Get The App

21 લાખ kmphની ગતિએ પૃથ્વી સાથે અથડાયું સૂર્યનું સુપર સ્ટ્રોમ: પાવર ગ્રિડ્સ, સેટેલાઇટ્સ અને GPS પર હતું જોખમ

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
21 લાખ kmphની ગતિએ પૃથ્વી સાથે અથડાયું સૂર્યનું સુપર સ્ટ્રોમ: પાવર ગ્રિડ્સ, સેટેલાઇટ્સ અને GPS પર હતું જોખમ 1 - image
AI Image

Solar Strom Effect Earth: ભાગ્યે જ જોવા મળતું સોલર સ્ટ્રોમ 21 લાખ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં પૃથ્વી સાથે અથડાઈ રહ્યું છે. 30 ઓગસ્ટથી શરૂ થયેલું આ સ્ટ્રોમ બે સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. એમાં પહેલી ઓગસ્ટ પૃથ્વી માટે ખૂબ જ ભયજનક હતી. આ સ્ટ્રોમમાં સૂર્યનો પવન 21 લાખ કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો હતો. કેનિબલ CME ઇવેન્ટને કારણે આ સોલર સ્ટ્રોમ ખૂબ જ ભયાનક રૂપ ધારણ કર્યું હતું. જો કે હવે એ એટલું ભયજનક નથી રહ્યું, પરંતુ એને લઈને પાવર ગ્રિડ્સ અને સેટેલાઇટને ખૂબ જ જોખમ હતું.

શું છે કેનિબલ CME?

કેનિબલ CME ઇવેન્ટ એટલે કે કોરોનલ માસ ઇજેક્શન ઇવેન્ટ. આ એક ભાગ્યે જ જોવા મળતી ઘટના અને ખૂબ જ પાવરફુલ ઇવેન્ટ છે. એમાં એક CME બીજા CMEને ઓવરટેક કરે છે અને પરિણામે બન્ને CME એક થઈ જાય છે. આ બે સ્ટ્રોમ એક થવાથી એમાં સ્પીડ અને પાવરનો વધારો થાય છે અને એ એક સુપરચાર્જ સોલર સ્ટ્રોમમાં પરિણમે છે.

કેવી રીતે શરૂ થયું હતું?

આ સોલર સ્ટ્રોમની શરૂઆત 30 ઓગસ્ટના રોજ થઈ હતી. સૂર્યનો એક સ્પોટ જેને AR 4199 તરીકે ઓળખવામાં આવે છે એમાંથી લોંગ-ડ્યુરેશનનો M2.7 ક્લાસ સોલરની એક જ્વાળા નીકળી હતી. ત્યાર બાદ એક પછી એક કોરોનલ માસ ઇજેક્શન જોવા મળ્યા હતા. સૂર્યમાંથી એક પછી એક મોટા મોટા વાદળો જોવા મળ્યા હતા જેમાં પાવરના પાર્ટિકલ્સ હતા. સૌથી ફાસ્ટ વાદળ ધીમા વાદળને ઓવરટેક કરે છે અને એ વધુ પાવરફુલ બનતું જાય છે. એના કારણે કેનિબલ કોરોનલ માસ ઇજેક્શન બન્યું હતું. એમાં ખૂબ જ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ હતાં અને ડેન્સર પ્લાસમાનો પણ સમાવેશ થયો હતો. આથી અન્ય સોલર બ્લાસ્ટ કરતાં આ સ્ટ્રોમ ખૂબ જ ખતરનાક હતું.

21 લાખ kmphની ગતિએ પૃથ્વી સાથે અથડાયું સૂર્યનું સુપર સ્ટ્રોમ: પાવર ગ્રિડ્સ, સેટેલાઇટ્સ અને GPS પર હતું જોખમ 2 - image
સૂર્યમાંથી જ્વાળા નીકળે એની  AI Image

પૃથ્વી પર સોલર સ્ટ્રોમની અસર

NOAA અને નાસા દ્વારા આ કેનિબલ કોરોનલ માસ ઇજેક્શન પહેલી સપ્ટેમ્બરે પહોંચવાનું હતું જે 30 ઓગસ્ટે શરૂ થયું હતું. જો કે એની અસર ધારવા કરતાં વધુ હતી. આજે જે ગરમી લાગી રહી છે એનું કારણ આ સોલર સ્ટ્રોમ છે. આ સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો પવન પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ સાથે 600 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે અથડાયો હતો. એના કારણે મેગ્નેટોસ્ફિયર કોમ્પ્રેસ થયા હતા અને જિયોમેગ્નેટિક સ્ટ્રોમ ટ્રિગર થયું હતું.

આ સ્ટ્રોમને કારણે G1 એટલે કે માઇનર અને G3 એટલે કે સ્ટ્રોંગ સ્ટ્રોમ જોવા મળ્યું હતું. આ સ્ટ્રોમને કારણે નોર્થ અમેરિકા, યુરોપ અને એશિયાના કેટલાક દેશોમાં ખૂબ જ અદ્ભુત ઓરોરા જોવા મળ્યા હતા. ઊંચાઈ પર આવેલા પાવર ગ્રિડ્સમાં વોલ્ટેજ ખૂબ જ ઉપર-નીચે થતાં જોવા મળ્યા હતા. GPS પણ ચોક્કસ રીતે કામ નહોતું કરી રહ્યું. સેટેલાઇટ્સમાં પણ ઘણી મુશ્કેલીઓ જોવા મળી હતી. હાઈ ફ્રિક્વન્સીના રેડિયો સિગ્નલમાં પણ અવરોધ જોવા મળ્યા હતા. Kp ઇન્ડેક્સમાં ફોરકાસ્ટ 6 લેવલની ઉપરનો હતો. આ એક જિયોમેગ્નેટિક ડિસ્ટર્બન્સને માપવાનું કામ કરે છે. 6 લેવલથી વધુ હોવાથી સ્પેસમાં ખૂબ જ સ્ટ્રોંગ વેધર એક્ટિવિટી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કેનિબલ CME કેમ ખતરનાક હોય છે?

કેનિબલ CME ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ ખૂબ જ ખતરનાક હોય છે. એમાં મેગ્નેટિક ફિલ્ડ ખૂબ જ વધુ હોય છે. તેમાં ડેન્સ પ્લાસમા હોય છે. આ ડેન્સર પ્લાસમામાં રેડિએશન હોય છે. એના કારણે વાતાવરણમાં ખૂબ જ અસર જોવા મળે છે. એના કારણે ઘણાં લોકોનું બ્લડ પ્રેશર વધી જઈ શકે છે. હાર્ટ રેટમાં બદલાવ જોવા મળે છે. કેટલાકને ઊંઘમાં તકલીફ પડે છે અને કેટલાકને મૂડ સ્વિંગ્સ જોવા મળે છે. એના કારણે પૃથ્વીની જિયોમેગ્નેટિક ઇફેક્ટ પર પણ અસર પડે છે. રેગ્યુલર CMEની જગ્યાએ કેનિબલ CME ખૂબ જ ખતરનાક અને વધુ અસર કરનારા હોય છે. એને કારણે સેટેલાઇટથી ચાલતી સર્વિસથી લઈને એવિએશન અને કોમ્યુનિકેશન પર પણ અસર પડે છે.

આ પણ વાંચો: મ્યુલ એકાઉન્ટનો ખતરનાક ખેલ: કમિશનના લાલચમાં થઈ શકે છે જેલ, જાણો માહિતી...

આગળ શું થશે?

આ સોલર સ્ટ્રોમ સોલર સાયકલ 25નો એક ભાગ છે. આ એનો એકદમ પીક સમય છે. વિજ્ઞાનીઓ કહી રહ્યાં છે કે આ પ્રકારની સોલર ઇવેન્ટ આગામી મહિનાઓમાં ખૂબ જ વધુ જોવા મળી શકે છે. સામાન્ય લોકો આકાશમાં ઓરોરાને જોઈને ખુશ થઈ રહ્યાં છે જેને નોર્ધન લાઇટ્સ પણ કહેવામાં આવે છે. જો કે વિજ્ઞાનીઓ અને દુનિયાની તમામ સ્પેસ એજન્સી આ માટે હાઈ એલર્ટ પર હતી. પાવર ગ્રિડ્સની સ્ટેબિલિટીથી લઈને સેટેલાઇટ્સ ખૂબ જ સારી રીતે કામ કરે અને એવિએશનમાં તકલીફ ન આવે એ તમામ બાબતો પર તેમણે ચાપતી નજર રાખવી પડી હતી.

Tags :