વોટ્સએપનું નવું ફીચર: હવે દરેક ગ્રૂપ સાઇઝના યુઝર્સ કરી શકશે લાઇવ વોઇસ ચેટ
New Voice Chat Feature: વોટ્સએપ દ્વારા વોઇસ ચેટ ફીચર દરેક સાઇઝના ગ્રૂપ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે લાઇવ ઓડિયો વાતચીત કરી શકશે. યુઝર ફોન કરવા અથવા ટેક્સ્ટ મેસેજ મોકલવા કરતાં હવે ઓડિયો વાતચીત સરળતાથી કરી શકશે. કોઈ મહત્ત્વની વાત ગ્રૂપમાં કરવાની હોય તો આ ફીચર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
કેવી રીતે શરુ કરશો વોઇસ ચેટ?
વોઇસ ચેટ અગાઉ માત્ર મોટા ગ્રૂપ માટે ઉપલબ્ધ હતું, પરંતુ હવે તે દરેક પ્રકારના ગ્રૂપ સાઇઝ માટે કાર્યરત થશે.
- યુઝરે જે-તે ગ્રૂપમાં જવું.
- ગ્રૂપની સ્ક્રીન ઉપર તરફ સ્વાઇપ કરવી.
- આ સ્વાઇપ કરતાં જ એક આઇકન દેખાશે, જેની આસપાસ ગ્રીન કલરનો રાઉન્ડ પૂરું થાય ત્યાં સુધી હોલ્ડ કરવું.
ગ્રૂપ વોઇસ ચેટ શરુ થઈ જશે.
જ્યારે ગ્રૂપ કોલ કરવામાં આવે છે, ત્યારે એ દરેક વ્યક્તિ સુધી પહોંચે છે. જોકે, વોઇસ ચેટમાં કોઈ પણ વ્યક્તિ માટે નોટિફિકેશન નથી આવતું. જે વ્યક્તિ ઓનલાઇન હોય તે વોઇસ ચેટમાં જોડાઈ શકે છે અને પોતાની ઇચ્છા પ્રમાણે બહાર પણ નીકળી શકે છે. આ ફીચર ખાસ કરીને ઑફિસ અથવા અન્ય સ્થળે વ્યસ્ત હોય એવા યુઝર માટે સુવિધા આપે છે, કારણ કે વારંવાર નોટિફિકેશનથી ડિસ્ટર્બ નહીં થાય.
સ્ક્રીન પર નમૂનાકાર કન્ટ્રોલ મળશે
વોઇસ ચેટ ચાલુ હોય ત્યારે તેનું ઇન્ડિકેટર જે-તે ગ્રૂપની નીચેની સાઇડ પર દેખાશે, જ્યાં કોણ-કોણ જોડાયેલું છે એ જોઈ શકાશે. ચેટ દરમિયાન માઇક બંધ કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે જેથી અન્ય મેમ્બર્સ માટે અવાજનો કોઈ વિક્ષેપ ન થાય. આ ફીચર છેલ્લા ઘણા સમયથી બીટા વર્ઝનમાં હતું અને હવે આખરે તેને સાર્વજનિક રીતે રજૂ કરવામાં આવ્યું છે.
ચેટ રહેશે સુરક્ષિત
વોટ્સએપ દ્વારા ચેટની એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન સુવિધા આપવામાં આવી છે, જેથી કોઈ પણ outsider તેને સાંભળી ન શકે. જો કે થોડા સમય પહેલાં માર્ક ઝકરબર્ગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઇન્ક્રિપ્ટેડ હોવા છતાં સરકાર ચેટ ઉપર નજર રાખી શકે છે. કંપનીના બ્લોગ અનુસાર, "અમે આ ફીચરને દરેક ગ્રૂપ સાઇઝ માટે ઉપલબ્ધ કર્યું છે, જેથી યુઝર્સની જરૂરિયાત અનુસાર તેઓ લાઇવ ઓડિયો ચેટ કરી શકે. આ માટે ગ્રૂપ છોડવાની કે કોલ કરવાની જરૂર નથી."