NASA એ પહેલીવાર મંગળના જ્વાળામુખીની તસવીર શેર કરી, માઉન્ટ એવરેસ્ટ કરતાં બમણી ઊંચાઈનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image NASA |
NASA Mars volcano: NASA દ્વારા ઘણીવાર રોમાંચક તસવીરો શેર કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ NASA દ્વારા પહેલીવાર મંગળ પર જવાળામુખીની અનોખી તસવીર લેવામાં આવી છે. તમે ક્યારેય વાદળોની ઉપર જવાળામુખી થતો નહીં જોયો હોય. નાસાના માર્સ ઓડિસી ઓર્બિટરે 2 મે 2025ના રોજ મંગળ ગ્રહ પર આવો જ એક અનોખો નજારો કેદ કર્યો હતો. જ્યાં વાદળોની ઉપર પ્રાચીન જ્વાળામુખી આર્સિયા મોન્સ જોવા મળ્યો હતો. આ તસવીર 6 જૂન, 2025ના રોજ શેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ચીનની અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક સિદ્ધિઃ ચંદ્ર પર 1,30,000 કિ.મી. દૂરથી લેસર લાઈટ ફેંકી
ધરતી પરથી લગભગ 22.5 કરોડ કિલોમીટર દૂર
આર્સિયા મોન્સ મંગળ ગ્રહ પર સ્થિત એક વિશાળ જવાળામુખી છે, જે ધરતી પરથી લગભગ 22.5 કરોડ કિલોમીટર દૂર છે. આ થાર્સિસ મોંટેસ નામના જ્વાળામુખી વિસ્તારમાં આવેલો છે, જ્યાં અન્ય બે શીલ્ડ જ્વાળામુખી પણ છે, પેવોનિસ મોન્સ અને એસ્ક્રેયસ મોન્સ. આર્સિયા મોન્સ 12 માઇલ (20 કિલોમીટર) ઊંચો છે, જે પૃથ્વીના સૌથી ઊંચા પર્વત, માઉન્ટ એવરેસ્ટ કરતાં બમણો ઊંચો છે. જોકે, મંગળ પરનો સૌથી ઊંચો જ્વાળામુખી ઓલિમ્પસ મોન્સ છે.
ક્યારે અને કેવી રીતે થઈ કેપ્ચર
મંગળ ગ્રહની સપાટી પર રાસાયણિક તત્ત્વો અને ખનિજોનું મેપિંગ કરવાના ધ્યેય સાથે 2001માં માર્સ ઓડિસી મિશન શરુ કરવામાં આવ્યું હતું. તેણે 2004માં તેનું પ્રાથમિક મિશન પૂર્ણ કર્યું, પરંતુ મંગળની સપાટી, વાદળો, ધુમ્મસ અને હવામાનનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું હતું. વર્ષ 2023થી ઓડિસીએ મંગળ ગ્રહની ક્ષિતિજની ઉંચાઈવાળી તસવીરો લેવાની શરુ કરી, જેમાંની આ તસવીર પણ એક ભાગ છે.
આ પણ વાંચો: UPIમાં આજથી મોટો ફેરફાર, હવે બમણી ઝડપે કરશે કામ
2 મે 2025ના રોજ ઓડિસીએ આર્સિયા મોન્સને સૂર્યોદય પહેલાં કેપ્ચર કરી હતી. આ તસવીરમાં મંગળના વાતાવરણમાં લીલા રંગના ધુમાડા જેવું દેખાય છે. આર્સિયા મોન્સ એક ઘાટા ધબ્બાની જેમ વાદળોની વચ્ચે ઉપસી રહ્યું છે. આ મંગળ ગ્રહ પર કોઈ જ્વાળામુખીની ક્ષિતિજ પરથી લેવામાં આવેલી આ પહેલી તસવીર છે.
કેમેરા અને ટૅક્નોલૉટેકનોલોજી
આ તસવીરને થર્મલ એમિશન ઇમેજિંગ સિસ્ટમ (THEMIS) કેમેરાથી લેવામાં આવી છે. THEMIS મંગળની સપાટી પર પાણીના બરફવાળા વિસ્તારોનો નકશો બનાવવામાં મદદ કરે છે, જે ભવિષ્યમાં મંગળ પર ઉતરનારા પહેલા અંતરિક્ષ યાત્રીઓ માટે લેડિંગ સાઇટ્સ પસંદ કરવામાં ઉપયોગી થઈ શકે છે.









