Science & Technology

UPIમાં આજથી મોટો ફેરફાર, હવે બમણી ઝડપે કરશે કામ

By GS TEAM
16 Jun 20252 mins read
TukuTouch Logo
UPIમાં આજથી મોટો ફેરફાર નજર આવશે, આ ફેરફાર બાદ UPI ટ્રાન્જેક્શન બમણી ઝડપે કામ કરશે. પહેલા UPI ટ્રાન્ઝેક્શનમાં 30 સેકન્ડ જેટલો સમય લાગતો હતો, પછી ભલે તમે પૈસા મોકલો કે રિસીવ કરો. હવે આ સમય ઘટાડીને અડધો કરી દેવામાં આવ્યો છે. હવે તેમાં લગભગ 15 સેકન્ડ સુધીનો સમય લાગશે.

Summarized by AI; it may make mistakes. Check important info

UPIમાં આજથી મોટો ફેરફાર, હવે બમણી ઝડપે કરશે કામ

Big Change In UPI: UPIમાં આજથી મોટો ફેરફાર નજર આવશે, આ ફેરફાર બાદ UPI ટ્રાન્જેક્શન બમણી ઝડપે કામ કરશે. તો ચાલો તેના વિશે જાણીએ. 

NPCIની નવી ગાઈડલાઈન

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પહેલાથી જ ગાઈડલાઈન જારી કરી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 16 જૂનથી UPI ટ્રાન્ઝેક્શનનો સમય ઘટાડવામાં આવશે. નવી ગાઈડલાઈન પ્રમાણે UPI ટ્રાન્જેક્શન લિમિટને પહેલાની તુલનામાં અડધી કરી દેવામાં આવી છે. હવે UPI દ્વારા પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં પહેલા કરતા ઓછો સમય લાગશે.

આટલો સમય લાગતો હતો

પહેલા UPI ટ્રાન્ઝેક્શનમાં 30 સેકન્ડ જેટલો સમય લાગતો હતો, પછી ભલે તમે પૈસા મોકલો કે રિસીવ કરો. હવે આ સમય ઘટાડીને અડધો કરી દેવામાં આવ્યો છે. હવે તેમાં લગભગ 15 સેકન્ડ સુધીનો સમય લાગશે.

તમામ UPI પ્લેટફોર્મ પર આ ફેરફાર જોવા મળશે

અહેવાલ પ્રમાણે આ ફેરફાર તમામ UPI પ્લેટફોર્મ પર જોવા મળી શકે છે. તેમાં PhonePe, Google Pay, Paytm અને અન્ય UPI એપ્સના નામે સામેલ છે.

આ મેક્સિમમ સમય હતો

UPI ટ્રાન્જેક્શનમાં લાગતો આ મેક્સિમમ સમય હતો, જે દરમિયાન પેમેન્ટ સ્ટેટસ રિફ્લેક્શનમાં સમય લાગતો હતો અથવા તો પછી પેમેન્ટ રિવર્સ આવી જતું હતું. હવે આ સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

પેન્ડિંગ સ્ટેટસ પણ ઓછું થયું

NPCI દ્વારા પેન્ડિંગ ટ્રાન્જેક્શનને પણ સિમ્પલ બનાવી દેવામાં આવ્યું છે. ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે જો પેમેન્ટ સ્ટેટસ પેન્ડિંગ આવે તો પહેલા 90 સેકન્ડનો સમય લાગતો હતો. હવે 45-60 સેકન્ડનો સમય લાગશે. 

આ પણ વાંચો: VIDEO: ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ, અમદાવાદમાં વરસાદ શરૂ

કસ્ટમરને ફાયદો

નવા નિયમ હેઠળ UPI ટ્રાન્ઝેક્શનનો સમય તો ઘટાડવામાં આવ્યો જ છે પરંતુ આ સાથે જ સ્ટેટસ પેન્ડિંગ આવવાના કારણે થતી મૂંઝવણને દૂર કરવામાં પણ મદદ કરશે.

ખરાબ નેટવર્ક પર આ દેખાશે

UPI ટ્રાન્જેક્શન દરમિયાન ખરાબ નેટવર્ક અથવા ઈન્ટરનેટ ન આવે તો UPI પેમેન્ટ ઓટોમેટિક ફેલ દેખાશે. તેનાથી સમયની બચત થશે.