ટિક-ટોકના બેન પર વધુ ઢીલ આપવા તૈયાર ટ્રમ્પ, 19 જૂન બાદ નવો એક્ઝિક્યૂટિવ ઓર્ડર બહાર પાડી શકે

Donald Trump Willing To Delay Tik-Tok Ban: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટિક-ટોકના બેન કરવાના ઓર્ડર પર વધુ ઢીલ આપવાની તૈયારી દેખાઈ રહી છે. NBCની "Meet the Press" ઇવેન્ટમાં ટ્રમ્પે આ અંગે વાત કરી હતી. ટિક-ટોકના અમેરિકન યુનિટને સ્થાનિક નાગરિક અથવા કંપનીને વેચવાની ફરજ કરવામાં આવી હતી, અને 19 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો ત્યાં સુધીમાં આ ડીલ ફાઇનલ ન થાય, તો ટ્રમ્પ વધુ સમય આપવા માટે વિચારણા કરી રહ્યા છે.
ટિક-ટોકનું વેચાણ ફરજિયાત
ગયા વર્ષે અમેરિકાની કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો કે ટિક-ટોકનું અમેરિકન યુનિટ સ્થાનિક નાગરિક અથવા કંપનીને વેચવું પડશે, નહીં તો તેને સંપૂર્ણપણે બેન કરવામાં આવશે. આ નિર્ણય અમેરિકાની સુરક્ષા ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો હતો, કેમ કે ટિક-ટોકના ડેટા સંભાળવા અંગે પ્રાઇવસીની ચિંતાઓ ઉદભવી હતી. આ ચુકાદા બાદ ટિક-ટોકને અમેરિકામાં બેન કરવામાં આવ્યું અને તેને Google Play Store અને Apple App Storeમાંથી હટાવી દેવામાં આવ્યું.

કોર્ટના ઓર્ડરમાં થોડી રાહત
કોર્ટના ચુકાદા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પાસ કરવામાં આવ્યો, જેમાં ટિક-ટોકને 90 દિવસનો સમય આપવામાં આવ્યો. એ સમય એપ્રિલમાં પૂરો થયો, પરંતુ કોઈ ડીલ ફાઇનલ ન થઈ. તેથી, ટ્રમ્પે વધુ 75 દિવસ આપી, જેના લીધે નવી ડેડલાઇન 19 જૂન થઈ ગઈ.
આ પણ વાંચો: ફોલ્ડેબલ ફોન પર છે એપલનું ફોકસ: આઇફોન 18ને મોડેથી લોન્ચ કરવાનો અંદાજ
વધુ રાહત આપવામાં આવે એવી શક્યતા
ટ્રમ્પે 19 જૂન સુધીનો સમય આપ્યો છે, પરંતુ જો ત્યાં સુધીમાં ડીલ ફાઇનલ ન થાય, તો તે વધુ એક વાર રાહત આપવા માટે તૈયાર છે. ચીનની સરકાર હાલમાં અમેરિકાના ટેરિફ અંગે અસંતોષ વ્યક્ત કરી રહી છે, જે ટિક-ટોકની ડીલ પર પણ અસર પાડે છે. જોકે, સંપૂર્ણપણે બેન લગાવવાના બદલે ટ્રમ્પ વધુ રાહ જોવા માટે તૈયાર છે.

