Get The App

ગૂગલનું નવું ચીપેસ્ટ ફ્લાઇટ્સ ફીચર: ટ્રાવેલ કરવા માટે સસ્તી ટિકિટ શોધી આપશે

Updated: Oct 17th, 2024

GS TEAM


Google News
Google News
ગૂગલનું નવું ચીપેસ્ટ ફ્લાઇટ્સ ફીચર: ટ્રાવેલ કરવા માટે સસ્તી ટિકિટ શોધી આપશે 1 - image


Google Cheapest Flight: ગૂગલ દ્વારા હાલમાં જ નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર ટ્રાવેલ કરનારા માટે ખૂબ જ ઉપયોગી છે. અત્યાર સુધી ગૂગલ તેની સર્વિસની મદદથી ફ્લાઇટ શોધવામાં મદદ કરતું હતું. જોકે હવે તે સૌથી સસ્તી ફ્લાઇટ્સ શોધવામાં પણ બહુ જલદી મદદ કરશે.

ઓફરના નામે સ્કેમ

ઘણી કંપનીઓ ઓફરના નામે એક જાતનું સ્કેમ ચલાવે છે. ફ્લાઇટની ટિકિટમાં કન્વિનિયન્સ ફીનો સમાવેશ કરવામાં નથી આવતો. ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ ફક્ત ફ્લાઇટની ટિકિટના ભાવ બતાવે છે અને એમાં તેમની ફી ઉમેરતી નથી. આથી ઓછી ફી દેખાડવાથી ગ્રાહકને એવું લાગે છે કે ખરેખર પૈસા ઓછા છે, પરંતુ પેમેન્ટ કરતી વખતે એમાં કન્વિનિયન્સ ફીનો ઉમેરો થાય છે. આથી બેન્ક ઓફર કે કૂપન કોડ કે ક્રેડિટ કાર્ડ જેવું કંઈ નહીં હોય. કન્વિનિયન્સ ફી જેટલી હોય એની આસપાસનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પરિણામે યુઝરને એવું લાગે છે કે પૈસા ઓછા થયા છે, પરંતુ આ એક પ્રકારે યુઝરને છેતરવામાં આવે છે.

ગૂગલ ફ્લાઇટ્સ

ગૂગલ ફ્લાઇટ્સ પણ અત્યાર સુધી અન્ય એપ્લિકેશન અથવા તો પ્લેટફોર્મની જેમ કામ કરતું હતું. જો કે હવે ગૂગલ દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરનું નામ ચીપેસ્ટ ફ્લાઇટ્સ છે. યુઝરને કયા પ્લેટફોર્મ પર સૌથી સસ્તી ફ્લાઇટ મળશે એ ગૂગલ શોધીને આપશે. આ ફીચરને ગૂગલ દ્વારા હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં એ લોન્ચ તો થઈ ગયું છે, પણ દરેક ફીચરની જેમ તે ધીમે-ધીમે રોલ-આઉટ કરવામાં આવે છે. આથી કેટલાક યુઝરને એ જોવા મળશે અને કેટલાકને હજી જોવા નહીં મળે.

ગૂગલનું નવું ચીપેસ્ટ ફ્લાઇટ્સ ફીચર: ટ્રાવેલ કરવા માટે સસ્તી ટિકિટ શોધી આપશે 2 - image

ગૂગલના સજેશન

ગૂગલ દરેક પ્લેટફોર્મ પર કેટલા કિમંતની છે એના આધારે ફ્લાઇટની સૌથી સસ્તી ટિકિટ શોધીને આપશે. જો કે આ સાથે સજેશન પણ આપશે. વડોદરા અથવા તો સુરતથી કોઈ ફ્લાઇટ સર્ચ કરી રહ્યું હોય તો એ વ્યક્તિને જણાવશે કે અમદાવાદ અથવા તો મુંબઈથી ફ્લાઇટ વધુ સસ્તી પડી શકે છે. આથી યુઝર તેના સમય અને આવવા-જવાની પરિસ્થિતિ અનુસાર અન્ય વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ કાર્ડ્સ: જાણો શું છે અને કેવી રીતે ઉપયોગ કરશો...

કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?

આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ ગૂગલ ફ્લાઇટ્સ ખોલવું. ત્યાં અરાઇવલ અને ડિપાર્ચર લોકેશન પસંદ કરવું. ત્યાર બાદ તારીખ પસંદ કર્યા બાદ સર્ચ કરવું. એ સર્ચ કર્યા બાદ ‘ચીપેસ્ટ’ ટેબ પર ક્લિક કરવું. એ કરતાંની સાથે સૌથી સસ્તી ફ્લાઇટ પહેલાં દેખાડશે. જો કે બની શકે છે કે સૌથી સસ્તી ફ્લાઇટમાં વન-સ્ટોપ અથવા તો ટૂ-સ્ટોપ હોય. આથી લેઓવર વધુ હોય એવું પણ બની શકે છે.

Tags :