Science & Technology

માઇક્રોસોફ્ટ કોપાઇલટ સાથે સેટ કરીને ખરીદી શકાશે પ્રોડક્ટ, જાણો કેવી રીતે…

By GS Team
9 Jan 20262 mins read
TukuTouch Logo
માઇક્રોસોફ્ટ કોપાઇલટ દ્વારા તેમના AI ચેટબોટ કોપાઇલટમાં એક નવા ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એની મદદથી યુઝર્સ ફક્ત ચેટિંગ દ્વારા પ્રોડક્ટની ખરીદી કરી શકશે. માઇક્રોસોફ્ટ દ્વારા તેમની આ ક્ષમતાને લોકો સમજી રજૂ કરવામાં આવી છે. બેડની બાજુમાં આવેલા લાઇટ-લેમ્પ માટે લેમ્પની ખરીદી કરવા માટે યુઝર હવે સીધા કોપાઇલટનો ઉપયોગ કરી એને ખરીદી શકશે. એના દ્વારા યુઝર વધુ માહિતી મેળવવાની સાથે એને તરત જ ખરીદી પણ કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

માઇક્રોસોફ્ટ કોપાઇલટ સાથે સેટ કરીને ખરીદી શકાશે પ્રોડક્ટ, જાણો કેવી રીતે…

Copilot Shopping Feature: માઇક્રોસોફ્ટ કોપાઇલટ દ્વારા તેમના AI ચેટબોટ કોપાઇલટમાં એક નવા ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એની મદદથી યુઝર્સ ફક્ત ચેટિંગ દ્વારા પ્રોડક્ટની ખરીદી કરી શકશે. માઇક્રોસોફ્ટ દ્વારા તેમની આ ક્ષમતાને લોકો સમજી રજૂ કરવામાં આવી છે. બેડની બાજુમાં આવેલા લાઇટ-લેમ્પ માટે લેમ્પની ખરીદી કરવા માટે યુઝર હવે સીધા કોપાઇલટનો ઉપયોગ કરી એને ખરીદી શકશે. એના દ્વારા યુઝર વધુ માહિતી મેળવવાની સાથે એને તરત જ ખરીદી પણ કરી શકશે.  

ઓનલાઇન શોપિંગ બની વધુ સરળ  

કોપાઇલટનું આ ફીચર ગૂગલ જેમિનીમાં પણ છે. કોપાઇલટમાં એને હાલમાં રજૂ કરવામાં આવ્યું છે. કોપાઇલટમાં એક ‘બાય’ બટનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના પર ક્લિક કરતાંની સાથે જ એક નવી ચેકઆઉટ સ્ક્રીન ખુલશે જ્યાં યુઝર તેની શિપિંગ એડ્રેસ અને પેમેન્ટ ડિટેઇલ્સ નાખીને ખરીદી કરી શકશે. આ માટે યુઝરે હવે કોપાઇલટ એપ્લિકેશનને બંધ કરી અન્ય એપ્લિકેશન ખોલવાની જરૂર નહીં પડે. જેમિની અને ચેટજીપીટીની જેમ આ ફીચરની મદદથી યુઝર્સ માટે શોપિંગ કરવી શક્ય બની છે.  

આ પણ વાંચો: સેટેલાઇટ્સ પરથી કન્ટ્રોલ ગયો તો થોડા જ દિવસમાં ક્રેશ થઈ શકે છે, જાણો કેમ…

માઇક્રોસોફ્ટની પાર્ટનરશિપ  

માઇક્રોસોફ્ટ દ્વારા આ માટે કેટલાક રિટેલર્સ સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે. એમાં અર્બન આઉટફિટર્સ, એન્થ્રોપોલોજી, એશ્લી ફર્નિચર અને કેટલાક ઇટ્સી સેલર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે માઇક્રોસોફ્ટ પેપલ, સ્ટ્રાઇપ અને શોપિફાય સાથે મળીને કામ કરી રહી છે જેના દ્વારા ચેટમાંથી જ પેમેન્ટ કરી શકાય. આ ફીચર હાલમાં અમેરિકામાં રજૂ કરવામાં આવ્યું છે અને ધીમે-ધીમે દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે.