Get The App

પ્લાઝ્મા થ્રસ્ટરમાં ISROની નવી સિદ્ધિ: સેટેલાઇટ ટ્રાન્સપોન્ડર ક્ષમતા વધશે

Updated: May 23rd, 2025

GS TEAM

Google News
Google News
પ્લાઝ્મા થ્રસ્ટરમાં ISROની નવી સિદ્ધિ: સેટેલાઇટ ટ્રાન્સપોન્ડર ક્ષમતા વધશે 1 - image


ISRO Plasma Thruster New Technogogy: ISRO દ્વારા તાજેતરમાં મોટી સિદ્ધિ મેળવવામાં આવી છે. ISROએ તેના પ્લાઝ્મા થ્રસ્ટરની એક હજાર કલાકની લાઇફ ટેસ્ટ સફળતાપૂર્વક પૂરી કરી છે. આ ટેક્નોલોજી ભવિષ્યમાં સેટેલાઇટ્સની ઈલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમમાં સમાવિષ્ટ કરવામાં આવશે. આ નવી પ્રોપલ્શન સિસ્ટમ કેમિકલ સિસ્ટમને બદલી દેશે, જેના કારણે સેટેલાઇટ વધુ કાર્યક્ષમ બનશે અને એની લાઇફ સ્પેન વધશે.

પ્લાઝ્મા થ્રસ્ટર્સ દ્વારા કોમ્યુનિકેશન સેટેલાઇટ્સની ક્ષમતા વધશે

સેટેલાઇટ્સમાં પ્લાઝ્મા થ્રસ્ટર્સનો સમાવેશ કરવાથી તેમની કામગીરીમાં સુધારો થશે, તેમજ ટ્રાન્સપોન્ડરની ક્ષમતા વધશે. ISROએ પુષ્ટિ કરી છે કે આ થ્રસ્ટર્સ ઝીનન (Xenon)ને પ્રોપેલન્ટ તરીકે ઉપયોગ કરે છે. ઈલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ પારંપરિક પદ્ધતિ કરતાં ઓછામાં ઓછું છ ગણી વિશિષ્ટ ઈમ્પલ્સ ધરાવે છે.

પ્લાઝ્મા થ્રસ્ટરમાં ISROની નવી સિદ્ધિ: સેટેલાઇટ ટ્રાન્સપોન્ડર ક્ષમતા વધશે 2 - image

ટેસ્ટિંગ પ્રક્રિયામાં છે આ ટેક્નોલોજી

અંતરિક્ષમાં આ ટેક્નોલોજીની લાઇફ સ્પેન શું હશે તે જાણવા માટે વિશેષ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. આ માટે અંતરિક્ષ જેવું વેક્યુમ ધરાવતું ચેમ્બર તૈયાર કરવામાં આવ્યું. 5.4kW સંપૂર્ણ શક્તિ પર પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં ઇલેક્ટ્રોડ લાઇનર્સની ઘર્ષણ પ્રક્રિયાને સતત મોનિટર કરવામાં આવ્યું. ISROએ જણાવ્યું કે "આ પરીક્ષણ દ્વારા મેળવાયેલા ડેટા ભવિષ્યમાં થ્રસ્ટરની આયુષ્ય નક્કી કરવા તથા ઓરબિટ મેનેજમેન્ટ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે."

આ પણ વાંચો: વોટ્સએપનું નવું ફીચર: હવે દરેક ગ્રૂપ સાઇઝના યુઝર્સ કરી શકશે વોઇસ ચેટ

ISROના ભવિષ્યના આયોજન

ISRO માટે આ પરીક્ષણ એક મોટી સિદ્ધિ છે, જે થ્રસ્ટરના વિશ્વસનીયતા અને મજબૂતીને સાબિત કરે છે. ISROની આગામી ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન સેટેલાઇટ (TDS-01)માં ઈલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમને સામેલ કરવામાં આવશે. આ પ્રોપલ્શન સિસ્ટમના ઉપયોગથી ઉપગ્રહને ભૂસ્થિર કક્ષામાં ઉંચી કરાશે, જે ISROના ભવિષ્યના અવકાશીય મિશન માટે એક મહત્વપૂર્ણ પગલું હશે.

Tags :