For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અંતરિક્ષમાં લઘુગ્રહ સેરસ પર પાણીનો ભંડાર હોવાની ભાળ મળવાનો દાવો

આ ગ્રહ મંગળ અને ગુરુની વચ્ચેના લઘુગ્રહ પટ્ટામાં આવેલો છે

સેરસ ગ્રહ ગુઇસેપ્પ પિઆજ્જીએ ૧ જાન્યુઆરી ૧૮૦૧ શોધ્યો હતો

Updated: Aug 11th, 2020

Article Content Image

વોશિંગ્ટન,૧૧,ઓગસ્ટ,૨૦૨૦,મંગળવાર 

અંતરિક્ષમાં સેરસ નામના સૌથી નાના લઘુગ્રહ પર પાણીના સૌથી મોટા ભંડારની ભાળ મળી છે આથી વૈજ્ઞાાનિકોનું માનવું છે કે આ ગ્રહ પર જીવન હોવાની શકયતા રહેલી છે.આ ગ્રહની સપાટીની ૪૦ કિમી અંદર સેંકડો કિમીમાં ફેલાયેલું એક જળાશય રહેલું છે. જો કે આ પાણીમાં મીઠાનું પ્રમાણ વધારે હોવાનું જણાય છે.આ સંશોધન દાવો અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આંકડાના આધારે કરવામાં આવ્યોે છે. આ અંગે એક સંશોધનપત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે. જે નેચર એસ્ટ્રોનોમી ઉપરાંત નેચર જીયો સાયન્સ અને નેચર કમ્યૂનિકેશનમાં પ્રગટ માહિતી મુજબ સેરેસ લઘુ ગ્રહ પર નમકવાળા પાણીનો ભંડાર છે અને તેના પર બરફની પરત જામેલી છે. 

નાસાએ શુદ્રગ્રહ પર પાણી હોવાની માહિતી અને ગણતરી માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. અંતરિક્ષયાન ડ્રોન અંગેના મુખ્ય સંશોધનકાર કેરોલ રેમન્ડ કહે છે કે આ સ્થિતિ સેરેસ શુદ્ર ગ્રહમાં જે પાણીની માત્રા જોવા મળે છે તે અંતરિક્ષમાં પાણીનો સૌથી મોટો સોર્સ છે એવો દાવો કરી શકાય તેમ નથી.આ ગ્રહનો વ્યાસ અંદાજે ૧૫૦ કિમી જેટલો છે.સૌર મંડળના લઘુગ્રહના ઘેરાવામાં રહેલો સેરેસ ખુદના ગુરુત્વાકર્ષણથી ગોળ થઇ ગયો છે. અન્ય લઘુગ્રહ પલાસ, જુનો, હાઇજીઆ વગેરે અનિયમિત આકારના જોવા મળે છે. ૨૦૦૩-૦૪માં હબલ ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહની સ્પષ્ટ તસ્વીર લેવામાં આવી હતી. આ ગ્રહ પર બરફની પરત છે અને તેના મધ્યનો ભાગ પથરાળ છે આથી પથ્થરો અને બરફની વચ્ચે પાણીનો સ્ત્રોત હોવાનું પહેલાથી જ માનવામાં આવતું હતું. એટલું જ નહી પાતળું હવામાન હોય તેવો પણ અંદાજ હતો. સેરસ કૃષિના રોમન દેવતાનું નામ છે. આ ગ્રહની શોધ ગુઇસેપ્પ પિઆજ્જીએ ૧ જાન્યુઆરી ૧૮૦૧માં કરી હતી. આ ગ્રહ મંગળ અને ગુરુની વચ્ચેના લઘુગ્રહ પટ્ટામાં છે.


Gujarat