંડયો. મને થયું કે આ ભાઈને જે રીતે ફ્રેકચર થયું હતું તેને ઠીક થતાં તો ઓછામાં ઓછા બે મહિના તો થાય જ ! પરંતુ તેને જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પણ પેલા હબસીભાઈ ખૂબ સરળતાથી કામ કરતા જણાતા હતા !
અમે પેલા હબસીભાઈને બોલાવીને તેની ખબર પૂછી અને કહ્યું કે, આટલું જલદી સારું કેવી રીતે થયું ? એટલે ત ભાઈએ કહ્યું કે, હું એક Witch Doctor પાસે ગયો હતો અને તેઓ Woodoo વિદ્યાના જાણકાર હતા. આ વિદ્યા આફ્રિકામાં રહેતા લોકો માટે ખૂબ જ જાણીતી છે. અમારા આફ્રિકન લોકો આ વિદ્યામાં બહુ માને છે. પછી અમે એ હબસીભાઈને પૂછ્યું કે, તમારો પગ આટલા ઓછા સમયમાં સાજો થઈ ગયો એનું કારણ શું છે ? ત્યારે તેમણે કહ્યું કે Woodoo કરાવ્યું હતું. પછી તે હબસીભાઈએ અમને વિસ્તૃતમાં માહિતી આપીને કહ્યું કે હું જે Witch Doctor પાસે ગયો હતો તેણે મને એક મરઘી લાવી આપવાનું કહ્યું ! પછી મેં તેમને એક મરઘી લાવી આપી. એ ડોકટરે મારો પગ જે રીતે બ્રેક થયો તો એવી જ રીતે મરઘીનો પગ તોડયો ! પછી એ મરઘીના પગ માટે એ ડોકટરે એમની ભાષામાં મંત્રવિધિ કરીને તેને પાટાપિંડી કર્યા. તમાં થોડીઘણી એમની દેશી દવાઓ પણ સામેલ હતી ! એમણે એ મરઘીને છૂટી રમવા મુકી દીધી, પણ એમની દેખરેખમાં… પછી જેમ જેમ મરઘી પરની દવાની અસર થવા લાગી અને તેનો પગ સાજો થવા લાગ્યો એમ એમ ડોકટરે કરેલી વિધિની અસર મને થવા લાગી અને એક જ અઠવાડિયામાં એક બાજુ મરઘીનો પગ સાજો થઈ ગયો અને એની સાથે મારો પગ પણ ! પછી તે હબસીભાઈએ કહ્યું કે હું તમારી સામે ઊભો છું ! માન્યામાં ન આવે એવા આ બનાવથી હું ખુબ જ અચરજ પામ્યો હતો !
પછી જાણવા મળ્યું કે આફ્રિકન લોકો આ Woodoo વિદ્યાને કારણે ખુબ જ પ્રભાવિત થતા જોવા મળતા હોય છે. એમાંના ઘણા લોકો આ વિદ્યાનો અવિદ્યા તરીકે ઉપયોગ કરતા હોય છે. અંગત સ્વાર્થ ખાતર ઘણા એવો લોકો ઉર્ર્ર્ર્ગ નો સહારો લઈ બીજાઓ ઉપર ભયંકર પ્રકારના કાળા જાદુ (બ્લેક મેજિક) કરાવતા હોય છે ! અહીંયા ઘણા એવા લોકો સ્વાર્થવૃત્તિથી વશીભુત થઈને આ વિદ્યાનો દુરુપયોગ પૈસા મેળવવા માટે, સ્ત્રીઓને વશ કરવા માટે અંગત દુશ્મની નિભવવા માટે કરતા હોય છે ! આને અંધશ્રદ્ધા ગણો કે ચમત્કાર, પણ આફ્રિકન લોકો પર આ વિદ્યાનો ખતરનાક પ્રભાવ પડેલો છે. ઘણી પરિસ્થિતિઓમાં આ ઉર્ર્ર્ર્ગ વિદ્યા ભય ઉપજાવનારી બની જતી હોય છે. પેલા હબસીભાઈના કિસ્સામાં મને આ વિદ્યાનો સદ્ઉપયોગ થતો જણાયો ! તેના દ્વારા તેમણે ઓછા પૈસામાં અને ઓછા સમયમાં ઝડપી નિદાન મેળવ્યું, પણ ઘણા બધા એવા લોકોના દુરુપયોગને કારણે આ Woodoo વિદ્યાનો પ્રચાર-પ્રસાર નકારાત્મક વલણ ઊભું કરે છે.
કોઈ પણ વિદ્યાના માધ્યમથી એક શક્તિ ઉપાર્જન થાય છે તેમાં બે-મત નથી ! આ પણ એક વિજ્ઞાાન છે. હવે એ શક્તિ સદ્ઉપયોગ પાછળ વપરાય તો એ વિદ્યાનું સ્વરૂપ કહેવાય છે, પણ તેનો દુરુપયોગ થાય તો અવિદ્યાનું રૂપ ધારણ કરે છે. આફ્રિકન ઉર્ર્ર્ર્ગ આમ જોવા જોઈએ તો એક વિદ્યાસ્વરૂપ છે, પણ જે રીતે તેની કાર્યપદ્ધતિ અને તેના દુરુપયોગ થતો હોય છે કારણ તે એક અવિદ્યા તરીકે વધુ પ્રચલિત બની છે !

  • તેજસ રાવલ