Get The App

મેટા કંપનીની સતત ત્રીજા વર્ષે છટણી: વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સની ટીમ પર પડી અસર

Updated: Oct 17th, 2024

GS TEAM


Google News
Google News
મેટા કંપનીની સતત ત્રીજા વર્ષે છટણી: વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સની ટીમ પર પડી અસર 1 - image


Meta Layoffs: મેટા કંપની ફરી તેમના કર્મચારીઓને છટણી કરવાનો પ્લાન બનાવી રહી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને છૂટા કરી રહી છે. આમાં વિશ્વની સૌથી મોટી કંપનીઓ એપલ, Nvidia અને એમેઝોનનો પણ સમાવેશ થાય છે.

સતત ત્રીજા વર્ષે છટણી

મેટા કંપનીએ 2022માં લગભગ 11,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. ત્યાર બાદ 2023માં 10,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. હવે સતત ત્રીજા વર્ષે પણ કંપની તેમના કર્મચારીઓને છૂટા કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ વખતે આ આંકડો પહેલાના બે વર્ષ જેટલો મોટો નથી, પરંતુ ઘણાં લોકોની નોકરી નષ્ટ થશે.

મેટા કંપનીની સતત ત્રીજા વર્ષે છટણી: વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સની ટીમ પર પડી અસર 2 - image

વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર અસર

મેટા કંપનીએ તેમના બધા પ્લેટફોર્મ, જેમ કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ, પરથી પણ કર્મચારીઓને છૂટા કરવા માટે કહ્યું છે. મેટા કંપનીના કર્મચારી જેન મેનચુન વોંગે થ્રેડ પર પોસ્ટ કર્યું હતું કે 'હું આ હકીકત હજી સુધી સ્વીકારી શક્યો નથી. મને કહેવામાં આવ્યું છે કે મેટામાં મારો સમય હવે પૂરો થઈ ગયો છે. હું દરેકનો આભાર માનું છું, ખાસ કરીને મારા ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સના ટીમમેટ્સનો. તેમના કારણે મારી મેટાની જર્ની ખૂબ જ વાઇલ્ડ રહી છે. જો કોઈ મારી સાથે સોફ્ટવેર અને સિક્યોરિટી એન્જિનિયરીંગ પર કામ કરવા ઇચ્છતું હોય તો મને ઇમેલ, લિન્ક્ડઇન અથવા તો મારી પર્સનલ વેબસાઇટ દ્વારા મારો સંપર્ક કરી શકે છે.'

આ પણ વાંચો: ગૂગલનું નવું ચીપેસ્ટ ફ્લાઇટ્સ ફીચર: ટ્રાવેલ કરવા માટે સસ્તી ટિકિટ શોધી આપશે

છટણીની વાત સ્વીકારી

મેટા કંપનીના પ્રવક્તા ડેવ આર્નોલ્ડે જણાવ્યું કે 'મેટાની કેટલીક ટીમમાં બદલાવ થઈ રહ્યો છે. કંપનીના લક્ષ્યને પહોંચી શકીએ તે માટે કેટલાક બદલાવ કરવામાં આવી રહ્યાં છે. આ સ્થિતિમાં અમે કેટલાક કર્મચારીઓને અન્ય રોલમાં શિફ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ અમુક ટીમ પર અસર પડી છે. કેટલાક લોકોના લોકેશન બદલવામાં આવ્યા છે, જ્યારે જેઓને શિફ્ટ કરી શકાતા નથી, તેઓને છૂટા કરવામાં આવ્યા છે. આ આંકડો હજી સુધી જાહેર નથી કર્યો.'

Tags :