Get The App

WhatsApp યુઝર્સને જેનો ભય હતો એ જ થયું! સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

Updated: Jun 17th, 2025

GS TEAM

Google News
Google News
WhatsApp Advertisements in Status


WhatsApp Advertisements in Status: કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે, તેમાં પણ અન્ય સોશિયલ મીડિયા એપ્સની જેમ નવા નવા ફીચર્સ આવતા રહે છે અને ફેરફાર થતા રહે છે. એવામાં વોટ્સએપ મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ સોમવારે જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં જાહેરાતો અને પેઇડ ફીચર્સ રજૂ કરશે.

જોકે, ગભરાવાની જરૂર નથી, આ બધા ફેરફારો ફક્ત સ્ટેટસ અને ચેનલ્સ જેવા અપડેટ્સ ટેબમાં જ જોવા મળશે, તમારી પર્સનલ ચેટ, કોલ કે ગ્રુપમાં કોઈ જાહેરાતો આવશે નહીં.

વોટ્સએપ શા માટે લાવી રહ્યું છે આ ફેરફાર?

હકીકતમાં, વોટ્સએપ અત્યાર સુધી એકમાત્ર મોટું સોશિયલ પ્લેટફોર્મ હતું જેમાં જાહેરાતો નહોતી. વોટ્સએપના વિશ્વભરમાં 2 અબજથી વધુ એક્ટીવ યુઝર છે. આથી કંપની હવે તેનો આવકનો સ્ત્રોત વધારવાની તૈયારી કરી રહી છે. મેટા હવે વોટ્સએપ દ્વારા મોટી કમાણી કરવાની તૈયારી કરી રહી છે જેથી કન્ટેન્ટ ક્રિએટર્સ, ચેનલ માલિકો અને કંપની માટે આવકના નવા રસ્તા ખુલી શકે. તેમજ કંપનીએ સ્પષ્ટ કરી છે કે આયોજન એવી રીતે કરવામાં આવી રહ્યું છે કે તમારી ગોપનીયતા, એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન અને યુઝર એક્સપિરિયન્સને અસર ન થાય. 

વોટ્સએપ જાહેરાતો ક્યાં દેખાશે?

વોટ્સએપ પર આવતી જાહેરાતો તમને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ જે રીતે વોટ્સએપ સ્ટેટ્સ આવે છે ત્યાં જોવા મળશે તેમજ વોટ્સએપ ચેનલમાં પણ આ જાહેરાતો જોવા મળશે. 

આ પણ વાંચો: મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! નવો સ્માર્ટફોન લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

નવા ફીચર્સમાં શું ખાસ હશે?

પેઇડ ચેનલ સબ્સ્ક્રિપ્શન

જો તમે સતત કોઈ ચેનલને ફોલો કરો છો, તો પછીથી તમે તેને સબ્સ્ક્રાઇબ કરી શકશો અને એક્સક્લુઝિવ અપડેટ્સ મેળવી શકશો. એટલે કે, મનપસંદ ચેનલમાં જોડાવા માટે, તમારે થોડા મહિનાની ફી ચૂકવવી પડશે.

પ્રમોટેડ ચેનલો

હવે ચેનલ માલિકોને વોટ્સએપ પર તેમની ચેનલનો પ્રચાર કરવાનો વિકલ્પ પણ મળશે. આનાથી યુઝર માટે નવી ચેનલો શોધવાનું સરળ બનશે.

WhatsApp યુઝર્સને જેનો ભય હતો એ જ થયું! સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે 2 - image

Tags :