For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જાણો ભારતના સ્પેશ મિશન ગોલ માટે Chandrayaan 2 શા માટે છે મહત્વપૂર્ણ

Updated: Jul 22nd, 2019

Article Content Image

નવી દિલ્હી, 22 જુલાઈ 2019, સોમવાર

ચંદ્રયાન 2 ભારતીય સમયાનુસાર દિવસના 2 કલાક અને 43 મિનિટએ લોન્ચ કરવામાં આવશે. આ અગાઉ 14 જુલાઈની રાત્રે 2 કલાક અને 51 મિનિટએ તેને લોન્ચ કરવાનું હતું પરંતુ કેટલીક સમસ્યાના કારણે તેનું લોન્ચ 22 જુલાઈના રોજ ટાળવામાં આવ્યું. ભારત માટે Chandrayaan 2 ખૂબ મહત્વપૂર્ણ છે. મૂન મિશન અંતર્ગત આજે તેને આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં  આવશે. આ મૂન મિશન અંગે એસ્ટ્રોફિઝિસ્ટ અને સાયંટિસ્ટ ડો કરણ જાનીએ કેટલીક મહત્વની વાતો જણાવી છે. તેઓ ભારતના એલઆઈજીઓ મિશન સાથે જોડાયેલા પણ છે.  ગ્રેવિટેશનલ વેલ એક્સપેરિમેંટ એલઆઈજીઓને નોબલ પુરસ્કારકથી સમ્માનિત પણ કરવામાં આવ્યું છે. 

ચંદ્રયાન 2 ભારત માટે મોટું માઈલસ્ટોન સાબિત થશે. ભારત ઉપરાંત માત્ર ત્રણ દેશ ચંદ્ર સુધી પહોંચી શક્યા છે. આ દેશમાં અમેરિકા, રુસ અને ચીનનો સમાવેશ થાય છે. આ મિશન ઈસરોની ક્ષમતા અને એક્સપર્ટીસ દર્શાવે છે. આ ઘટનાના સાક્ષી લોકો બનશે અને ભારત ગર્વથી સ્પેશ એક્સપ્લોરેશન માટે આ મિશનને યાદ રાખશે. ચંદ્રયાન 2 એક વેકઅપ કોલ છે, આગામી સમયમાં આ ક્ષેત્રમાં મોટા કામ થશે. ચંદ્રયાન 2ના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ભારતીય યૂનિવર્સિટી એન્ડ ઈંડસ્ટ્રીએ ઘણું યોગદાન આપ્યું છે. એલઆઈજીઓ ભારતીય યૂનિવર્સિટી માટે આ એક શ્રેષ્ઠ અવસર છે કે જેનાથી તેઓ ગ્રેવિટેશનલ વેવને સ્પેસ ઓફ ધ આર્ટ સાથે જોડી શકશે. 


Gujarat