Get The App

ઇનવેસ્ટમેન્ટ પ્લાનની ઓફર આવતી હોય તો બચીને રહેજો: SBIએ આપી ચેતવણી

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
ઇનવેસ્ટમેન્ટ પ્લાનની ઓફર આવતી હોય તો બચીને રહેજો: SBIએ આપી ચેતવણી 1 - image


SBI Warn Users: સ્કેમર્સ હાલમાં લોકોને છેતરવા માટે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના નામનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે SBI દ્વારા લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. SBIના નામથી અનેકવાર છેતરપિંડી થયેલી છે, તેથી સમય-સમયે બૅન્ક દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે. હાલમાં SBI દ્વારા ફરી લોકોને જાગૃત કરવામાં આવ્યા છે, કારણ કે તેમના નામનો ઉપયોગ કરીને માર્કેટમાં ઇનવેસ્ટમેન્ટ પ્લાન દ્વારા છેતરપિંડી થઈ રહી છે.

SBIના નામ અને લોગોનો દુરુપયોગ

છેતરપિંડી કરનારાઓ SBIના નામ અને લોગોનો ઉપયોગ કરીને ખોટી પ્રોફાઇલ બનાવી રહ્યા છે. આ પ્રોફાઇલ દ્વારા લોકોને ઇનવેસ્ટમેન્ટની ટિપ્સ આપવામાં આવી રહી છે, જેની મદદથી ચોક્કસ ફંડમાં રોકાણ કરવાથી મોટું રિટર્ન મેળવવાની વાત કરવામાં આવે છે. આ ખોટી પ્રોફાઇલ દ્વારા ઍડ્વરટાઇઝમેન્ટ કરવામાં આવે છે અને વોટ્સએપ ગ્રૂપ માટે પણ ઇનવાઇટ મોકલાય છે. SBIએ ચેતવણી આપી છે: ‘છેતરપિંડી માટે કેટલીક ખોટી એડ્સ આપવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવે છે કે આ તક ચૂકી ન જાવ, વોટ્સએપ ગ્રૂપને ફ્રીમાં જોઇન કરો અને સાત દિવસમાં પૈસા ડબલ કરો.’

SBI દ્વારા કોઈ ટિપ્સ આપવામાં આવતી નથી

સોશિયલ મીડિયા પર ચાલી રહેલી છેતરપિંડી અંગે SBIએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની સ્ટોક અથવા માર્કેટ ટિપ્સ આપતા નથી, જે ઓછા સમયમાં ઉંચું રિટર્ન આપી શકે. SBI દ્વારા વધુમાં જણાવાયું છે: ‘SBI પાસે આવી કોઈ પણ ટિપ્સ નથી, અને અમે કોઈપણ વ્યક્તિ કે કંપનીને આવી ટિપ્સ આપવા માટે નિમણૂક કરી નથી.’

આ પણ વાંચો: ગૂગલ દ્વારા બનાવવામાં આવેલો વીડિયો દુનિયાને ચોંકાવી રહ્યો છે, જાણો શું છે હકિકત..

જાગરૂક રહેવું અનિવાર્ય

છેતરપિંડીના વધતા કેસોને ધ્યાને રાખીને SBI દ્વારા લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. SBIએ સ્પષ્ટ કર્યો છે કે જો કોઈ વ્યક્તિને આવી છેતરપિંડી લાગતી હોય, તો નજીકની SBI બ્રાન્ચ અથવા SBIની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ખાતરી કરવી જોઈએ.’

Tags :