Science & Technology

સ્માર્ટફોન યુઝર્સ સાવધાન: પર્સનલ ડેટા લીક થતો બચાવવા અનઈન્સ્ટોલ કરો આ એપ્સ

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
સાયબર સુરક્ષા નિષ્ણાતોએ સ્માર્ટફોન યુઝર્સને બિનજરૂરી એપ્સ ડિલીટ કરવાની સલાહ આપી છે. આવી એપ્સ વ્યક્તિગત ડેટા ચોરી અને હેકિંગનું જોખમ ઉભું કરે છે, કારણ કે તે બેકગ્રાઉન્ડમાં સક્રિય રહી કેમેરા, માઇક્રોફોન જેવી પરમિશનનો દુરુપયોગ કરી શકે છે. આનાથી બેટરી ઝડપથી ઉતરે છે અને ફોન ધીમો પડે છે. દર 3 મહિને એપ્સનું ઓડિટ કરી, અનઇન્સ્ટોલ કરતા પહેલા એકાઉન્ટ ડિલીટ કરવું હિતાવહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્માર્ટફોન યુઝર્સ સાવધાન: પર્સનલ ડેટા લીક થતો બચાવવા અનઈન્સ્ટોલ કરો આ એપ્સ

Apps Cause Risk to Smatphone: સ્માર્ટફોન આપણી રોજિંદી જિંદગીનો અહં ભાગ બની ગયો છે. આપણે આપણી જરૂરિયાત મુજબ ફોનમાં અસંખ્ય એપ્લિકેશન્સ ડાઉનલોડ કરીએ છીએ, જેમાંથી ઘણી એપ્સનો માત્ર એક જ વાર ઉપયોગ કર્યા પછી આપણે તેને ભૂલી જઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે ફોનમાં પડી રહેલી આવી નકામી એપ્સ તમને કેટલું મોટું આર્થિક અને માનસિક નુકસાન પહોંચાડી શકે છે? સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે, બિનજરૂરી એપ્સ રાખવી એ માત્ર સ્ટોરેજની સમસ્યા નથી, પણ પ્રાઇવસી અને સેક્યોરિટિ માટે પણ એક મોટું જોખમ છે.

પર્સનલ ડેટા ચોરી અને હેકિંગનું જોખમ

ઘણી એપ્સ એવી હોય છે જેનો આપણે મહિનાઓ સુધી ઉપયોગ નથી કરતા, પરંતુ તે સ્માર્ટફોનના બેકગ્રાઉન્ડમાં સતત એક્ટિવ રહે છે. ડાઉનલોડ કરતી વખતે આ એપ્સ આપણી પાસે કેમેરા, માઇક્રોફોન, લોકેશન, કોન્ટેક્ટ્સ અને ગેલેરી (ફોટોઝ-વીડિયો)ની પરમિશન લઈ લે છે.

ભવિષ્યમાં જો આવી કોઈ એપના સર્વરમાં સુરક્ષાની ખામી સર્જાય અથવા તેનો ડેટા લીક થાય, તો હેકર્સ તમારા અંગત ફોટા, વીડિયો અને બેંકિંગ ડેટા સુધી સરળતાથી પહોંચી શકે છે. આ સિવાય, આ એપ્સ સતત બેકગ્રાઉન્ડમાં ઇન્ટરનેટ વાપરે છે, નોટિફિકેશન મોકલે છે અને અપડેટ્સ ડાઉનલોડ કરે છે, જેના કારણે:

  • ફોનની બેટરી ઝડપથી ઉતરી જાય છે.
  • મોબાઇલ ડેટાનો બિનજરૂરી વપરાશ થાય છે.
  • પ્રોસેસર પર લોડ પડવાને કારણે સ્માર્ટફોન ધીમો પડી જાય છે.

મોટો ફાયદો: સ્ટોરેજ થશે ખાલી

આજકાલ સામાન્ય એપ્સનું કદ પણ કેટલાક 100 MBથી લઈને 1 GB કે તેથી વધુ હોય છે. આવી વણવપરાયેલી એપ્સને ડિલીટ કરવાથી ફોનની મેમરી ખાલી થાય છે અને નવી તસવીરો કે જરૂરી ફાઇલો માટે પૂરતી જગ્યા મળી રહે છે.

જો તમને એમ લાગતું હોય કે કોઈ એપની ભવિષ્યમાં જરૂર પડી શકે છે, તો તમે આ સ્માર્ટ ફીચર્સનો ઉપયોગ કરી શકો છો:

  • iPhone માટે: 'Offload App' ફીચરનો ઉપયોગ કરો.
  • Android માટે: 'App Archiving' ફીચર પસંદ કરો. આનાથી એપ ફોનમાંથી હટી જશે પરંતુ તેનો જરૂરી ડેટા સેવ રહેશે, જેથી ફરીથી ઇન્સ્ટોલ કરતી વખતે વેરિફિકેશનની ઝંઝટ નહીં રહે.

એપ્સની સફાઈ કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

સાયબર એક્સપર્ટ્સ દર 3 મહિને એકવાર ફોનની તમામ એપ્સનું ઓડિટ કરવાની સલાહ આપે છે. જો તમે કોઈ એપને હટાવવાનું નક્કી કરો, તો માત્ર 'Uninstall' કરવું પૂરતું નથી.

એકાઉન્ટ ડિલીટ કરો: સૌથી પહેલા એ એપ ઓપન કરી તમારા એકાઉન્ટમાંથી લોગઆઉટ કરો અને શક્ય હોય તો 'Delete Account'નો વિકલ્પ પસંદ કરો.

સર્વરમાંથી ડેટા સાફ: આમ કરવાથી તમારો પર્સનલ ડેટા એ કંપનીના સર્વર પરથી હંમેશા માટે હટી જશે અને તમે સાયબર ફ્રોડથી સંપૂર્ણ સુરક્ષિત રહેશો.