Get The App

સેમસંગ પણ 'મેડ ઇન ઇન્ડિયા' તરફ: ભારતમાં બનાવશે સૌથી પાતળો ફ્લેગશિપ મોબાઇલ S25 એડ્જ

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
સેમસંગ પણ 'મેડ ઇન ઇન્ડિયા' તરફ: ભારતમાં બનાવશે સૌથી પાતળો ફ્લેગશિપ મોબાઇલ S25 એડ્જ 1 - image


Samsung S25 Edge Made in India: સેમસંગે તેનું સૌથી પાતળો ફ્લેગશિપ મોબાઇલ S25 એડ્જ ભારતમાં બનાવવાનું શરૂ કર્યું છે. આ ડિવાઈસ 13 મેના રોજ વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેનું ઉત્પાદન સેમસંગની નોઇડાની ફેક્ટરીમાં શરૂ કરવામાં આવ્યું છે. એપલ બાદ હવે સેમસંગ પણ ભારતમાં પ્રોડક્શન વધારવા તરફ પ્રયાણ કરી રહ્યું છે.

S25 એડ્જ: પાતળો અને શક્તિશાળી

સ્લિમ ડિઝાઇન અને હલકા વજન સાથે, S25 એડ્જ મજબૂત પર્ફોર્મન્સ આપતો સ્માર્ટફોન છે. તેની જાડાઈ માત્ર 5.8mm છે અને વજન 163 ગ્રામ છે. 6.7 ઇંચ OLED સ્ક્રીન ધરાવતા આ મોબાઇલમાં તમામ Galaxy AI ફીચર્સ ઉપલબ્ધ છે.

સેમસંગ પણ 'મેડ ઇન ઇન્ડિયા' તરફ: ભારતમાં બનાવશે સૌથી પાતળો ફ્લેગશિપ મોબાઇલ S25 એડ્જ 2 - image

પ્રોસેસર અને કિંમત

Galaxy S25 એડ્જ Qualcomm Snapdragon 8 Elite SoC પ્રોસેસર સાથે આવે છે. તેના વિવિધ સ્ટોરેજ વિકલ્પો અનુસાર કિંમત ₹1.09 લાખથી ₹1.22 લાખ સુધી છે.

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ મુજબ, 2024માં ભારતમાં બનેલા તમામ મોબાઇલોમાં 94% સેમસંગ અને એપલનો સમાવેશ થાય છે. જો વોલ્યુમ એટલે કે કેટલાં મોબાઇલ બનાવવામાં આવ્યા એટલે કે આંકડા પર ધ્યાન આપવામાં આવે, તો 2024માં સેમસંગ 20% સાથે આગળ છે.

આ પણ વાંચો: પ્લાઝ્મા થ્રસ્ટરમાં ISROની નવી સિદ્ધિ: સેટેલાઇટ ટ્રાન્સપોન્ડર ક્ષમતા વધશે

ભારતીય બજારમાં સેમસંગની સ્થિતિ અને ભવિષ્યની યોજના

માર્ચ 2025 સુધીમાં ભારતીય સ્માર્ટફોન બજારમાં સેમસંગ 17% હિસ્સો ધરાવે છે. S સિરીઝનું ભારતમા પ્રોડક્શન શરૂ થયા બાદ, સેમસંગ ઝડપથી આગળ વધી રહ્યું છે. સેમસંગ હવે વધુ મોડલ ભારતમાં બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. સ્થાનિક મેન્યુફેક્ચરિંગમાં વધારો થતાં, ભારતની મોબાઇલ મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રી પણ ઝડપી ગતિએ વિકાસ કરી રહી છે.

Tags :