મેટા અનુસાર 80% ભારતીયો હવે સોશિયલ મીડિયા પરથી શોધે છે પ્રોડક્ટ્સ
Meta Role in Online Shopping: મેટા કંપની દ્વારા હાલમાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ મુજબ ભારતમાં ઓનલાઇન શોપિંગ કરનાર 80% યુઝર્સ સોશિયલ મીડિયા પર પ્રોડક્ટ્સ શોધે છે. મેટા દ્વારા કરવામાં આવેલી સ્ટડીમાં દર્શાવવામાં આવ્યું હતું કે પ્રોડક્ટ શોધવાથી લઈ ખરીદી સુધી, સોશિયલ મીડિયા શું ભાગ ભજવે છે. 16 વર્ષથી લઈને 64 વર્ષ સુધીના 2500 ઇન્ટરનેટ યુઝર્સ પર આ સર્વે કરવામાં આવ્યો હતો.
ભારતના રિટેઇલ બિઝનેસમાં મેટાનું પ્રભુત્વ
"ધ ઇન્ડિયન રિટેઇલ પરચેઝ જર્ની" રિપોર્ટમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયા પર શોધાતી અથવા જોવામાં આવતી 96% પ્રોડક્ટ્સ મેટા કંપનીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે. ગ્રાહકો માટે, પ્રોડક્ટ શોધવાની પ્રક્રિયામાં, આ પ્લેટફોર્મ્સ ખૂબ જ પ્રભાવક સાબિત થાય છે. ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, લક્ઝરી ગૂડ્સ અને ગ્રોસરી જેવી વિવિધ કેટેગરીઓ પર સ્ટડી કરવામાં આવી હતી.
શોરૂમિંગ એક નવો ટ્રેન્ડ
ભારતમાં હાલમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આ શોરૂમિંગ ટ્રેન્ડમાં શો-રૂમમાં ખરીદી કરવા ગયેલા યુઝર્સ, પહેલા સોશિયલ મીડિયામાં પ્રોડક્ટ્સ શોધે છે, અને પછી ખરીદી કરે છે. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ માટે પણ, ગ્રાહકો ફિઝિકલી સ્ટોરમાં હોવા છતાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરે છે. લક્ઝરી જ્વેલરી માટે આ પ્રયોગ વધુ સ્પષ્ટ છે.
તહેવાર પર શું ટ્રેન્ડ હોય છે?
કેટલીક શોપિંગ કેટેગરીઓ એવી છે, જેમાં સ્ટોરમાં ખરીદી વધુ કરવામાં આવે છે, જેમ કે તહેવાર-કરવા ચૌથ, વેલેન્ટાઇન્સ ડે. આ સમયગાળામાં, લોકો ઓનલાઇન શોપિંગ કરતાં દુકાનમાં જઈને ખરીદીને મહત્વ આપે છે. ગ્રોસરી શોપિંગ માટે, 80% ઇન્ટરનેટ યુઝર્સ હજી પણ ફિઝિકલ સ્ટોર પસંદ કરે છે, જ્યારે કપડાની ખરીદી માટે, 75% યુઝર્સ ઓનલાઇન શોપિંગની પસંદગી કરે છે.
આ પણ વાંચો: મેટા કંપનીમાંથી નોકરીની ખોટી ઓફર: છેતરપિંડીથી કેવી રીતે બચવું?
રીલ્સ અને વીડિયો, બ્રાન્ડ માટે ઉત્તમ ટૂલ
મેટા પ્લેટફોર્મ્સ પર બ્રાન્ડ્સ માટે, રીલ્સ અને વીડિયો સૌથી અસરકારક છે. રોજના ચારમાંથી ત્રણ યુઝર્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રીલ્સ જુએ છે. એમાંથી ઘણાં યુઝર્સ, બ્રાન્ડની એડ્સ અથવા પ્રોડક્ટ જોઈને, માહિતી મેળવે છે અને ખરીદી પણ કરે છે.