Science & Technology

X દ્વારા અચાનક એકાઉન્ટ્સને કરવામાં આવી રહ્યાં છે સસ્પેન્ડ: જાણો કેવા એકાઉન્ટને કાઢવામાં આવી રહ્યાં છે...

By GS Team
14 Feb 20262 mins read
TukuTouch Logo
ઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ સ્પામ અને ઓટોમેશન એકાઉન્ટને શોધીને એને સસ્પેન્ડ કરવા માટેના પગલાં લીધા છે. આ જાહેરાત Xના પ્રોડક્ટ હેડ નિકિતા બિયર દ્વારા કરવામાં આવી હતી. તેમણે ડેવલપર્સને પ્લેટફોર્મ પર ડેટા સ્ક્રેપિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ ન કરવા ચેતવણી આપી હતી. આ પગલું AI એજન્ટ્સ અને OpenClaw જેવી ઓપન એજન્ટ પ્લેટફોર્મ્સની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

X દ્વારા અચાનક એકાઉન્ટ્સને કરવામાં આવી રહ્યાં છે સસ્પેન્ડ: જાણો કેવા એકાઉન્ટને કાઢવામાં આવી રહ્યાં છે...

X Account Suspended: ઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ સ્પામ અને ઓટોમેશન એકાઉન્ટને શોધીને એને સસ્પેન્ડ કરવા માટેના પગલાં લીધા છે. આ જાહેરાત Xના પ્રોડક્ટ હેડ નિકિતા બિયર દ્વારા કરવામાં આવી હતી. તેમણે ડેવલપર્સને પ્લેટફોર્મ પર ડેટા સ્ક્રેપિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ ન કરવા ચેતવણી આપી હતી. આ પગલું AI એજન્ટ્સ અને OpenClaw જેવી ઓપન એજન્ટ પ્લેટફોર્મ્સની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.

X પર બોટ્સને મંજૂરી નહીં મળે

નિકિતા બિયરે X પર નવી કાર્યવાહીની જાહેરાત કરતાં કહ્યું કે ‘અમે ઓટોમેશન અને સ્પામ શોધવા માટે વધુ પગલાં લઈ રહ્યા છીએ. તેમ જ ભવિષ્યમાં ઘણા વધુ લેવામાં આવશે. જો મનુષ્ય દ્વારા સ્ક્રીન પર ટૅપ કરવામાં નહીં આવે તો તે એકાઉન્ટ અને તેના સાથે જોડાયેલા બધા એકાઉન્ટ્સ સસ્પેન્ડ થઈ શકે છે. યુઝર કોઈ પણ એક્સપેરિમેન્ટ પણ કરી રહ્યો હોય તો પણ તેના એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.’ તેમણે ડેવલપર્સને પણ હાલમાં તેમના બોટ્સનો ઉપયોગ ન કરવા માટેની સલાહ આપી છે.

ઓટોમેટેડ સ્ક્રેપિંગને પણ શોધવામાં આવશે

નિકિતા બિયરે એ પણ ચેતવણી આપી કે કોઈપણ પ્રકારનું ઓટોમેટેડ સ્ક્રેપિંગ પ્લેટફોર્મ દ્વારા શોધી કાઢવામાં આવશે. આ વિશે વધુ જણાવતાં નિકિતા કહે છે, ‘ઓફિશિયલ APIનો ઉપયોગ યુઝર્સ જેટલો ઇચ્છે એટલો કરી શકે છે, પરંતુ સ્ક્રેપિંગ અથવા સર્ચ માટે કોઈપણ પ્રકારનું ઓટોમેટેડ સિસ્ટમ હશે તો એ ડિટેક્ટ થઈ જશે.’ આ પગલું OpenClaw જેવી પ્લેટફોર્મ્સ દ્વારા ઉભા થતા ખતરાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, જે સ્પામmy બોટ્સ બનાવવાનું સરળ બનાવે છે.

OpenClaw વિશે નિકિતાએ અગાઉ પણ આપી હતી ચેતવણી

નિકિતા બિયરે અગાઉ ચેતવણી આપી હતી કે Gmail અને iMessage જેવી હાલની કમ્યુનિકેશન પ્લેટફોર્મ્સ OpenClawના વધતા જતા ઉપયોગને કારણે બિનજરૂરી બની શકે છે. આ વિશે નિકિતા કહે છે, ‘આપણે જે પણ ચેનલને સ્પામ અથવા તો ઓટોમેશનથી સુરક્ષિત માનતા હતા તે 90 દિવસથી પણ ઓછા સમયમાં બોટ્સ અને AI એજન્ટ્સથી ભરાઈ જશે કે એનો ઉપયોગ કરવાનું પણ મન નહીં થાય. એમાં iMessage, ફોન કૉલ્સ, Gmail વગેરેનો સમાવેશ થાય છે.’

આ પણ વાંચો: વિવાદાસ્પદ ફેશિયલ રેકગ્નિશન સાથે આવી શકે છે મેટાના સ્માર્ટ ચશ્મા, જાણો વિગત…

OpenClaw શું છે?

OpenClaw એક ઓપન-સોર્સ ફ્રેમવર્ક છે જે યુઝર્સને તેમના મશીન્સ પર તેમની રીતે AI એજન્ટ્સ ચલાવવાની મંજૂરી આપે છે. વોટ્સએપ, ટેલિગ્રામ, ડિસકોર્ડ, સ્લેક, ટીમ્સ અને અન્ય એપ્સ સાથે પણ એનો ઉપયોગ કરી શકાય છે. ચેટજીપીટી અને જેમિની જેવા ચેટબોટ્સ યુઝર્સના આદેશની રાહ જુએ છે, પરંતુ OpenClaw એજન્ટ્સ યુઝર્સની જગ્યાએ મોટાભાગની પ્રોસેસ જાતે કરી લે છે.