Science & Technology

ભારતમાં iPhone Duo એટલો મોંઘો કે ફોન લેવા બેંગકોક જાઓ અને વેકેશન માણીને આવો તોય હજારોની બચત થાય!

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
એપલે રજૂ કરેલો તેનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duo ભારતમાં ₹2,99,900માં મળશે. ભારતીયો માટે આ કિંમત એટલી ઊંચી છે કે બેંગકોક જઈને બે દિવસ વેકેશન માણી, ફોન ખરીદીને પાછા આવો તો પણ ₹15,000ની બચત થાય! થાઈલેન્ડમાં તેની કિંમત લગભગ ₹2,30,000 છે. ઉંચી આયાત જકાત અને ટેક્સ માળખાને કારણે ભારતમાં ફોન મોંઘો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં iPhone Duo એટલો મોંઘો કે ફોન લેવા બેંગકોક જાઓ અને વેકેશન માણીને આવો તોય હજારોની બચત થાય!
AI Image

Fly To Bangkok And Buy iPhone Duo Cheaper: એપલે પોતાના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duoને વૈશ્વિક સ્તરે રજૂ કરી દીધો છે, પરંતુ ભારતમાં તેની કિંમત અત્યંત આસમાને પહોંચી છે. ભારતમાં iPhone Duoની શરૂઆતી કિંમત ₹2,99,900 રાખવામાં આવી છે. આ કિંમત એટલી વધારે છે કે ભારતીય ગ્રાહક ફ્લાઇટ પકડીને બેંગકોક જાય, ત્યાં બે દિવસ વેકેશન માણે અને ફોન ખરીદીને પાછો આવે તો પણ ભારતમાં મળતા ફોન કરતાં પૈસા બચી જાય તેમ છે.

સામાન્ય રીતે ભારતીયો અમેરિકા રહેતા સંબંધીઓ મારફતે સસ્તો આઇફોન મંગાવતા હોય છે. પરંતુ જો ત્યાં કોઈ ઓળખીતું ન હોય, તો બેંગકોક કે દુબઈ જેવા નજીકના દેશોની ટૂર કરવી આર્થિક રીતે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

શા માટે વિદેશમાં સસ્તો મળે છે iPhone Duo?

ભારતમાં આયાત જકાત અને ઊંચા ટેક્સ માળખાના કારણે થાઇલેન્ડ જેવા દેશોની સરખામણીએ આઇફોન ઘણા મોંઘા હોય છે.

  • ભારતમાં કિંમત: ₹2,99,900 (256GB બેઝ મોડેલ)
  • થાઇલેન્ડમાં કિંમત: 78,999 થાઈ બાટ (લગભગ ₹2,30,000)
  • સીધો તફાવત: માત્ર ફોનની કિંમતમાં સીધો ₹70,000 સુધીનો ઘટાડો જોવા મળે છે.

બેંગકોક વેકેશન અને iPhone Duoની ખરીદીનું ગણિત:

iPhone Duoનું ગ્લોબલ વેચાણ 23 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. ધારો કે કોઈ વ્યક્તિ 23થી 25 ઓક્ટોબર દરમિયાન બે દિવસ માટે બેંગકોકની મુલાકાત લે છે, તો ખર્ચ નીચે મુજબ રહી શકે છે:

  • રાઉન્ડ ટ્રીપ ફ્લાઇટ ટિકિટ: Skyscannerના ફ્લાઇટ ડેટા મુજબ નવી દિલ્હીથી બેંગકોકની રિટર્ન ટિકિટ ₹27,000થી ₹30,000ની આસપાસ મળી રહે છે. (ગણતરી માટે અંદાજે ₹30,000)
  • હોટેલ રોકાણ (2 રાત): શહેરમાં સારી 3-સ્ટાર કે 4-સ્ટાર હોટેલમાં બે રાત રોકાવાનો ખર્ચ અંદાજે ₹10,000 (દૈનિક ₹3,000થી ₹5,000) થાય છે.
  • લોકલ મુસાફરી અને ફૂડ ખર્ચ: બે દિવસના ખાણી-પીણી અને સ્થાનિક પરિવહન પાછળ અંદાજે ₹15,000નો ખર્ચ ગણીએ.

કુલ ગણતરી અને ચોખ્ખી બચત:
ફોનની કિંમત (થાઇલેન્ડ): ₹2,30,000
ફ્લાઇટ + હોટેલ + અન્ય ખર્ચ: ₹55,000 (₹30,000 + ₹10,000 + ₹15,000)
કુલ ખર્ચ: ₹2,85,000
ચોખ્ખી બચત: ભારતમાં સીધો ₹2,99,900 ખર્ચવાને બદલે, બેંગકોકમાં 2 રાત મિની-વેકેશન માણીને ખરીદી કરવા છતાં ગ્રાહકને સીધા ₹15,000ની ચોખ્ખી બચત થાય છે.

ટોપ વેરિઅન્ટ (2TB)માં હજુ વધુ ફાયદો:

જો ગ્રાહક હાઈ-એન્ડ 2TB વેરિઅન્ટ ખરીદવા માંગતો હોય તો બચતનો આંકડો વધુ મોટો બને છે:

ભારતમાં 2TBની કિંમત: ₹4,49,900

થાઇલેન્ડમાં 2TBની કિંમત: 1,27,900 થાઈ બાટ (અંદાજે ₹3,69,000)

અહીં ભાવ તફાવત સીધો ₹80,000થી વધુ થઈ જાય છે, જેથી તમામ પ્રવાસ ખર્ચ બાદ કરતાં પણ ₹25,000થી વધુની બચત શક્ય બને છે.

દુબઈ અને હોંગકોંગમાં પણ ભારે સસ્તો:

માત્ર થાઇલેન્ડ જ નહીં, અન્ય દેશોમાં પણ કિંમતો ઘણી ઓછી છે:

  • દુબઈ: iPhone Duoની પ્રારંભિક કિંમત 8,499 દિરહામ (લગભગ ₹2,20,000) છે.
  • હોંગકોંગ: કિંમત 17,499 હોંગકોંગ ડોલર (અંદાજે ₹2,12,000) છે.

વિઝા પ્રક્રિયા અને ટ્રાવેલની ઝંઝટ સામાન્ય ખરીદદારો ટાળતા હોય છે, પરંતુ આંકડાકીય ગણતરી દર્શાવે છે કે વિદેશ જઈને મજા માણીને નવો ફોલ્ડેબલ આઇફોન લાવવો આર્થિક દ્રષ્ટિએ પણ સસ્તો પડે છે.