Get The App

ગૂગલ દ્વારા બનાવવામાં આવેલો વીડિયો દુનિયાને ચોંકાવી રહ્યો છે, જાણો શું છે હકિકત..

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
ગૂગલ દ્વારા બનાવવામાં આવેલો વીડિયો દુનિયાને ચોંકાવી રહ્યો છે, જાણો શું છે હકિકત.. 1 - image


Google Veo 3 Video: ગૂગલ દ્વારા તાજેતરમાં તેમની વાર્ષિક ઇવેન્ટમાં અનેક AI મોડલ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં તેમણે વીઓ 3 AI મોડલ લોન્ચ કર્યું, જે આજે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ AI મોડલ વીડિયો જનરેટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, અને તેનો ઉપયોગ કરવા માટે પેઇડ સબ્સ્ક્રિપ્શન લેવું પડે છે. ગૂગલના આ AI મોડલને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

વાઇરલ વીડિયો

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં એક વ્યક્તિ બે મહિલાઓને AI અંગે સવાલ પૂછે છે. આ વ્યક્તિએ પૂછ્યું: "AI વિશે એવી એક વાત કહો કે જેના કારણે તેને નફરત કરનારા હંમેશાં પાગલ થઈ જાય!" મહિલા તેનો જવાબ આપે: "AI ખૂબ જ અદ્ભુત છે! તે એકદમ વાઇલ્ડ છે. AIને કારણે આપણાં પર મુશ્કેલીઓ આવી શકે છે. તમે મારી વાતને મહેસૂસ કરી શકો છો?"

ગૂગલ વીઓ 3ની કમાલ

આ સંવાદ અને જવાબના કારણે નહીં, પરંતુ આ વીડિયો એ માટે વાઇરલ થયો કે તે સંપૂર્ણપણે AI દ્વારા જનરેટ થયેલો છે. ગૂગલના વીઓ 3ની મદદથી આ વીડિયો બનાવવામાં આવ્યો છે, જેમાં દેખાતા બે મહિલાઓ અને એક છોકરો વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી! આ વીડિયો એટલા માટે ખળભળાટ મચાવી રહ્યો છે, કારણ કે એ રિયલ અને AI જનરેટેડ વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદ દેખાતો નથી. આ કારણે આ વીડિયોને 14.4 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, અને મોટાભાગના લોકો વિશ્વાસ કરી શકતા નથી કે એ AI જનરેટ થયેલો છે. અગાઉના AI મોડલ્સમાં વીડિયોમાં નાની-નાની ખામીઓ જોવા મળતી, પરંતુ આ નવા મોડલમાં તે સુધારાઈ ગઈ છે, જેથી વીડિયો ખૂબ જ વાસ્તવિક લાગે છે.

આ પણ વાંચો: ગૂગલે નવી એપ લોન્ચ કરી: ઇન્ટરનેટ વિના AIનો ઉપયોગ શક્ય

ટેક્નોલોજીની વાહવાહી સાથે ડરનો માહોલ

આ વીડિયોથી ટેક્નોલોજીના આગવું વિકાસને લઈને લોકોએ પ્રશંસા કરી છે. કેટલાક લોકોએ કહ્યું કે હવે હોલીવુડની ફિલ્મ "ઇન્સેપ્શન" જેવા વિઝ્યુઅલ ખૂબ ઓછા ખર્ચે બનાવી શકાય. પરંતુ સાથે તણાવ પણ દેખાયો, કારણ કે કેટલાક લોકોએ ટેક્નોલોજીને માનવતાના અંત સાથે સરખાવી. હવે સાચું શું અને ખોટું શું એ ઓળખવું આજે મુશ્કેલ બની ગયુ છે. તેમનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બનાવીને શેર કરી શકે અને એ સાચું છે કે નહીં, એ પરખવું મુશ્કેલ બની જશે!

Tags :