For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જૂનો આઈફોન ખરીદવાનું વિચારો છો ?

Updated: Nov 5th, 2023

જૂનો આઈફોન ખરીદવાનું વિચારો છો ?

એપલ કંપની તરફથી જ્યારે પણ નવો આઇફોન લોન્ચ થાય ત્યારે લોકો તેને ખરીદવા માટે સ્ટોર બહાર લાઇન લગાવતા હોય છે. નવા આઇફોનનો આટલો ક્રેઝ હોય ત્યારે સ્વાભાવિક છે કે તેની તોતિંગ કિંમત જેમને પરવડે તેમ ન હોય તેવા લોકો અન્ય યૂઝરનો યૂઝ્ડ આઇફોન ખરીદીને પણ આઇફોનના માલિક બન્યાનો સંતોષ લેવા માગે. 

જો તમે તમારા પોતાના માટે કે પરિવારમાં અન્ય કોઈ માટે યૂઝ્ડ આઇફોન ખરીદવા માગતા હો તો કંપનીએ હમણાં એ માટેની એક ઓફિશિયલ ગાઇડલાઇન લોન્ચ કરી છે (જુઓ https://support.apple.com/en-us/HT213680).

આ ગાઇડમાં આપણે જેને ખરીદવા માગતા હોઇએ તે જૂનો આઇફોન ફરીથી વપરાશ યોગ્ય છે કે નહીં તે તપાસવા માટેનાં સંખ્યાબંધ પગલાં સૂચવવામાં આવ્યાં છે. તેમાંથી સૌથી મહત્ત્વનો મુદ્દો આઇફોનના ‘એક્ટિવેશન લોક’ સંબંધિત છે.

જો જૂના આઇફોનમાં એક્ટિવેશન લોક ઓન હોય તો તેનો અર્થ એ થયો કે એ આઇફોનમાં આપણે પોતાનું એપલ આઇડી ઉમેરીએ તે પહેલાં આઇફોનના મૂળ માલિકે પોતાનું એપલ આઇડી અને પાસવર્ડ આપવો જરૂરી છે (એન્ડ્રોઇડમાં પણ આવી સુવિધા છે). આ સુવિધા આઇફોન કે એન્ડ્રોઇડ ફોન ચોરાઈ કે ખોવાઈ જાય ત્યારે અન્ય વ્યક્તિ મૂળ માલિકની મદદ વિના તેનો ઉપયોગ ન કરી શકે એ સુનિશ્ચિત કરવાનો છે.

આથી જો તમે જૂનો આઇફોન ખરીદી રહ્યા હો તો ત્યારે તેમાં એક્ટિવેશન લોક ઓન ન હોય તેની ખાતરી કરી લેવી બહુ મહત્ત્વની છે. તમને આ ખાતરી કેવી રીતે કરવી તે ખબર ન હોય તો આઇફોન વેચી રહેલી વ્યક્તિ સાથે વાત કરીને ફોનમાં તમે પોતાનું એપલ આઇડી ઉમેરી શકશો એ વાતની ખાતરી કરી લો.

તમે જૂનો આઇફોન ખરીદવા માટેની આ ગાઇડલાઇનના બધા મુદ્દા વાંચશો તો સમજાશે કે એપલ કંપની આડકતરી રીતે આપણને કહી રહી છે કે આઇફોન બાબતે બીજા કોઈ પર ભરોસો મૂકશો નહીં, કંપની પાસેથી નવો આઇફોન જ ખરીદો!

Gujarat