Science & Technology

વિવાદાસ્પદ ફેશિયલ રેકગ્નિશન સાથે આવી શકે છે મેટાના સ્માર્ટ ચશ્મા, જાણો વિગત…

By GS Team
14 Feb 20263 mins read
TukuTouch Logo
એક રિપોર્ટ અનુસાર ફેસબુકની પેરેન્ટ કંપની મેટા તેના સ્માર્ટ ચશ્મામાં ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી ઉમેરવાની યોજના બનાવી રહી છે. આ ફીચરને કંપનીની અંદર ‘નેમ ટેગ’ નામ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટ ચશ્મામાં એનો ઉપયોગ કરનાર યુઝર તેની સામેની વ્યક્તિની ઓળખ અને તેના વિશેની માહિતી મેળવી શકશે એવી ચર્ચા છે. આ ફીચરમાં AIનો ઉપયોગ કરવામાં આવશે. જોકે આ ફીચર હાલમાં ખૂબ જ વિવાદમાં છે કારણ કે એના કારણે યુઝર્સની ઓળખ અને સુરક્ષાને લઈને જોખમ ઊભા થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિવાદાસ્પદ ફેશિયલ રેકગ્નિશન સાથે આવી શકે છે મેટાના સ્માર્ટ ચશ્મા, જાણો વિગત…

Meta Smart Glass: એક રિપોર્ટ અનુસાર ફેસબુકની પેરેન્ટ કંપની મેટા તેના સ્માર્ટ ચશ્મામાં ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી ઉમેરવાની યોજના બનાવી રહી છે. આ ફીચરને કંપનીની અંદર ‘નેમ ટેગ’ નામ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટ ચશ્મામાં એનો ઉપયોગ કરનાર યુઝર તેની સામેની વ્યક્તિની ઓળખ અને તેના વિશેની માહિતી મેળવી શકશે એવી ચર્ચા છે. આ ફીચરમાં AIનો ઉપયોગ કરવામાં આવશે. જોકે આ ફીચર હાલમાં ખૂબ જ વિવાદમાં છે કારણ કે એના કારણે યુઝર્સની ઓળખ અને સુરક્ષાને લઈને જોખમ ઊભા થઈ શકે છે.

‘નેમ ટેગ’ ફીચર માટે મેટાની યોજના

મેટા ગયા વર્ષથી આ વિવાદાસ્પદ ફીચર લોન્ચ કરવાનું વિચારી રહી છે. એક રિપોર્ટ અનુસાર મેટાના એક ડોક્યુમેન્ટમાં લખવામાં આવ્યું હતું કે આ ફીચરને અંધ લોકો માટેની કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચ બાદ એને જાહેરમાં મૂકવામાં આવશે એવી ચર્ચા હતી. જોકે આ યોજનાનો અમલ નહોતો કરવામાં આવ્યો.

દેશમાં વિરોધ ચાલી રહ્યો હોય ત્યારે ફીચર લોન્ચ કરવાની સ્ટ્રેટેજી

મેટા દ્વારા આ ફીચરને અમેરિકામાં હાલમાં જ્યારે ઘણી બાબતોને લઈને વિરોધ ચાલી રહ્યો છે ત્યારે લોન્ચ કરવામાં આવે એવું એક ડોક્યુમેન્ટમાં લખ્યું હતું. લોન્ચ માટે આ અનુકૂળ સમય કેમ છે એ વિશે ડોક્યુમેન્ટમાં લખ્યું હતું કે ‘આપણે આ ફીચરને પોલિટિકલ વિરોધ થઈ રહ્યો હોય એવા સમયે લોન્ચ કરીશું. આથી આપણાં ફીચરનો જે વિરોધ કરી શકે એવી સંભાવના હોય તેમનું ધ્યાન અન્ય મુદ્દાઓ પર હશે.’ મેટા સમજે છે કે તેમના આ ફીચરનો વિરોધ થઈ શકે છે અને એથી જ તેમણે આ ફીચરને એ રીતે લોન્ચ કરવાની તૈયારી દેખાડી છે.

જૂની વિચારધારાને ફરી જીવંત કરવામાં આવી

2021માં મેટાએ તેમના પ્રથમ જનરેશન રે-બેન સ્માર્ટ ચશ્મામાં ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી ઉમેરવાનો વિચાર કર્યો હતો. જોકે કેટલીક ટેક્નિકલ મુશ્કેલીઓ અને નૈતિક ચિંતાઓને કારણે આ યોજનાઓ રદ કરવામાં આવી હતી. અમેરિકામાં હાલમાં જે રાજકીય પરિસ્થિતિ છે એનો ફાયદો હવે મેટા ઉઠાવવા માગે છે. તેમના ચશ્માને માર્કેટમાં ધાર્યા કરતાં સારી સફળતા મળી છે. આથી કંપની હવે તેમના જૂના ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી પર ફરી કામ કરવાનું શરૂ કર્યું છે.

માર્કેટના ડાયનામિક્સ અને સ્પર્ધા

મેટા સાથે ભાગીદારી કરીને આ ચશ્મા બનાવતી કંપની EssilorLuxotticaએ ખુલાસો કર્યો કે ગયા વર્ષે સાત મિલિયનથી વધુ યુનિટ વેચાયા હતા. જોકે સ્માર્ટ ચશ્માનું માર્કેટ હવે વધુ સ્પર્ધાત્મક બનવાનું છે કારણ કે OpenAI જેવી કંપનીઓ પોતાના વેરેબલ AI ગેજેટ્સ પર કામ કરી રહી છે. સ્પર્ધામાં આગળ રહેવા માટે મેટા ફેશિયલ રેકગ્નિશનને તેના AIની મદદથી લોકોને આકર્ષવા માટેની તૈયારી કરી રહી છે.

‘નેમ ટેગ’ ફીચરની મર્યાદાઓ

આ ફીચર યુઝર્સને મેટા પ્લેટફોર્મ્સ પર ઓળખતા લોકો અથવા Instagram જેવી સાઇટ પર જાહેર એકાઉન્ટ ધરાવતા લોકોને ઓળખવાની સગવડ આપશે. જોકે આ એક એવું ફેશિયલ રેકગ્નિશન ટૂલ નહીં હોય જે તમને કોઈપણ અજાણ્યા વ્યક્તિને શોધીને આપે. મેટા દ્વારા આ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એ દર્શાવે છે કે મેટા આ ટેક્નોલોજીનો દુરુપયોગ કરવામાં આવે એવી જાણ છે અને એથી જ એને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: ગૂગલ ડોક્સમાં નવું ઓડિયો સમરીઝ ફીચર: લાંબા ડોક્યુમેન્ટ્સ હવે સાંભળો ટૂંકા ઓડિયો સમરીઝ રૂપે

પ્રાઇવસીને લઈને વિવાદોમાં મેટાનો ઇતિહાસ

મેટા અગાઉ અનેક પ્રાઇવસી સંબંધિત વિવાદોમાં ફસાઈ ચૂકી છે. કંપનીએ ઇલિનોઇસ અને ટેક્સાસમાં ઘણાં કેસ સેટલ કર્યા હતા, જેમાં આરોપ હતો કે તેણે યુઝર્સની મંજૂરી વિના ફેસબુકના હવે બંધ થયેલા ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ માટે ચહેરાના ડેટા એકત્ર કર્યા હતા.

2019માં ફેસબુકે ફેડરલ ટ્રેડ કમિશન (FTC)ને 5 બિલિયન ડોલર ચૂકવ્યા હતા. એક કેસમાં તેના પર આરોપ હતો કે ફેસબુકે યુઝર્સની પ્રાઇવસીનો ભંગ કર્યો હતો જેમાં તેના ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેરનો સમાવેશ થાય છે.