Features For Users: મેપમાયઇન્ડિયા દ્વારા તેમની નેવિગેશન એપ્લિકેશન મેપલ્સમાં એક મેજર અપગ્રેડ કરવામાં આવી છે. આ એપ્લિકેશનની લેટેસ્ટ અપડેટમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇન્ફોર્મેશનની માહિતી આપવામાં આવી છે. એમાં મેટ્રો, રેલ અને બસ રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા ફીચરને યુઝર્સની મુસાફરીને વધુ સરળ બનાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે. ભારતમાં એક સાથે વિવિધ ટ્રાન્સપોર્ટ મોડનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે આ ખૂબ સારું ફીચર છે. ગૂગલ મેપ્સમાં આ ફીચર છે, પરંતુ મેપલ્સ યુઝર્સ એનાથી વંચિત હતા. હવે એમાં પણ આ ફીચર આપવામાં આવ્યું છે.
અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી છૂટકારો
આ નવા ફીચરની મદદથી મેપલ્સમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ રૂટ, સ્ટેશન, સ્ટોપ્સ અને અન્ય માહિતી પણ દેખાડવામાં આવશે. એનો અર્થ એ થયો કે મુસાફરો હવે એક જ એપ્લિકેશનમાંથી તેમની મુસાફરીને પ્લાન કરી શકશે. તેમણે અલગ-અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. આ ફીચર હાલમાં ચંદીગઢ, પુણે, કોલકાતા અને અન્ય શહેરોમાં શરૂ થઈ ગઈ છે. ભારતભરમાં એ ધીમે-ધીમે શરૂ થઈ રહી છે.
યુઝર્સને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા પ્રેરિત કરવાનો હેતુ
મેપલ્સની સર્વિસમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, રિયલ-ટાઇમ ટ્રાફિક અપડેટ્સ, સેફ્ટી એલર્ટ અને ઇન્ટેલિજન્ટ રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશન દ્વારા મુસાફરોને ખૂબ જ સરળ રીતે તમામ માહિતી આપવાની કોશિશ કરવામાં આવી છે. આ દ્વારા લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ કરવા માટે પ્રેરિત કરવાની કોશિશ કરવામાં આવી છે. આથી મોટા-મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થવાની આશા રાખવામાં આવી રહી છે. આ ફીચર હાલમાં એપલ અને વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને એન્ડ્રોઇડ માટે બહુ જલદી રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો: ભારતે સ્પેક્ટ્રમ ફ્રિક્વન્સી પ્લાનમાં કર્યો ફેરફાર, જાણો યુઝર્સને શું ફાયદો થશે…
મેપલ્સનો ભવિષ્યનો પ્લાન
મેપલ્સના હાલમાં 40 મિલિયનથી પણ વધુ યુઝર્સ છે. ભારતની નેવિગેશન સિસ્ટમ માટે આ પ્લેટફોર્મ ખૂબ જ મોટું છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સાથે મળીને આ વિશે કામ કરી રહ્યાં છે. આ સાથે જ વધુમાં વધુ શહેરોની આવરી લેવાની સાથે યુઝર્સને ચોક્કસ માહિતી આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. મેપલ્સ ધીમે-ધીમે ગૂગલને ટક્કર આપી રહ્યું છે. ઘણી બાઇક કંપનીઓ જેમાં મેપ્સનો સમાવેશ કરવામાં આવે છે એમાં મેપલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


