Science & Technology

ગૂગલ ડોક્સમાં નવું ઓડિયો સમરીઝ ફીચર: લાંબા ડોક્યુમેન્ટ્સ હવે સાંભળો ટૂંકા ઓડિયો સમરીઝ રૂપે

By GS Team
13 Feb 20262 mins read
TukuTouch Logo
ગૂગલ ડોક્સ એ એક નવું ફીચર રજૂ કર્યું છે. આ ફીચર એડવાન્સ જેમિની AI દ્વારા કામ કરે છે. આ નવા ટૂલ યુઝર્સને લાંબા ડોક્યુમેન્ટ્સ વાંચવાને બદલે તેનો ટૂંકું કરી બોલીને સંભળાવી શકે છે. આ ફીચર એપ્લિકેશનમાં Tools > Audio પર જઈને ઍક્સેસ કરી શકાય છે. દરેક ડોક્યુમેન્ટનું ઓડિયો સારાંશ થોડા જ મિનિટનું હોય છે. તેમ જ એને બને એટલું નેચરલ રાખવાની કોશિશ કરવામાં આવી છે. લાંબા કન્ટેન્ટને ઝડપથી સમજવા માટે આ ફીચર ખૂબ જ મદદરૂપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૂગલ ડોક્સમાં નવું ઓડિયો સમરીઝ ફીચર: લાંબા ડોક્યુમેન્ટ્સ હવે સાંભળો ટૂંકા ઓડિયો સમરીઝ રૂપે

Google Docs Audio Summaries: ગૂગલ ડોક્સ એ એક નવું ફીચર રજૂ કર્યું છે. આ ફીચર એડવાન્સ જેમિની AI દ્વારા કામ કરે છે. આ નવા ટૂલ યુઝર્સને લાંબા ડોક્યુમેન્ટ્સ વાંચવાને બદલે તેનો ટૂંકું કરી બોલીને સંભળાવી શકે છે. આ ફીચર એપ્લિકેશનમાં Tools > Audio પર જઈને ઍક્સેસ કરી શકાય છે. દરેક ડોક્યુમેન્ટનું ઓડિયો સારાંશ થોડા જ મિનિટનું હોય છે. તેમ જ એને બને એટલું નેચરલ રાખવાની કોશિશ કરવામાં આવી છે. લાંબા કન્ટેન્ટને ઝડપથી સમજવા માટે આ ફીચર ખૂબ જ મદદરૂપ છે.

પ્લેબેક માટેના વિકલ્પો અને વોઇસની પસંદગી

ગૂગલ ડોક્સની ઓડિયો સમરીઝ ફીચર કસ્ટમાઇઝેબલ પ્લેબેક ઓપ્શન આપવામાં આવ્યા છે. યુઝર્સ સ્પીડ (0.5x થી 2x સુધી) નિયંત્રિત કરી શકે છે અને ટાઇમલાઇન સ્ક્રબરનો ઉપયોગ કરીને કન્ટેન્ટ સ્કિપ કરી શકે છે. યુઝર નેરેટર, પર્સ્યુએડર અને કોચ જેવા અલગ-અલગ અવાજો પણ પસંદ કરી શકે છે. આ ડોક્સમાં પહેલેથી text-to-speech વિકલ્પ ઉપલબ્ધ છે અને હવે યુઝર્સને વધુ સારો અનુભવ આપવા માટે એનાથી વધુ સારું ફીચર એટલે કે લિસનિંગ એક્સપિરિયન્સ પર પણ કન્ટ્રોલ આપવામાં આવ્યો છે.

ગૂગલ સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ

નવી ઓડિયો સમરીઝ ફીચર હાલમાં ગૂગલ સબસ્ક્રાઇબર્સ માટે રોલઆઉટ થઈ ગઈ છે. એમાં બિઝનેસ Standard/Plus અને એન્ટરપ્રાઇઝ પ્લાન્સ, તેમજ બિઝનેસ માટેનું ઍડ-ઓન ગૂગલ AI Ultra અને એજ્યુકેશન માટેનું ઍડ-ઓન ગૂગલ AI Pro ધરાવતા યુઝર્સનો સમાવેશ થાય છે. આ સુવિધા ગૂગલ AI Pro અને Ultraના યુઝર્સ માટે પણ ઉપલબ્ધ છે. જો આ પૈકીના પેઇડ પ્લાન્સ યુઝર્સ હોય તો હવે તેઓ આ નવા ટૂલનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો: શું તમારું વેલેન્ટાઇન રોયલ છે? 4 એપ્સથી શોધો વંશનું કનેકશન, બની શકે 10માં કઝિનને ડેટ કરી રહ્યાં હોઉં

ઓડિયો સમરીઝ વર્સસ PDF

ગૂગલ ડોક્સની ઓડિયો સમરીઝ ડ્રાઇવ દ્વારા આપવામાં આવતા પોડકાસ્ટ-સ્ટાઇલ PDF રીડિંગથી અલગ છે. PDF રીડિંગ 2-10 મિનિટ લે છે, જ્યારે ઓડિયો સમરીઝ ખૂબ જ ઝડપી છે. ડોક્સની ઓડિયો સમરીઝ જેમિની દ્વારા સંચાલિત છે, જ્યારે ડ્રાઇવની રીડિંગ NotebookLMમાં ઓડિયો ઓવરવ્યુઝ જેવી જ ટેક્નોલોજી દ્વારા સંચાલિત છે. બંને અલગ હેતુઓ માટે છે અને ગૂગલ ઇકોસિસ્ટમમાં અલગ-અલગ યુઝર જરૂરિયાતોને પૂરી પાડે છે.