AIના કારણે આઇફોન હેક થવાનો ખતરો? સાયબર સુરક્ષા માટે એપલનો મોટો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Apple Changes Policy: ટેકનોલોજી સેક્ટરની દિગ્ગજ કંપની એપલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સાયબર જોખમોનો સામનો કરવા માટે સોફ્ટવેર અપડેટ્સ ડિલિવર કરવાની પોતાની વર્ષો જૂની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. AIની મદદથી હેકર્સ દ્વારા કસ્ટમાઇઝ્ડ અને અત્યંત અત્યાધુનિક હેકિંગ ટૂલ્સ ખૂબ જ ઝડપથી તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઝડપથી બદલાતા સાયબર જોખમો સામે યુઝર્સના ડેટાને વધુ સુરક્ષિત રાખવા માટે એપલ હવે આગામી મેજર ઓપરેટિંગ સિસ્ટમ (iOS)ની રાહ જોયા વિના, મહત્ત્વપૂર્ણ સિક્યોરિટી ફિક્સ અને ફીચર્સ વહેલા રોલ આઉટ કરશે.
એપલે સોમવારે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે માલિશિયસ હેકિંગ ટૂલ્સ વિકસાવવાની ઝડપ ઘણી વધી ગઈ છે. આ વાસ્તવિકતાને સ્વીકારીને કંપનીએ સિક્યોરિટી અપડેટ્સ સાર્વજનિક થવા અને ગ્રાહકોના હાથમાં પહોંચવા વચ્ચેનો સમયગાળો ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
અત્યાર સુધી એપલની એવી પરંપરા રહી છે કે તે મોટા સોફ્ટવેર રિલીઝ સાથે જ સિક્યોરિટી પેચ પણ બંડલ કરીને મોકલતી હતી. પરંતુ કંપનીએ હવે સ્વીકાર્યું છે કે AIના કારણે હેકર્સને સિસ્ટમની ખામીઓનો દુરુપયોગ કરવા માટે ઘણો ઓછો સમય મળી રહ્યો છે, જેથી કંપનીએ પણ વધુ ઝડપી બનવું પડશે.
નવી સિસ્ટમથી યુઝર્સને શું ફાયદો થશે?
સામાન્ય રીતે એપલ પોતાના વર્તમાન વર્ઝનમાંથી આગામી પ્લાન્ડ અપડેટ તરફ આગળ વધે છે, ત્યારે જ સિક્યોરિટી અપડેટ્સ રિલીઝ કરે છે. આ વચગાળાના સમયમાં ડેવલપર્સ અને ટેસ્ટર્સ ટેસ્ટિંગ કરીને સિસ્ટમની ખામીઓ દૂર કરતા હોય છે. પરંતુ બદલાયેલી વ્યૂહરચના હેઠળ કંપનીએ જણાવ્યું છે કે:
- વહેલા અપડેટ્સ: સિક્યોરિટી અપડેટ્સની નવીનતમ શ્રેણી હવે iOS 26.6ના વ્યાપક રિલીઝ પહેલાં જ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.
- ઝડપી સુરક્ષા: જોકે એપલે સ્પષ્ટ કર્યું છે કે નવી પેચ કરાયેલી ખામીઓનો હેકર્સ દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, છતાં સુરક્ષાની દ્રષ્ટિએ અપડેટ્સ રિલીઝ કરવાનો સમય ઘટાડવો અનિવાર્ય છે.
ટેક્નિકલ એક્સપર્ટ્સના મતે, એપલનો આ નિર્ણય દર્શાવે છે કે સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં AI કેવી રીતે ચિંતાઓ વધારી રહ્યું છે અને ભવિષ્યમાં યુઝર્સ ડિવાઇસ સેફ્ટી માટે સ્માર્ટફોન કંપનીઓએ પોતાની જૂની પદ્ધતિઓ બદલવી જ પડશે.









