Science & Technology

ટેસ્લા કારનો શોખ હોય તો કાર ખરીદ્યા બાદ પણ ચૂકવવી પડશે મોટી રકમ, જાણો કેમ…

By GS TEAM
19 Jul 20252 mins read
TukuTouch Logo
ઇલોન મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં પહેલો શોરૂમ શરુ કર્યો છે. આ કંપનીની કારનું બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ એનો ઉપયોગ કરવો ખૂબ જ મોંઘું પડી શકે છે. 15 જુલાઈથી ભારતમાં એન્ટ્રી કર્યા બાદ તેમની પહેલી કાર Model Y માર્કેટમાં જોવા મળશે. આ એક સેલ્ફ ડ્રાઇવિંગ ઇલેક્ટ્રિક કાર છે. જોકે આ કાર ચલાવવાનો શોખ હોય તો એ થોડો મોંઘો સાબિત થઈ શકે છે. આ માટેનું કારણ કારની ખરીદી બાદ પણ ફીચર્સ માટે ચૂકવવામાં આવતાં ખર્ચ છે

Summarized by AI; it may make mistakes. Check important info

ટેસ્લા કારનો શોખ હોય તો કાર ખરીદ્યા બાદ પણ ચૂકવવી પડશે મોટી રકમ, જાણો કેમ…

Tesla Charges in India: ઇલોન મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં પહેલો શોરૂમ શરુ કર્યો છે. આ કંપનીની કારનું બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ એનો ઉપયોગ કરવો ખૂબ જ મોંઘું પડી શકે છે. 15 જુલાઈથી ભારતમાં એન્ટ્રી કર્યા બાદ તેમની પહેલી કાર Model Y માર્કેટમાં જોવા મળશે. આ એક સેલ્ફ ડ્રાઇવિંગ ઇલેક્ટ્રિક કાર છે. જોકે આ કાર ચલાવવાનો શોખ હોય તો એ થોડો મોંઘો સાબિત થઈ શકે છે. આ માટેનું કારણ કારની ખરીદી બાદ પણ ફીચર્સ માટે ચૂકવવામાં આવતાં ખર્ચ છે.

બે વેરિઅન્ટમાં આવે છે ટેસ્લા

ટેસ્લાની હાલમાં Model Y કાર ભારતમાં લોન્ચ થઈ છે. આ કારના બે વેરિઅન્ટ છે. એક સ્ટાન્ડર્ડ કાર છે અને એક લોંગ રેન્જ કાર છે. આ કારમાં રિયર વ્હીલ ડ્રાઇવિંગ છે. આ કાર અમેરિકામાં અને ભારતમાં ખૂબ જ અલગ છે. અમેરિકામાં સ્ટાન્ડર્ડ કારની શરુઆતની કિંમત 37490 અમેરિકન ડૉલર એટલે કે અંદાજે ₹ 32,31,184 રૂપિયા છે. તેમ જ લોંગ રેન્જ કારની કિંમત 41490 અમેરિકન ડૉલર એટલે કે અંદાજે ₹ 35,75,935 રૂપિયા છે. જોકે ભારતમાં એની કિંમત બમણી જેવી થઈ જાય છે. મુંબઈમાં આ કારના સ્ટાન્ડર્ડ વર્ઝનની એક્સ શોરૂમ કિંમત ₹ 59,89,000 રૂપિયા છે. તેમ જ લોંગ રેન્જ કારની કિંમત ₹ 67,89,000 રૂપિયા છે. ઓન રોડ કિંમતમાં ત્રણથી ચાર લાખ રૂપિયાનો અંદાજિત વધારો થઈ શકે છે.

કાર ખરીદ્યા બાદ પણ ચૂકવવા પડશે પૈસા

આ કાર ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ મોડ સાથે આવે છે. જોકે એ માટે વધુ પૈસા ચૂકવવા પડે છે. સેલ્ફ ડ્રાઇવિંગ ફીચરમાં કાર ઓટોમેટિક ડ્રાઇવ કરે છે, ડ્રાઇવરે ફક્ત નજર રાખવાની હોય છે. આ માટે યુઝરે ₹ 6 લાખ રૂપિયા વધુ ચૂકવવા પડશે. ભારતમાં આ ફીચર માટે ₹ 6 લાખ રૂપિયા કિંમત રાખવામાં આવી છે. આ માટે ટેસ્લાની ઓફિશિયલ વેબસાઇટ પર એ જોઈ શકાય છે. આ ફીચર યુક્ત ઘણા લોકોએ કારને બુક પણ કરાવી દીધી છે.


ભારતમાં હજી પરવાનગી નથી

ભારતમાં હજી સુધી ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ માટે પરવાનગી આપવામાં નથી આવી. આથી આ ફીચર માટે પૈસા ચૂકવ્યા બાદ પણ એનો ઉપયોગ કરી શકાશે કે કેમ એ વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી. જોકે પાર્કિંગ અને એના જેવી અન્ય બાબતો માટે આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. ભારતમાં ઘણી કારમાં હવે આ ફીચર છે, જેમાં કાર ઓટોમેટિક પાર્ક થઈ જશે.

આ પણ વાંચો: NPCIએ નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે નિયમોમાં કર્યા બદલાવ: હવે જલદી મળી જશે યુઝર્સને પૈસા

કેટલી છે સ્પીડ?

આ કારનું સ્ટાન્ડર્ડ મોડલ ઝીરોથી 100ની સ્પીડ 5.9 સેકન્ડમાં પકડી લેશે. તેમ જ લોંગ રેન્જ વેરિઅન્ટને ફક્ત 5.6 સેકન્ડનો સમય લાગશે. બન્ને મોડલની ટોપ સ્પીડ 201 કિલોમીટર પ્રતિ કલાકની છે.