Get The App

સેટેલાઇટ્સ પરથી કન્ટ્રોલ ગયો તો થોડા જ દિવસમાં ક્રેશ થઈ શકે છે, જાણો કેમ…

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
સેટેલાઇટ્સ પરથી કન્ટ્રોલ ગયો તો થોડા જ દિવસમાં ક્રેશ થઈ શકે છે, જાણો કેમ… 1 - image
AI Image

Satellite Control :એક સ્ટડી અનુસાર સેટેલાઇટ્સ પરથી જો માનવીનો કન્ટ્રોલ છૂટી ગયો તો એ થોડા જ દિવસની અંદર ક્રેશ થઈ શકે છે. ઘણી વાર એવો વિચાર આવી શકે કે અંતરિક્ષ તો કેટલું મોટું છે અને એમાં ક્રેશ કેવી રીતે શક્ય છે, પરંતુ આ અંતરિક્ષમાં હવે ટ્રાફિક વધી રહ્યું છે. હવે સ્પેસમાં 11,700થી વધુની સેટેલાઇટ્સ કામ કરે છે અને આ આંકડો દિવસે-દિવસે વધી રહ્યો છે. આ સેટેલાઇટ્સની એક મેજર ટેક્નિકલ પ્રોબ્લેમ આવ્યો અથવા તો સોલાર સ્ટોર્મ જેવી કોઈ પણ ઘટનાને કારણે સેટેલાઇટ્સને નુકસાન પહોંચી શકે છે અને એ કન્ટ્રોલ બહાર જઈ શકે છે.  

ત્રણ દિવસની અંદર ક્રેશ થઈ શકે છે સેટેલાઇટ્સ  

2025ના મેમાં જે સોલાર સ્ટોર્મ આવ્યું હતું એ રીતની કોઈ ઘટના થઈ અથવા તો ટેક્નિકલ પ્રોબ્લેમ આવ્યો તો સેટેલાઇટ્સ કન્ટ્રોલ બહાર જઈ શકે છે. હવે તો સેટેલાઇટ્સ પર સાઇબર એટેકનો પણ ખતરો રહેલો છે. આ રીતે પણ જો કન્ટ્રોલ છૂટ્યો તો સ્પેસમાં ફક્ત ત્રણ દિવસની અંદર સેટેલાઇટ ક્રેશ થઈ શકે છે. એને રિસર્ચર દ્વારા ‘ક્રેશ ક્લોક’ રિસ્ક કહેવામાં આવી રહ્યું છે. પહેલાના સમયમાં આ સેટેલાઇટ્સ પર કાબૂ મેળવવા માટે ઘણો સમય હતો, પરંતુ હવે ત્રણ દિવસથી પણ ઓછો સમય રહ્યો છે. આથી એક સેટેલાઇટને અન્ય સેટેલાઇટના રસ્તેથી હટાવવી નિષ્ફળ બની જાય છે.  

આ પણ વાંચો: એક કલાકમાં હજારો નગ્ન ફોટો અપલોડ : ભારત સહિત અનેક દેશોની ફરિયાદ, X પર દબાણ વધ્યું

સૌથી ખરાબમાં-ખરાબ શું થઈ શકે છે?  

સેટેલાઇટ્સ પર હંમેશાં કન્ટ્રોલ હોવું ખૂબ જ જરૂરી છે. સેટેલાઇટ કન્ટ્રોલની બહાર નીકળી ગઈ તો 30 ટકા ચાન્સ છે કે એ 24 કલાકની અંદર ક્રેશ થઈ શકે. 24 કલાક બાદ એક-એક મિનિટ રિસ્કથી ભરેલી છે અને ત્રણ દિવસની અંદર એ ક્રેશ થઈ જશે. આ ક્રેશમાંથી જે ડેબ્રિસ ઉત્પન્ન થશે એના કારણે એ અન્ય સેટેલાઇટ સાથે અથડાશે. પરિણામે અન્ય સેટેલાઇટ પણ ક્રેશ થશે. સેટેલાઇટ ક્રેશ થવાથી મહત્ત્વની સર્વિસ જેવી કે ઇન્ટરનેટ, GPS અને હવામાનની આગાહી બંધ થઈ શકે છે.