શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં રમકડાનું ડોગી કેમ લઈને જશે? જાણો એ પાછળનું કારણ...
Shubhanshu Shukla Taking Swan to Space: શુભાંશુ શુક્લા હવે અંતરિક્ષમાં રમકડું લઈને જવાના છે. આ રમકડું એક ડોગી છે અને તેનું નામ જોય રાખવામાં આવ્યું છે. શુભાંશુ શુકલાનું અંતરિક્ષમાં જવાનું Axiom-4 મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. 'સ્ટેટિક ફાયર' પરીક્ષણ પછી બૂસ્ટરના નિરીક્ષણ દરમિયાન લિક્વિડ ઑક્સિજન (LOx) લીકેજ મળી આવતાં એનું લોન્ચિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું. આ મિશન હેઠળ, ભારતીય વાયુસેનાના ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા સાથે અન્ય દેશના યાત્રીઓ પણ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર જઈ રહ્યા છે.
શું છે ઝીરો-ગ્રૅવિટી ઇન્ડિકેટર?
અંતરિક્ષ યાત્રા શરુ થઈ ત્યારથી અવકાશયાત્રી ઝીરો-ગ્રૅવિટી ઇન્ડિકેટર સાથે લઈ જતાં આવ્યા છે. હાલના સમયમાં આ ઘણું લોકપ્રિય થયું છે. જ્યારે અવકાશયાન ઓરબિટમાં પહોંચે, ત્યારે તેમાં રહેલું રમકડું હવામાં ઉછળવા લાગે છે. તે ઉડવાનું શરુ કરે, એટલે અવકાશયાન અવકાશમાં પહોંચી ગયું છે. અંતરિક્ષમાં આવતાં ઝીરો-ગ્રૅવિટી લાગુ પડતી હોવાથી એને ઝીરો-ગ્રૅવિટી ઇન્ડિકેટર કહેવામાં આવે છે. આ માટે શુભાંશુ શુક્લાએ એક સફેદ રમકડાનું કૂતરું (ડોગી) પસંદ કર્યું છે.
સાંસ્કૃતિક અને માઇથોલોજિકલ સંબંધ
ભારતની માઇથોલોજી(પૌરાણિક કથાઓ)માં કૂતરું મહત્વનો ભાગ ભજવે છે. કેટલાક વિહંગમ દૃષ્ટાંતો મુજબ, કૂતરું સરસ્વતી માતાના વાહન તરીકે ઓળખાય છે. સરસ્વતી માતા જ્ઞાન અને કળાની દેવી છે, અને કૂતરું તેની પ્રામાણિકતા માટે ઓળખાય છે. શુભાંશુ ઇચ્છે છે કે આ અંતરિક્ષ યાત્રા ભારતના સાંસ્કૃતિક વારસાને રજૂ કરે. તેમણે આ વિશે કહ્યું: "ઓરબિટમાં જોય મારા ઘર સમાન હશે. તે એકતા, દયા અને આધ્યાત્મિકતાનું પ્રતિક છે."
મલ્ટિનેશનલ ટીમ
પેગી વ્હિટ્સન – અમેરિકાની નાગરિક, મિશન કમાંડર, ભૂતપૂર્વ નાસા અવકાશયાત્રી. તેઓ 675 દિવસથી વધુ સમય માટે અંતરિક્ષમાં રહી ચૂક્યા છે.
શુભાંશુ શુક્લા – ભારતીય વાયુસેના ગ્રૂપ કૅપ્ટન, ISROના ગગનયાન મિશન માટે પસંદ થયેલા ચાર અવકાશયાત્રીઓમાંના એક.
સ્લાવોસ ઉઝ્નાંસ્કી-વિસ્નિએવ્સ્કી – યુરોપિયન અવકાશ એજન્સીના અવકાશયાત્રી, મિશન વિશેષજ્ઞ, વૈજ્ઞાનિક અને ઇજનેર.
ટિબોર કપુ – હંગેરીના અવકાશયાત્રી, સ્પેસ ઑફિસના પ્રતિનિધિ, મિકેનિકલ ઇજનેર.
બેકઅપ યાત્રી – ભારતમાંથી ગ્રૂપ કેપ્ટન પ્રશાંત બાળકૃષ્ણન નાયર બેકઅપ પાયલટ તરીકે અને હંગેરીમાંથી ગ્યુલા સેરેની બેકઅપ અવકાશયાત્રી તરીકે સામેલ.
ભારત માટે મહત્ત્વનું મિશન
નાસા અને સ્પેસએક્સ સાથે મળીને Axiom કંપની પોતાનું ચોથું મિશન Axiom-4ના નામે લઈ રહી છે. આ અંતરિક્ષયાત્રીઓ 14 દિવસ સુધી અવકાશમાં રહેશે, અભ્યાસ કરશે અને પછી પૃથ્વી પર પાછા ફરશે. 1984 પછી, એટલે કે રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયાના 41 વર્ષ બાદ, ભારતમાંથી બીજી વ્યક્તિ અવકાશમાં જવા માટે તૈયાર છે. આ મિશન ગગનયાન માટે અનમોલ અનુભવ આપશે.
આ પણ વાંચો: મેટા અનુસાર 80% ભારતીયો હવે સોશિયલ મીડિયા પરથી શોધે છે પ્રોડક્ટ્સ
ભારતે ખર્ચ્યા 600 કરોડ રૂપિયા
એક રિપોર્ટ મુજબ, ભારતે આ મિશન માટે 70 મિલિયન અમેરિકન ડૉલર એટલે કે 600 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાની શક્યતા છે. હવે ભારત પબ્લિક અને પ્રાયવેટ અવકાશયાત્રામાં પણ રસ લઈ રહ્યું છે. આ મિશન અત્યાર સુધીમાં છ વખત મુલતવી રાખવામાં આવ્યું છે, અને તેને વહેલામાં વહેલી તકે લોન્ચ કરવામાં આવશે.