WhatsApp યુઝર્સ માટે ગુડ ન્યૂઝ! વીડિયો કોલમાં આવી ગયું જોરદાર ફીચર
WhatsApp New Feature : Whatsappનો ઉપયોગ આજે ભારત સહિત વિશ્વભરમાં કરોડો લોકો કરી રહ્યા છે. કંપનીના યુઝર્સ માટે એક પછી એક નવા નવા ફીચર્સ લાવી રહી છે. હાલમાં જ કંપનીએ WhatsApp પર એક નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુવિધા પણ રજૂ કરી છે, જે દ્વારા યુઝર્સ વિડીયો કોલ દરમિયાન તેમની પસંદગીનું બેકગ્રાઉન્ડ સેટ કરી શકશે.
આ પણ વાંચો: આઇફોન 17 સિરીઝમાંથી ફિઝિકલ સીમ કાઢી રહી છે એપલ: મોટાભાગના દેશોમાં ઈ-સીમ જોવા મળશે…
હા, આ નવુ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને પર રોલઆઉટ કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે, આ નવું ફીચર મેટા AI દ્વારા કામ કરે છે. જોકે, કંપનીએ તેના AI મોડેલનું નામ જાહેર કર્યું નથી. આ નવા ફીચરમાં તમે બેકગ્રાઉન્ડ જનરેશન કરી શકશો, સુવિધા હાલના બેકગ્રાઉન્ડને બ્લર કરવા અને પ્રીસેટ બેકગ્રાઉન્ડ ઓપ્શનને એડ કરવા માટે અન્ય ઓપ્શન સાથે જોવા મળશે.
વીડિયો કોલ શરુ કરતાની સાથે મળશે નવુ ઓપ્શન
કંપનીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ નવા ફીચર વિશે જાહેરાત કરી છે. આ સાથે તેમાં સમજાવ્યું છે કે વીડિયો કોલની અંદર જોવા મળતું આ નવું AI ફીચર કેવી રીતે કામ કરશે. બેકગ્રાઉન્ડ જનરેશનવાળા આ ફીચર યુઝર્સ વિડીયો કોલ શરૂ સાથે જ જોઈ શકશે. આ નવી સુવિધા આપણા ફોન પર પણ મળી છે.
કેવી રીતે નવા ફીચરનો ઉપયોગ કરશો
- આ ફીચરનો ઉપયોગ કરવા માટે પહેલા કોઈને વીડિયો કોલ કરો.
- એ પછી તમારે ઇન્ટરફેસની જમણી બાજુએ આપેલા મેઝિક વૈંડ આઈકન પર પર ક્લિક કરવું પડશે.
- હવે તમને સ્ક્રીનની નીચે સ્વાઇપ કરીને બેકગ્રાઉન્ડ પસંદ કરવાનું ઓપ્શન જોવા મળશે.
- જ્યારે તમે બેકગ્રાઉન્ડ બદલશો, ત્યારે તમને ક્રિએટ વિથ AI નું નવું ઓપ્શન જોવા મળશે.
- આ સાથે હવે તમે ટેક્સ્ટમાં લખીને કહી શકો છો કે, તમને કેવા પ્રકારનું બેકગ્રાઉન્ડ જોઈએ છે.