Get The App

ભારતે સ્પેક્ટ્રમ ફ્રિક્વન્સી પ્લાનમાં કર્યો ફેરફાર, જાણો યુઝર્સને શું ફાયદો થશે…

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
ભારતે સ્પેક્ટ્રમ ફ્રિક્વન્સી પ્લાનમાં કર્યો ફેરફાર, જાણો યુઝર્સને શું ફાયદો થશે… 1 - image


Spectrum Policy: ભારત દ્વારા તેમનો નેશનલ ફ્રિક્વન્સી એલોકેશન પ્લાન 2025ને રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાનને એક લેન્ડમાર્ક પોલિસી કહેવામાં આવી રહી છે કારણ કે એમાં ભારતભરમાં સ્પેક્ટ્રમનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે એ કહેવામાં આવ્યું છે. 8.3 kHzથી લઈને 3000 GHz સુધીની ફ્રિક્વન્સીનો સરકાર દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એના દ્વારા ભારતના ટેલિકોમ ફ્રેમવર્કને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના બનાવવામાં આવી રહ્યું છે એને એના કારણે ભવિષ્યની નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી માટેના દરવાજા પણ ખુલી ગયા છે. આ પ્લાનને આજથી અમલમાં મૂકવામાં આવ્યો છે.

ડિજિટલ ભારતમાં એક કદમ આગળ

આ નવા પ્લાન મુજબ ભારતમાં 5G એડવાન્સ અને 6G નેટવર્કને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસને પણ વધારવામાં આવી છે. આ સાથે જ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ વ્હીકલ અને ફ્લાઇટમાં પણ કનેક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવશે. દુનિયાભરમાં જે રીતે સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવામાં આવે છે એ જ રીતે હવે ભારત પણ એ તરફ પ્રયાણ કરી રહ્યું છે. ભારત હવે તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક કદમ આગળ વધારી રહ્યું છે.

શું બદલાવ આવશે?

નેશનલ ફ્રિક્વન્સી એલોકેશન પ્લાન 2025માં મોબાઇલ બ્રોડબેન્ડ માટે નવા સ્પેક્ટ્રમ બેન્ડ રજૂ કરવામાં આવ્યાં છે જેમાં 6425-7125 MHz બેન્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે ઇન્ટરનેશનલ મોબાઇલ ટેલિકોમ્યુનિકેશન માટે છે. Ka, Q અને V બેન્ડમાં સેટેલાઇટ સર્વિસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેન્ડ એક્સપેન્ડ કરવાથી રૂરલ અને રીમોટ વિસ્તારમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ મળી રહેશે. એવિએશન અને મેરિટાઇમ કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે અને એના કારણે એ દ્વારા ટ્રાવેલ કરતાં મુસાફરે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.

યુઝર્સ પર શું અસર પડશે?

કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે ડિજિટલ ભારત માટેનો આ ફ્યુચર રોડમેપ છે. આ પ્લાનથી યુઝર્સને ઝડપી અને સ્માર્ટ કનેક્ટિવિટી મળી રહેશે. તેમ જ યુઝર્સને સારું ઇન્ટરનેટ મળવાની સાથે ઇકોનોમિક ગ્રોથ પણ એમાં જોવા મળશે. સ્માર્ટ સિટીથી લઈને ઓટોનોમસ વ્હીકલ અને ક્લાઉડ કમ્પ્યુટિંગથી લઈને AI આધારિત ડિવાઇસ અને એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટની જરૂર પડશે. આ સ્પેક્ટ્રમ દ્વારા ખૂબ જ સારી અને ઝડપી કનેક્ટિવિટી મળી રહેશે. આ સાથે જ વીડિયો સ્ટ્રીમિંગ અને ગેમિંગ માટે પણ એ ઉત્તમ રહેશે.

આ પણ વાંચો: AI વીડિયો બનાવી યુ-ટ્યુબ પર વર્ષે 37 કરોડની કમાણી, જાણો સંપૂર્ણ વિગત

શું મુશ્કેલી આવી શકે છે?

આ પ્લાન ખૂબ જ મહત્ત્વાકાંક્ષી છે, પરંતુ એનો અમલ કેવી રીતે કરવામાં આવે છે એના પર એની સફળતા નિર્ભર છે. ટેલિકોમ ઓપરેટર્સ, સેટેલાઇટ પ્રોવાઇડર્સ, ડિફેન્સ અને એવિએશન ઓથોરિટી સાથે સ્પેક્ટ્રમને લઈને કોર્ડિનેશન રાખવું ખૂબ જ કોમ્પ્લેક્સ કામ છે. 6G અને સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ જરૂરી છે.