For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એફબી -ઇન્સ્ટા પર બાળકોને ટાર્ગેટ કરવા પર નિયંત્રણો

Updated: Jan 21st, 2023

Article Content Image

- yuVçke-RLMxk Ãkh çkk¤fkuLku xkøkuox fhðk Ãkh rLkÞtºkýkuu

ટેલિવિઝન પર વિવિધ પ્રો઼ડક્ટ્સની જાહેરાત થાય છે તેમાં મોટા ભાગની જાહેરાતમાં હવે બાળકો પર ફોકસ કરવામાં આવે છે. એડવર્ટાઇઝમેન્ટ આખેઆખી કાર હોય કે તેના ટાયરની, તેના કેન્દ્રમાં કોઈ બાળક હોય! આમ થવાનું કારણ એ છે કે એડવર્ટાઇઝમેન્ટ ઇન્ડસ્ટ્રીના વિવિધ રિસર્ચ અનુસાર હવે ધીમે ધીમે પરિવારોમાં ખરીદી બાબતના નિર્ણય બાળકો લેવા લાગ્યાં છે. તેમની હઠ આગળ મા-બાપ નમતું જોખી દે! ઇન્ટરનેટ પર પણ, ડિજિટલ માર્કેટિંગમાં બાળકો પર ફોકસ લાંબા સમયથી સતત વધતું હતું. જોકે હવે તેમાં પરિવર્તન આવી રહ્યું છે. ગૂગલ હોય કે ફેસબુક, આ કંપનીઓના એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ પર પોતાની પ્રોડક્ટ કે સર્વિસની જાહેરાત આપતી કંપનીઓ બહુ સચોટ રીતે પોતાની જાહેરાતો કોને બતાવવી તે નક્કી કરી શકતી હોય છે. જાહેરાત આપતી કંપની નિશ્ચિત વિસ્તારમાં, નિશ્ચિત બાબતમાં રસ ધરાવતી, નિશ્ચિત ઉંમરની વ્યક્તિ વગેરે અલગ અલગ પેરામીટર્સ મુજબ જાહેરાતોનું ટાર્ગેટિંગ કરી શકતી હોય છે. હવે આવતા મહિનાથી મેટા કંપનીના નેટવર્ક પર એટલે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં બાળકો અને ટીનેજર્સને આ રીતે ટાર્ગેટ કરી શકાશે નહીં. વિવિધ ટેક કંપનીઓ ઇન્ટરનેટ પરની આપણી વિવિધ પ્રવૃત્તિને આધારે આપણા વિશે અનેક પ્રકારનો ડેટા એકઠો કરે છે અને પછી તેની મદદથી આવું ટાર્ગેટિંગ કરતી હોય છે. પરંતુ હવે તેની આડઅસરો સમજાતાં અને સામાજિક તથા કાયદાકીય રીતે દબાણ આવ્યા પછી આ કંપનીઓ ટાર્ગેટિંગ પર નિયંત્રણો લાવી રહી છે.

yuÃk÷Lkk yuÃk Mxkuh Ãkh yuÃMk zuð÷ÃkMkoLku støke f{kýeuArticle Content Image

અગાઉ આપણને ઘણી વાર સવાલ થતો હતો કે આ ઇન્ટરનેટનું અર્થતંત્ર કેવી રીતે ચાલતું હશે? આપણને લગભગ બધું મફત મળતું હોય તો તેમાંથી જે તે વેબસાઇટ્સ, સર્વિસ કે એપના ડેવલપરને કેવી રીતે કમાણી થતી હશે? હવે ધીમે ધીમે આપણને આ સવાલનો સ્પષ્ટ જવાબ મળવા લાગ્યો છે. ઇન્ટરનેટ વિશેની જાણીતી કહેવતની જેમ જો કોઈ સર્વિસ ફ્રી હોય તો તેના યૂઝર એટલે કે આપણે પોતે પ્રોડક્ટ તરીકે વેચાતા હોઇએ! વિવિધ એપ્સના ડેવલપર્સ મુખ્યત્વે બે રીતે કમાણી કરતા હોય છે, તેઓ પોતાની એપમાં વિવિધ એડ નેટવર્ક્સ દ્વારા જાહેરાતો બતાવે છે (તેમાં આપણા ડેટાને આધારે આપણને ટાર્ગેટ કરવામાં આવે છે) અને બીજો રસ્તો, ફ્રી એપમાં આગળ વધવા માટે જુદાં જુદાં ફીચર્સ વેચીને. એન્ડ્રોઇડ અને એપલ બંને સ્માર્ટફોન એપ્સનાં સૌથી મોટાં પ્લેટફોર્મ છે. આ બંને કંપની પોતાના પ્લેટફોર્મ પર વિવિધ ડેવલપર્સને એપ રજૂ કરવાની તક આપે છે અને તેમાંથી તે પોતે તગડી કમાણી કરે છે તથા ડેવલપર્સને પણ કમાણીની તક આપે છે. તમે જાણતા જ હશો કે એપ સ્ટોર પર મોટા ભાગની એપ ફ્રી હોય પરંતુ તેમાં અમુક લેવલથી આગળ વધવા માટે ઇન એપ પરચેઝ જરૂરી બને.

હવે વિવિધ એપના ડેવલપર્સ કેવી કમાણી કરે છે તેનો જવાબ પણ મળ્યો છે.  હમણાં જ એપલ કંપનીએ તેના એપ સ્ટોર વિશે કેટલાક આંકડા જાહેર કર્યા છે, જે મુજબ વર્ષ ૨૦૦૮માં એપલે પોતાનો એપ સ્ટોર લોન્ચ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં આ એપ સ્ટોર પરથી પોતાની એપ ઓફર કરતા વિવિધ એપ ડેવલપર્સે કુલ ૩૨૦ અબજ ડોલરની કમાણી કરી છે!

 ðkuxTMkyuÃk zuxkLku Lkðk VkuLk{kt xÙkLMkVh fhðkLkwt fk{ Mknu÷wt çkLkþuArticle Content Image

તમે જાણતા જ હશો કે વોટ્સએપ દરરોજ રાત્રે બે વાગ્યે આપણા વોટ્સએપ એકાઉન્ટમાં એટલે કે આપણા ફોનમાં વોટ્સએપ મારફતે આવેલા તમામ કન્ટેન્ટનો ફોનમાં જ બેકઅપ લે છે. એ ઉપરાંત આપણે ઇચ્છીએ તો વોટ્સએપની સમગ્ર ચેટ હિસ્ટ્રી ગૂગલ ડ્રાઇવમાં અપલોડ કરી શકીએ છીએ. વોટ્સએપનો ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લેવાની પ્રક્રિયા ક્યારે થાય - દરરોજ, દર અઠવાડિયે કે દર મહિને - તે આપણે પોતે નક્કી કરી શકીએ છીએ. તે ઉપરાંત જ્યારે જરૂર હોય ત્યારે પણ આપણે આ રીતે વોટ્સએપનો ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લઈ શકીએ છીએ. આ ફીચર ખાસ કરીને આપણે જ્યારે નવા ફોનનો ઉપયોગ શરૂ કરીએ ત્યારે વોટ્સએપનો ડેટા એક ફોનમાંથી બીજા ફોનમાં લઈ જવા માટે કામ લાગે છે. જો આપણે વોટ્સએપમાં આવેલા વીડિયોનો પણ ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લેવાનું નક્કી કરીએ તો બેકઅપ લેવાની પ્રક્રિયા ખાસ્સી લાંબી થઈ શકે છે.

હવે વોટ્સએપ આ આખી પ્રક્રિયા ઘણી સરળ બનાવી દે તેવી શક્યતા છે. એ મુજબ આપણે નવા ફોનમાં વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરવું હોય ત્યારે નવા ફોનમાં વોટ્સએપ ઇન્સ્ટોલ કરી તેમાં સેટઅપની પ્રક્રિયા ચાલુ કરવાની રહેશે. એવે સમયે ફોનમાં એક ક્યૂઆર કોડ દેખાશે અને તેને જૂના ફોનથી કનેક્ટ કરવાથી જૂના ફોનમાંથી વોટ્સએપનો તમામ ડેટા નવા ફોનમાં ટ્રાન્સફર થઈ શકશે.

આમ વોટ્સએપ એકાઉન્ટ એક ફોનમાંથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરવા માટે વચ્ચે ગૂગલ ડ્રાઇવ કે બીજા પ્રકારે બેકઅપની જરૂર રહેશે નહીં!

 

Gujarat