Get The App

સેમસંગ ટ્રી-ફોલ્ડને કેમ લોન્ચ નથી કરી રહી?, જાણો કંપની શું વિચારી રહી છે...

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
સેમસંગ ટ્રી-ફોલ્ડને કેમ લોન્ચ નથી કરી રહી?, જાણો કંપની શું વિચારી રહી છે... 1 - image


Samsung Tri-Fold: સેમસંગ દ્વારા ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ફ્લીપ 7ને લોન્ચ કરવામાં આવ્યો છે. જોકે ટ્રી-ફોલ્ડને લોન્ચ કરવામાં આવશે એવી ચર્ચા હોવા છતાં એને લોન્ચ કરવામાં નથી આવ્યો. કંપની આ ફોનને લોન્ચ કરવામાં મોડું કરી રહી છે. આ માટેનું કારણ છે કે લોકોને આ ફોનની ખરેખર જરૂર છે કે નહીં એ વિશે વિચારણા ચાલી રહી છે. ફોલ્ડેબલ મોબાઇલ હજી જોઈએ છે એવું નથી. સેમસંગના મોબાઇલ એટલા સફળ નથી રહ્યા જેટલા ગેલેક્સી એસ સિરીઝ રહી છે. ત્યારે ટ્રીફોલ્ડને લઈને શું કરવે એ વિશે કંપની વિચારણા કરે એ સ્વાભાવિક છે. સેમસંગની ડિવાઇઝ એક્સપિરિયન્સ ડિવિઝનના એક્ટિંગ હેડ TM Roh દ્વારા ધી કોરિયા ટાઇમ્સને એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું હતું કે ‘મને એવી આશા છે કે અમે આ વર્ષના અંત સુધીમાં ટ્રી-ફોલ્ડ ફોનને લોન્ચ કરી શકીશું.’

ફોનનું નામ હજી સુધી જાહેર નથી કરાયું

સેમસંગ દ્વારા એને G ફોલ્ડ કહેવામાં આવે એવું બની શકે છે, પરંતુ હજી સુધી નામ નક્કી નથી થયું. આ વિશે TM Roh કહે છે, ‘અમે હાલમાં મોબાઇલને એકદમ પર્ફેક્ટ બનાવવા પર ધ્યાન આપી રહ્યા છે જેથી યુઝર્સ એનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરી શકે. અમે હજી સુધી એનું નામ નક્કી નથી કર્યું. આ મોબાઇલ હવે એકદમ તૈયાર થઈ જાય એટલે અમે એનું નામ પણ ફાઇનલ કરી દઈશું.’

આ પણ વાંચો: સેમસંગથી ભૂલમાં જાહેર થઈ ગઈ ટ્રી-ફોલ્ડ સ્માર્ટફોનની ડિઝાઇન: નવમી જુલાઈએ છે લોન્ચ ઇવેન્ટ

ટ્રી-ફોલ્ડ માટે હાર્ડવેર ખાસ ડિઝાઇન કર્યા સેમસંગે

સેમસંગના એક એક્ઝીક્યુટિવ દ્વારા એન્ડ્રોઇડ ઑથોરિટીને નામ નહીં જણાવવાની શરતે કહ્યું છે કે સેમસંગ દ્વારા ટ્રી-ફોલ્ડ મોબાઇલ માટે ખાસ હાર્ડવેર તૈયાર કર્યા છે અને એનું પ્રોડક્શન બહુ જલદી શરુ કરી દેવામાં આવશે. જોકે કંપની હજી પણ આ મોબાઇલ કેમ બનાવવામાં આવ્યો છે અને એને કઈ રીતે રજૂ કરવો એ માટે વિચારણા કરી રહી છે. આ વિશે એ વ્યક્તિએ કહ્યું કે ‘અમે ટ્રી-ફોલ્ડ છેલ્લા ઘણાં સમયથી બનાવ્યો છે. એની ડિઝાઇન અને બધું અમારા માટે તો તૈયાર જ છે એથી અમારા માટે એ કોઈ નવીનતા નથી. જોકે અમે આ મોબાઇલ કેવી રીતે લોકો સામે રજૂ કરવો એ વિશે ચર્ચા કરી રહ્યા છે. અમે એ માટે વિચારી રહ્યા છે કે શું આ પ્રકારના મોબાઇલની ખરેખર ડિમાન્ડ છે ખરી?’

આ પણ વાંચો: ટ્રમ્પે બજેટ ઘટાડતા નાસાના બે હજાર કર્મચારીની છટણી થશે, સ્પેસ રેસમાં ચીન આગળ નીકળી જવાનો વિજ્ઞાનીઓને ડર

જાન્યુઆરીમાં થઈ હતી જાહેરાત

સેમસંગ દ્વારા જન્યુઆરીમાં અનપેક્ડ ઇવેન્ટમાં ટ્રી-ફોલ્ડ ફોન વિશે જાહેરાત કરી હતી. તેમણે સ્ક્રીનનું ચિત્ર જાહેર કરી ટીઝર રિલીઝ કર્યું હતું. One UI 8માં એનિમેશન ફાઇલ્સમાં આ સ્ક્રીન કેવી રીતે કામ કરશે એ જોવા મળ્યું હતું. સેમસંગ દ્વારા આજે જ Z ફોલ્ડ 7, Z ફ્લીપ 7 અને વોચ 8 સિરીઝ લોન્ચ કરી છે. આ સાથે જ ટ્રી-ફોલ્ડ પણ લોન્ચ કરશે એવી આશા હતી, પરંતુ હવે એ માટે રાહ જોવી રહી.

Tags :