Science & Technology

India AI Summit: સાડીના કારીગરો માટે AI લૂમ, કલાકોમાં થતી ડિઝાઇન હવે મિનિટોમાં થશે

By GS Team
18 Feb 20262 mins read
TukuTouch Logo
Tata Consultancy Services (TCS)એ પરંપરાગત કાંજીવરમ સાડીની વણાટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કર્યો છે. તેમણે એનું પ્રદર્શન India AI Impact Summit 2026માં નવી દિલ્હીમાં કર્યું છે. આ પ્રદર્શન દરમ્યાન તેમણે LED ઇન્ડિકેટર્સ દ્વારા કામ કરતું લૂમ દેખાડ્યું હતું. આ એડવાન્સ લૂમ પરની લાઇટ્સ બતાવે છે કે કયા રંગના દોરાનો ક્યારે ઉપયોગ કરવો, જેનાથી વણાવટની પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બને છે.

Summarized by AI; it may make mistakes. Check important info

India AI Summit: સાડીના કારીગરો માટે AI લૂમ, કલાકોમાં થતી ડિઝાઇન હવે મિનિટોમાં થશે

AI Smart Loom: Tata Consultancy Services (TCS)એ પરંપરાગત કાંજીવરમ સાડીની વણાટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કર્યો છે. તેમણે એનું પ્રદર્શન India AI Impact Summit 2026માં નવી દિલ્હીમાં કર્યું છે. આ પ્રદર્શન દરમ્યાન તેમણે LED ઇન્ડિકેટર્સ દ્વારા કામ કરતું લૂમ દેખાડ્યું હતું. આ એડવાન્સ લૂમ પરની લાઇટ્સ બતાવે છે કે કયા રંગના દોરાનો ક્યારે ઉપયોગ કરવો, જેનાથી વણાવટની પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બને છે.

AI બનાવે છે ‘લૂમ-રેડી’ ડિઝાઇન

કાંજીવરમ સાડીઓના પેટર્ન હાથથી દોરવામાં આવ્યા નહોતા, પરંતુ TCS Intelligent Design Platform દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા. આ સિસ્ટમ વોઇસ ઇનપુટ્સ, હાથથી દોરેલા સ્કેચ અથવા રેફરન્સ ઇમેજિસનો ઉપયોગ કરીને ‘લૂમ-રેડી’ ડિઝાઇન તૈયાર કરે છે. આઉટપુટ કેવું દેખાશે એને 3D અથવા તો Augmented Reality (AR)માં જોઈ શકાશે જેથી વણાવટ શરૂ થાય તે પહેલાં સાડી કેવી દેખાશે તેનો અંદાજ મળી શકે.

રિટર્ન્સ અને રીવર્કિંગ ખર્ચ ઘટાડો

વણાવટની પ્રક્રિયામાં AIનો ઉપયોગ કરવાથી ડિઝાઇનની પસંદગી માટેનો સમય દિવસો કે અઠવાડિયાથી ઘટીને માત્ર મિનિટોમાં થઈ ગયો છે. આ એક ખૂબ જ મોટું પગલું છે કારણ કે હેન્ડલૂમ સેક્ટરમાં તૈયાર માલ થઈ ગયા બાદ 40% માલ ડિઝાઇન મિસમેચ અથવા નાની ભૂલોના કારણે પાછો આવે છે. સાડીને ફરીથી બનાવવું ખર્ચાળ અને સમયખાઉ હોઈ શકે છે, પરંતુ AIને કારણે આવી ભૂલો હવે નગણ્ય થશે અને પૈસા અને સમય બન્નેનો બચાવ થશે.

આ પણ વાંચો: 2026માં Appleનું નવું હાર્ડવેર મિશન: AI ચશ્મા, પેન્ડન્ટ અને કેમેરા AirPodsની જોવાઈ રહી છે રાહ...

સ્માર્ટ વેવર આસિસ્ટ

TCSએ ડિઝાઇન સોફ્ટવેરની સાથે Smart Weaver Assist પણ રજૂ કર્યું છે. આ LED સિસ્ટમ દોરાની હલનચલનને રિયલ-ટાઇમમાં માર્ગદર્શન આપે છે, જેથી ઓછા અનુભવ ધરાવતા કર્મચારીઓ પણ લાંબી ક્રમબદ્ધતાઓ યાદ કર્યા વિના મુશ્કેલ પેટર્નને ખૂબ જ સરળતાથી બનાવી શકે છે. આ આસિસ્ટનો હેતુ કલાકારોને બદલી નાખવાનો નથી, પરંતુ ભારતના હેન્ડલૂમ ઉદ્યોગમાં ટેલેન્ટેડ વ્યક્તિ અને નવા કામકરનાર વચ્ચેની ગેપને પૂરો કરવાનો છે.